garm karine khavu
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ચાલો તો, તમને પૂછવામાં આવે કે કયા એવા ખોરાક છે જેને ગરમ કરીને ખાઈ શકાય છે, તો તમારો જવાબ શું હશે? કદાચ, વધારે સમય લીધા વગર, તમે ચોક્કસપણે તેને દૂધ, વધેલી દાળ, વધેલું શાક વગેરે ગરમ ​​કરીને ખાઈ શકો છો.

પણ, જો તમને પૂછવામાં આવે કે આયુર્વેદ પ્રમાણે કયા ખોરાક ટાળવા જોઈએ, તો તમારો જવાબ શું હશે? કદાચ તમારી પાસે આના વિશે કોઈ માહિતી નહિ હોય. જો કોઈ માહિતી ના હોય, તો ચાલો જાણીયે કે કયા ખોરાકને ગરમ કરીને ખાવાનું ટાળવું જોઈએ.

મધ : સ્વાસ્થ્ય જાળવવા માટે મધ કેટલું ફાયદાકારક છે, તે તો કદાચ લગભગ દરેક જણ તેના વિશે જાણતું હશે. આજે પણ ઘણી સમસ્યાઓને દૂર કરવા માટે મહિલાઓ તેનો ઉપયોગ કરે છે. આયુર્વેદમાં, પ્રાચીન કાળથી લઈને આજે પણ મધનો ઉપયોગ ઘણા રોગોના ઉપચાર માટે થાય છે.

પણ, આયુર્વેદ મધને ગરમ કરીને તેને ખાવાની સલાહ નથી આપતું. આયુર્વેદ અનુસાર, મધને ગરમ કાઇને ખાવાનું ટાળવું જોઈએ, કારણ કે મધને ગરમ કરવાથી તેમાંથી પોષક વસ્તુઓ નાશ પામે છે.

દહીં : મધની જેમ દહીંને પણ ગરમ કરીને ખાવાનું ટાળવું જોઈએ. કદાચ, તમે જાણતા હશો, અને જો તમે નથી જાણતા, તો પછી અમે તમને જણાવી દઈએ કે ઘણી વાનગીઓમાં દહીંને ઉમેરીને ગરમ કરવામાં આવે છે, પણ આવું કરવાથી તમારે બચવું જોઈએ.

આયુર્વેદ અનુસાર તેને દહીંને ગરમ કર્યા પછી ખાવાથી તમને પેટને લગતી સમસ્યા થઈ શકે છે. દહીં ગરમ કરીને ખાવાથી તમને પેટમાં ગેસની સમસ્યા પણ થઇ શકે છે.

આલ્કોહોલિક ખોરાક : ઘણા ખોરાક એવા છે જેમાં આલ્કોહોલનો ઉપયોગ થતો હોય છે. જો તમે પણ આવા ખોરાકનો ઉપયોગ કરી રહ્યા છો કે જેમાં આલ્કોહોલનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તો તમારે તેને ગરમ કરીને તેનું સેવન કરવાનું ટાળવું જોઈએ. આયુર્વેદમાં, આલ્કોહોલિક પીણાંની સાથે, સાદા આલ્કોહોલને પણ ગરમ કરીને તેનું સેવન કરવાથી બચવું જોઈએ.

તમારી માહિતી માટે તમને જણાવી દઈએ કે આ લેખ ઈન્ટરનેટ, પુસ્તક અને બીજા માધ્યમોની મદદ લઈને લખવામાં આવ્યો છે. આ હેલ્થ ટિપ્સને માનવું કે ના માનવું તે તમારા પર નિર્ભર છે. જો તમને આ લેખ ગમ્યો હોય, તો તમારી પોતાની વેબસાઇટ રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા