kitchen sink mate tips in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

જ્યારે પણ રસોડામાં સિંક જામ થઇ જાય છે તો એક મોટી સમસ્યા પેદા કરે છે. ક્યારેક તો તેમાંથી દુર્ગંધ પણ આવવા લાગે છે. આ જ કારણથી મહિલાઓ વાસણ ધોયા પછી સિંકને સારી રીતે સાફ કરે છે. રસોડાના સિંક જામ થવા પાછળ ઘણા કારણો હોઈ શકે છે. જેમ કે સિંકની પાઇપમાં કંઇક અટવાઇ જાય અથવા પાણીનો પ્રવાહ યોગ્ય ના હોવો વગેરે.

એટલા માટે દરરોજ સિંકની સફાઈ સાથે, પાઈપને પણ સાફ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઘણી વાર વાસણ ધોતી વખતે ખાવા -પીવા સિવાયની ઘણી વસ્તુઓ ભૂલથી સિંકમાં જાય છે. પાછળથી તે ભેગી થઈને પાઈપમાં અટકી જાય છે અને સિંક જામ થઇ જાય છે. કેટલીક એવી વસ્તુઓ છે જે ક્યારેય સિંકમાં ના ફેંકવી જોઈએ.

આ માત્ર ડ્રેનેજને જ નહીં પણ પાઈપને પણ ખરાબ કરી શકે છે. તો ચાલો જાણીએ તેના વિશે. રસોડાના સિંકમાં પેઇન્ટને ક્યારેય ફેંકવું જોઈએ નહીં. વાસ્તવમાં પેઇન્ટ પાઇપ પર ચોંટી જાય છે, અને પાઇપ સખ્ત થઇ જાય છે પછી પાછળથી પાઇપ ફાટવાનું શરૂ થાય છે. ઘણીવાર એવું જોવા મળે છે કે ઘરમાં રહેલો પેઇન્ટ સિંકમાં નાખવામાં આવે છે.

પેઇન્ટ ઉપરાંત થીનરને પણ રસોડાના સિંકમાં ના ફેંકવા જોઈએ, કારણ કે તે એસિડ છે, જે પાઈપને ખરાબ કરી શકે છે. આ સિવાય સિંકમાંથી દુર્ગંધ પણ આવવા લાગશે, જે આખા રસોડામાં ફેલાઈ શકે છે. કોફી પીવાનું લોકોને ઘણી પસંદ આવે છે, પરંતુ તેને બનાવ્યા પછી, ઘણા લોકો બાકીના કોફી ગ્રાઉન્ડને રસોડાના સિંકમાં ફેંકી દે છે.

આવી ભૂલ ન કરો પરંતુ તેને ચાળણીથી ગાળીને તેને કચરાપેટીમાં ફેંકી દો. વાસ્તવમાં કોફી ગ્રાઉન્ડ પાઇપમાં ચોંટી જાય છે, જેના કારણે પાઇપ બ્લોક થઇ જાય છે. કોફી ગ્રાઉન્ડ સિવાય, રસોડાના સિંકમાં ચા (ચાયપત્તિ) ફેંકશો નહીં. આ પાઇપમાં ભેગું થાય છે, જેના કારણે પછીથી ગંધ આવવાની શરૂ થાય છે.

બાળકો હોય કે મોટી વયના લોકો, બધાની મનપસંદ પાસ્તા છે, પરંતુ શું તમને ખબર છે કે તે પાણીને શોષી લે છે. આ સ્થિતિમાં, જો તમે તેને રસોડાના સિંકમાં ફેંકી દો છો, તો તે પાણીને શોષી લે છે અને થોડા સમય પછી તે ફૂલવાનું ચાલુ કરે છે. એક જ જગ્યાએ ભેગું થવાને કારણે, તે પાઇપમાં અવરોધ ઉભો કરે છે, જેના કારણે પાઇપ જામ થવા લાગે છે.

તેથી ધ્યાન રાખો કે પાસ્તાને હંમેશા ડસ્ટબીનમાં જ નાખો, રસોડાના સિંકમાં નહીં. રસોડામાં સિંકમાં પ્લાસ્ટિક જવાથી ઘણી મોટી સમસ્યા થઇ શકે છે કારણકે આ પાઇપમાં એકવાર ગયા પછી એક જગ્યાએ અટવાઇ જાય છે, જેને નીકાળવું ખૂબ જ મુશ્કેલ છે. ઘણી વાર તો આને કારણે પાઇપ કાપવાની પણ જરૂર પડે છે.

આ સિવાય જો કોટન બોલ અથવા કપાસ સિંકમાં ફસાઈ જાય તો તે ઘણી સમસયાઓનું નિર્માણ કરી શકે છે. તેથી વાસણોની સફાઈ કરતા પહેલા વધેલી ખાણી પીણીની વસ્તુઓની સાથે બાકીની વસ્તુઓને કચરાપેટીમાં જ ફેંકી દો.

રસોડાના સિંકમાં ઈંડાની છાલ ફેંકશો નહીં ક્યારેક રસોડાના સિંકમાં ઈંડાની છાલ ફેંકવાની ભૂલ ન કરો કારણ કે તે સિંકના ઉપરના ભાગમાં અટવાઇ જાય છે અને સતત પાણી રેડ્યા પછી પણ નીચે જતા નથી.

રસોઈ સિંક અને પાઈપમાં કોઈ પ્રકારની તકલીફ ના પડે તે માટે આ બાબતોનું ખાસ ધ્યાન રાખો. જો તમને આ લેખ ગમ્યો હોય, તો ચોક્કસપણે તેને શેર કરો અને તમારી પોતાની વેબસાઇટ રસોઈનીદુનિયા સાથે બીજા આવા જ લેખો વાંચવા માટે જોડાયેલા રહો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા. ખુબ આભાર તમારો કિંમતી સમય આપીને વાંચવા માટે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા