khata falona fayda
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

”અરે યાર !! આ ફળો ખૂબ ખાટા છે, ખાવાનું મન જ નથી થતું”. સામાન્ય રીતે ખાટા ફળો જોઈને, તમે લગભગ કંઈક એવું જ વિચારતા હશો. લગભગ દરેક વ્યક્તિ ખાટા ફળો ખાવાનું ટાળતા હોય છે. પરંતુ, શું તમે જાણો છો કે ખાટા ફળો માત્ર થોડી જ મિનિટોમાં ઘરના ઘણા મુશ્કેલ કામોને સરળ બનાવી શકે છે.

હા, લીંબુ, મોસંબી, નારંગી/સંતરા વગેરે જેવા ઘણા ફળો છે, જેનો ઉપયોગ તમે ઘરની સફાઈથી લઈને ગાર્ડનમાં રહેલા છોડની સંભાળ કરી શકો છો. આ ઉપરાંત, કપડાંમાંથી ડાઘ દૂર કરવાથી લઈને વાસણોની દુર્ગંધ દૂર કરવા માટે તમે આ ખાટા ફળોની મદદ પણ લઈ શકો છો.

આજે આ લેખમાં અમે તમારી સાથે કેટલીક ટિપ્સ શેર કરવા જઈ રહ્યા છીએ, આ ટિપ્સનો અનુસરીને તમે પણ સરળતાથી ખાટા ફળોનો ઉપયોગ, તમે ઘરના કામને સરળ બનાવવા માટે ઉપયોગ કરી શકો છો, તો ચાલો જાણીએ.

વાસણમાંથી દુર્ગંધ કરવા

તમને ખબર જ છે કે ઇંડા જેવી ઘણી વાનગીઓ બનાવ્યા પછી વાસણોમાંથી વિચિત્ર પ્રકારની ગંધ આવે છે. જો કે આ દુર્ગંધને દૂર કરવા માટે મહિલાઓ વિવિધ રીતે પ્રયાસ કરે છે, પરંતુ વાસણમાંથી આવતી દુર્ગંધને દૂર કરી શકતી નથી. આ સ્થિતિમાં, ખાટા ફળો તમને વાસણોમાંથી ગંધ દૂર કરવામાં મદદ કરી શકે છે.

આ માટે, વાસણમાં ગરમ ​​પાણી સાથે ખાટા ફળો મૂકીને અને તેને થોડા સમય માટે છોડી દો. આ સિવાય તે વાસણમાં એક કે બે વાર લીંબુને સારી રીતે ઘસવું. જેનાથી દુર્ગંધ સરળતાથી દૂર થઈ જાય છે. આ ઉપરાંત, તમે બળી ગયેલા વાસણોને સાફ કરવા માટે ખાટા ફળોનો ઉપયોગ કરી શકો છો.

ઘર સફાઇ

ખાટા ફળોની મદદથી તમે ઘરને સારી રીતે સાફ કરી શકો છો. વરસાદના દિવસોમાં તેના ઉપયોગથી ઘરમાં રહેલી માખીઓ થોડીવારમાં જ ઘરમાંથી ભાગી જાય છે. આ માટે, ખાટા ફળોના રસમાં એકથી બે લિટર પાણી ઉમેરીને સોલ્યુશન તૈયાર કરો.

આ પછી, ફ્લોર વગેરે પર આ સોલ્યુશન છાંટ્યા પછી, તેને સફાઈ કરવા માટે બ્રશ અથવા સ્વચ્છ કપડાથી સાફ કરો. આ ઉપરાંત, તમે આનો ઉપયોગ રસોડામાં હાજર નાના અને મોટા જંતુઓને દૂર કરવા માટે પણ કરી શકો છો.

આ પણ વાંચો: શું ખાટા ફળો ખાવાથી સાંધાના કે ગોઠણના દુખાવા વધે? જાણો સાચી માહિતી

કપડાંમાંથી ડાઘ દૂર કરવા

તમે જાણતા જ હશો કે કોઈપણ કપડામાંથી ડાઘને દૂર કરવા માટે લીંબુ સૌથી સારો ઉપાય છે. તેના ઉપયોગથી તમે હળદરના ડાઘ , તેલના ડાઘ, શાકના ડાઘ વગેરે સરળતાથી દૂર કરી શકો છો.

જો લીંબુ એકલાનો ઉપયોગથી ડાઘ દૂર થતો નથી, તો તમે લીંબુના રસમાં એક ચમચી બેકિંગ સોડા અથવા વિનેગર મિક્સ કરીને થોડીવારમાં કોઈપણ ડાઘને દૂર કરી શકો છો. આ સિવાય, તમે કપડામાંથી આવતી દુર્ગંધને દૂર કરવા માટે પણ લીંબુના રસ વાપરી શકો છો.

છોડની સંભાળ

હા, ખાટા ફળોની મદદથી તમે સરળતાથી છોડને જીવાતોથી સુરક્ષિત રાખી શકો છો. આનો ઉપયોગ કરવાથી તરત જ જંતુઓ થોડીવારમાં ત્યાંથી ભાગી જશે. આ માટે તમારે પહેલા કોઈપણ ખાટા ફળ માંથી જ્યુસ કાઢીને, એક વાસણમાં રસ કાઢો. હવે તેમાં એક ચમચી બેકિંગ સોડા સાથે લગભગ ત્રણથી ચાર કપ પાણી ઉમેરીને એક સોલ્યુશન તૈયાર કરો.

સોલ્યુશન તૈયાર કર્યા પછી, તેને સ્પ્રે બોટલમાં ભરી લો. હવે, આ સોલ્યુશનને છોડ ઉપર સારી રીતે સ્પ્રે કરો. તેની તીવ્ર ગંધથી અને ખટાશના કારણે, કોઈ જીવજંતુ છોડને અને તેના પાંદડા – ફૂલોને નુકસાન નહિ પહોંચાડી શકે. વરસાદી ઋતુમાં પડતા જંતુઓ અને જીવાતો પણ તેના છંટકાવથી દૂર રહેશે.

તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી કરજો, જેથી બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી ,સ્વાસ્થ્ય, ટિપ્સ અને ટ્રીક, રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા