આજે અમે તમારી સાથે એકદમ નવી રીતે બજાર જેવી ખારી ભાત ઘરે કેવી રીતે બનાવી શકાય તે વિશે જણાવીશું, જો રેસિપી સારી લાગે તો લાઇક અને શેર કરવાનુ ભુલતા નહીં.
સામગ્રી
- 2 નાના કપ ચોખા
- 1 મધ્યમ કદનું બટાટું સમારેલું
- 1 મધ્યમ કદની ડુંગળી સમારેલી
- 1 નંગ લીલું મરચું
- 4 થી 5 લીમડાના પાન
- 6 થી 8 કળી લસણ
- 1 નાનો કટકો આદું
- 1/2 કપ વટાણા
- 1 કપ ફ્લાવર
- 1/4 કપ સિંગદાણા
- 2 થી 3 ટેબલ સ્પૂન ઘી
મસાલા-
- 1/2 ટી સ્પૂન જીરૂં
- 1 ચપટી હિંગ
- 1/2 ટી સ્પૂન હળદર
- 1/2 ટી સ્પૂન લાલ મરચું પાવડર
- 1 ટી સ્પૂન ધાણા પાવડર
- 1 ટી સ્પૂન જીરૂં પાવડર
- 1/2 ટી સ્પૂન ગરમ મસાલો
બનાવાની રીત:
- સૌપ્રથમ એક કૂકરમાં ઘી ગરમ કરો.
- ત્યાર બાદ તેમાં સિંગદાણા નાખીને અડધી મિનિટ સુધી સાંતળો.
- હવે તેમાં જીરૂં નાખો.
- જીરૂં લાલ થાય એટલે તેમાં હિંગ, લીમડા પાન, લીલું મરચું, આદું અને લસણ નાખીને એક મિનિટ માટે સાંતળો.
- હવે તેમાં ડુંગળી અને મીઠું નાખીને ડુંગળી લાઈટ બ્રાઉન રંગની થાય ત્યાં સુધી સાંતળો.
- હવે તેમાં હળદર, લાલ મરચું પાવડર, ધાણા પાવડર અને જીરૂં પાવડર નાખીને દસેક સેકન્ડ માટે સાંતળો.
- હવે તેમાં ટામેટાં નાખીને બરાબર સાંતળો.
- છેલ્લે તેમાં ગરમ મસાલો નાખીને બરાબર મિક્ષ કરી લો.
- ત્યાર બાદ તેમાં બટાટા અને બીજા શાકભાજી નાખીને બે મિનિટ સુધી ચઢવા દો.
- વચ્ચે-વચ્ચે હલાવતા રહો.
- હવે તેમાં પાંચ કપ જેટલું પાણી નાખીને ધોઈને રાખેલા ચોખા નાખો.
- ફરીથી એકવાર બધું જ બરાબર મિક્ષ કરીને કૂકરનું ઢાંકણ બંધ કરી દો.
- બે મિનિટ સુધી ગેસ ફાસ્ટ રાખો.
- ત્યાર બાદ ધીમો કરીને બે સીટી વગાડી લો.
- કૂકર ઠંડુ થાય એટલે ગરમા-ગરમ ખારા ભાતને કોથમીર વડે ગાર્નિશ કરીને સર્વ કરો.