Kudarati avta vego
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

કુદરતી વેગોને રોકવાથી આપણા શરીરમાં કયા કયા રોગો થાય છે. તે નાના મોટા રોગો કયા કયા છે તેના વિશે માહિતી આપવાનો છું. એક તો મિત્રો મોટાભાગનાં લોકો શરમ અનુભવવાને કારણે કુદરતી વેગોને રોકી રાખે છે અથવા તો કંઈ બહાર ગયા હોય, ફરવા ગયા હોય, પાર્ટીમાં ગયા હોય, લગ્ન પ્રસંગમાં ગયા હોય ત્યાં પણ પોતાની ઇમેજને કોઈ ઠેસ ન પહોંચે એના માટે કુદરતી વેગોને રોકી રાખે છે.

મિત્રો આ સૌથી મોટી ભૂલ છે કુદરતી વેગોને ક્યારેય રોકવા જોઈએ નહીં. તો તે કયા કયા કુદરતી વેગો છે કે જે રોકવાથી આપણા શરીરમાં નાના મોટા રોગો થાય છે.  પ્રથમ ક્રમાંકે આવે છે

અપાનવાયુ: અપાનવાયુ એટલે વાછૂટ. વાછૂટ ક્યારે રાખવી જોઈએ નહીં અથવા તો વાછૂટ કરવા માટે ક્યારેય શરમ અનુભવવાની નથી કારણ કે શરીરમાં ગેસ થવાનો જ છે તે હંમેશાં વાછૂટ દ્વારા બહાર નીકળવું જ જોઈએ. જો તમે એ ગેસ ને રોકી રાખશો તો પેટ માં દુખાવા થશે, માથાના દુખાવા થશે, પેટ ગોળા જેવું થઇ જશે. તમારી ભૂખ મરી જશે અથવા તો ભૂખ ઓછી થઈ જશે અને એકધારો જો વાયુ રોકી રાખશો તો આંખોનું તેજ પણ વધતી ઉંમરે ઘટવા લાગે છે અને જો તમે વાછૂટ રોકી રાખશો તો વાયુ ચડશે તો હ્રદયરોગ થવાની શક્યતાઓ વધી જાય છે. માટે ક્યારેય પણ વાયુ આપણા શરીરમાં થયો હોય તો તેને રોકવો જોઈએ નહીં.

પેશાબ: પેશાબ તો એક તો જરૂરિયાત પ્રમાણે પાણી પીવું જોઈએ અને જરૂરીયાત પ્રમાણે પેશાબ કરવા જવું જોઈએ. પેશાબ ક્યારેય રોકવો જોઈએ નહીં. પેશાબ રોકવાની જો ભૂલ કરશો તો શરીરમાં કળતર આવી જશે. પેડુ અને મૂત્ર ઇન્દ્રિયમાં પીડા થાય છે.

એકધારી જો પેશાબ રોકવાની ભૂલો શરુ રહેશે તો પેશાબ અટકી અટકીને આવવાનું શરુ થશે અથવા તો ટીપે ટીપે આવવાનું શરુ થશે. સાથળો બિલકુલ જકડાઈ જશે અને લાંબો સમય સુધી જો પેશાબ રોકવાની ક્રિયા કરશો તો પથરી પણ થાય છે. માટે પેશાબને ક્યારેય રોકવો જોઈએ નહીં. જ્યારે પણ તમને પેશાબ લાગે ત્યારે કોઈપણ જગ્યાએ હોય, સમય લઈને પેશાબ જવું જોઈએ.

ભૂખ: અમુક લોકો કામકાજને કારણે, કામની વ્યસ્તતાને કારણે ભૂખ લાગી હોય તો તેને રોકી રાખે છે. (એવું કહે છે કે થોડીવાર પછી જમી લે શું અત્યારે નહીં) પરંતુ આ તેમની સૌથી મોટી ભૂલ છે. ભૂખ ક્યારેય રોકી રાખવાની નથી. જો તમે ભૂખ ને રોકી લેશો તો તમને અરુચિ થવા લાગશે, ક્યાં ગમશે નહીં, લાંબા સમય સુધી જો ભૂખ લાગે અને ખોરાક ખાવાનું અવોઇડ કરશો તો શરીર પણ સુકાવા લાગે છે. આપણો વજન ઘટવા લાગે છે. ભૂખ રોકી રાખવાથી ખાલી પેટે વાયુ થશે, પરિણામે પેટનો દુખાવો થશે, ચક્કર આવે છે, શરીરમાં નબળાઈ જેવું લાગે છે અને માનસિક બેચેની રહે છે માટે ભૂખ ત્યારે અવશ્ય જમી લેવું જોઈએ. ભૂખને ક્યારેય રોકવી જોઈએ નહીં.

 

ઊંઘ: ઊંઘ તો સૌથી અગત્યની વસ્તુ છે. હંમેશા પૂરતી ઊંઘ લેવી જોઈએ. પરંતુ ઊંઘ આવે અને તમે જો તેને રોકી લેશો અથવા તો ઊંઘ આવતી હોય તો પણ મોબાઈલમાં રહ્યા કરશો, ઉજાગરા કર્યા કરશો તો આ બધી ભૂલ કરશો, તો ઊંઘ ન કરવાથી અથવા તો ઊંઘને રોકવાથી માથું ભારે લાગે છે, આંખો ભારે ભારે રહે છે, આળસ ઉત્પન્ન થાય છે, બગાસાં આવવા લાગે છે, માનસિક બેચેની રહે છે એટલે કે ગમતું નથી કે ચેન નથી પડતું અને એકધારા ઉજાગરા કરશો તો લાંબા સમયે વજન પણ ઘટવા લાગે છે. માટે હંમેશા પૂરતી ઊંઘ લેવી જોઇએ અને ઊંઘને ક્યારેય પણ રોકવી જોઈએ નહીં.

બગાસું: બગાસા ક્યારેય પણ રોકવા જોઈએ નહીં. બગાસું રોકવાથી માથાનો દુખાવો થાય છે, ઇન્દ્રિયો શિથિલ થઇ જાય છે, અમુક સમય આંચકીઓ પણ આવી શકે છે માટે બગાસા ક્યારેય પણ રોકવા જોઈએ નહીં. નવરું ક્યારેય બેસી રહેવું નહીં, હંમેશા આપણું ચિત્ત કામમાં કરવું જોઈએ તેથી બગાસા બિલકુલ તમને આવશે જ નહીં.

તરસ: તરસ લાગે ત્યારે પાણી પી લેવું જોઈએ. અમુક લોકો તરસ લાગે છતાં પણ અમુક લાંબો લાંબો ટાઈમ સુધી પાણી પીતા જ નથી, પણ આ તેમની સૌથી મોટી ભૂલ. છે તરસ લાગે ત્યારે પાણી ન પીવાથી મોં અને ગળું સુકાઈ જાય છે. તો વધારે પડતું પાણી ની શરીરને જરૂર હશે અને જો પાણી તમે નહી પીવો તો ચક્કર પણ આવે છે, થાક લાગે છે અને શ્વાસ પણ ચડવા લાગે છે. શરીરમાં ડીહાઈડ્રેશન થઈ જાય છે. માટે જ્યારે પણ તરસ લાગે જ્યારે પણ શરીરને પાણીની જરૂર હશે ત્યારે તરસ સ્વરૂપે આપણને શરીર પાણી માગે છે, તો ત્યારે તરસ લાગે ત્યારે આ પાણી પી લેવું જોઈએ.

ઉધરસ: ઉધરસ ને પણ રોકવાની નથી. ઉધરસ રોકવાથી એડકી આવે છ. ઉધરસ રોકવાથી ઉધરસ વધે છે. ઉધરસ ઘટતી નથી, ઉધરસ ડબલ વધી જાય છે. અને જો લાંબા સમય સુધી ઉધરસ આવે અને તમે એને રોકી રાખશો તો ઉધરસ રોકવાથી ટીબી પણ થવાની શક્યતાઓ રહે છે માટે ઉધરસ ને ક્યારેય રોકવી જોઈએ નહીં.

ઉલટી: ઉલટી પણ ક્યારેય રોકવાની નથી. ઉલટી થવાનું મન થાય ઊલટી કરી લેવાની છે. જો ઉલટી ને રોકશો તો ચામડીના રોગો થશે, શરીરમાં સોજા ચડી જશે, પેટમાં ગડબડ રહેશે, પેટ ભારે ભારે રહેશે, ક્યાં ગમશે નહીં, અરુચિ, મંદાગ્નિ, પેટ માં દુખાવા, ભારે થવું, આ બધું થયા જ કરશે અને માનસિક અરુચિ રહેશે માટે ઉલટી ને ક્યારેય રોકવી નહીં અને ઉલટી જો ન કરતાં ફાવે અને તમને ઊલટી જેવું લાગ્યા કરે તો ઊલટી ને કરી લેવી જોઈએ.

આંસુ: રડુ આવે ત્યારે રડી લેવું જોઈએ. આંસુને ક્યારે રોકવાના નથી. કેમકે આંસુને રોકવાથી આંખોમાં દુઃખાવો થાય છે, માથું ભારે ભારે લાગે છે. આપણી લાગણીઓને ક્યારેય ટૂંકાવવાની નથી. આપણી લાગણીઓને ઠેસ પહોંચે ત્યારે જ આપણને રડવું આવે છે અને તે આંસુ રૂપે બહાર નીકળવાનું થાય છે. તો આંસુને રોકવાના નથી. જો આંસુને રોકી લો તો ચક્કર પણ આવી શકે છે અને આપણને બેચેની પણ આવ્યા કરે છે. માટે આંસુ ને ક્યારેય મિત્રો રોકવા જોઈએ નહીં.

ઓડકાર: ઓડકાર આવવા દેવા જોઈએ. ઓડકાર રોકવા જોઈએ નહીં. ઓડકાર વાયુજન્ય રોગ ઓડકાર સ્વરૂપે બહાર નીકળે છે. ઓડકાર રોકવાથી એડકી આવી શકે છે. ઉધરસ આવી શકે છે. પેટમાં વાયુ થઈ શકે છે. માટે ઓડકાર આવવા દેવા જોઈએ. ઓડકારને ક્યારેય રોકવા કે દબાવવા જોઈએ નહિ.

છીંક: છીંકને પણ મિત્રો કોઈ દિવસ રોકવાની નથી. છીંક રોકવાથી માથાનો દુખાવો થાય છે, ઇન્દ્રિયો અને શક્તિ નબળી પડી જાય છે. અમુક કિસ્સામાં તો અડધુ માથું ચડી જાય છે, દુખે છે, માટે છીંકને ક્યારેય રોકવી જોઈએ નહીં. હંમેશા શરદી, ઉધરસ, કફ સમયે પણ છીંક આવી શકે છે. તો ક્યારેક છીંકને દબાવવાની કે રોકવાની નથી.

ઝાડા: ઝાડા રોકવા નહીં. ભલે ગમે તેટલી વાર જવું પડે પણ ઝાડા સ્વરૂપે આપણે ટોયલેટ જઈ આવવું જોઈએ. ઝાડા રોકવા થી માથાનો દુખાવો થાય છે, પગની પિંડીઓ માં કળતળ થાય છે, ખોટા ખોટા ઓડકાર આવવા નું શરુ થઇ જાય છે, ગેસ ટ્રબલ થઈ જાય છે, વાછૂટ બંધ થઈ જાય છે ,પેટની તકલીફમાં વધારો થાય છે. માટે ઝાડા બિલકુલ રોકવાના નથી, હંમેશા જ્યારે આપણને જાણવા જેવું થાય ત્યારે આપણે ઝાડા જઈ આવવું જોઈએ અને ઝાડા ને કંટ્રોલ લાવવા માટે દહીં નું સેવન કરવું જોઈએ. જીરુ, મીઠું નાખેલું દહીં ખાવાથી ઝાડા કાબુમાં આવે છે.

તો મિત્રો આ 12 કુદરતી વેગો કીધા તે વેગો ક્યારેય રોકવા નથી. તે કુદરતી વેગો છે. શરીરમાં જો આ કુદરતી વેગોને રોકવાની કોશિશ કરશો તો નાના મોટી અરુચિ, મંદાગ્નિ, હાથ પગ દુખવા, માથું દુખવું, શરીર ભારે લાગવું, બેચેની લાગવી, ઊંઘ ન આવવાથી શરીર ગારા જેવું થઈ જવું. આ બધી તકલીફો થયા કરશે, માટે આ વેગોને ક્યારે રોકવાના નથી. ધન્યવાદ.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા