kharek khavana fayda
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ખારેક ખાવાના ફાયદા: તાજી(લીલી ખારેક ના ફાયદા) અને સુકવેલી ખારેક એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. સગર્ભાવસ્થા દરમ્યાન ખારેક ખાવી ખૂબ જ ફાયદેમંદ સાબિત થાય છે. પ્રાચીન કાળમાં ઈજીપ્ત ની સિવિલાઈઝેશન માં ખારેક નો ઉપયોગ દારૂ બનાવવા માટે થતો હતો. હદય ની તકલીફને રોકવા માટે, મગજની કામગીરી અને અન્ય ક્ષમતાનો વિકાસ માટે, કબજિયાતમાં થી રાહત વગેરે જેવા ખારેકના ઘણા સ્વાસ્થ્ય લાભો છે. તેના અદભુત લાભ માટે ખારેક ફિટનેસ માટે ખૂબ જ ઉપયોગી છે.

ખારેક માં અનેક પોષક તત્વો રહેલા છે. ખારેકમાં રહેલા ઉચ્ચ પોષક તત્વોને લીધે તે શરીરમાં શક્તિનો વધારો કરે છે. ખારેકમાં વિટામીન એ કે અને કૅલ્શિયમ આયર્ન મેગ્નેશિયમ મેંગેનીઝ પોટેશિયમ, સલ્ફર વગેરે જેવા મિનરલ્સ યોગ્ય પ્રમાણમાં મળી આવે છે. હવે જોઇલો ખારેક ના ફાયદા.

૧) હૃદય માટે ઉપયોગી:– ખારેકમાં કોલેસ્ટ્રોલને ઓછુ કરવાની ક્ષમતા રહેલી છે. ખરેકમાં ભરપૂર પોષક તત્વો એન્ટીઓક્સીડેન્ટ રહેલા છે જે કોલેસ્ટ્રોલને રક્તવાહિનીઓમાં જમા થતું અટકાવે છે. ખારેકની ગુણવત્તા હૃદયને સલામતી આપે છે, બ્લડ પ્રેશર પણ ઓછુ કરે છે. ખારેકની પોષણ ક્ષમતા ખૂબ ઊંચી છે. તેમાં કોલેસ્ટ્રોલનું કોઇ પ્રમાણ નથી. જો તમે તમારા હૃદયને યંગ રાખવા માગતા હોવ તો તમારે તમારા રોજિંદા ખોરાકમાં ખારેક નો ઉપયોગ કરવો જોઈએ.

૨) હાડકા માટે:– તાંબુ, મેગ્નેશિયમ, મેંગેનીઝ અને સેલેનિયમ ની ઊંચી માત્રાને લીધે ગર્ભાવસ્થા દરમિયાન ખારેક ખાવી લાભદાયક ગણવામાં આવે છે. હાડકાની તંદુરસ્તી જાળવી રાખવા માટે આ તમામ મિનરલ્સ ખૂબ જ નિર્ણાયક છે. ખારેકના રહેલું વિટામિન કે હાડકાને મજબૂત અને તંદુરસ્ત બનાવવા માટે મદદ કરે છે. જો તમે વૃદ્ધાવસ્થામાં ઓસ્ટીયોપોરોસિસ થી દૂર રહેવા માગતા હો તો ખારેકને તમારા ખોરાકમાં સામેલ કરો.

૩) કબજિયાતમાં ઉપયોગી:–  ખારેક ખાવાથી કબજીયાત થી રાહત મળે છે. તેમાં રહેલા મિનરલ્સ અને પોષક તત્વો પાચનતંત્રને તંદુરસ્ત બનાવે છે અને કબજિયાતમાં થી રાહત આપે છે.  ફક્ત એક રાત ખારેકને પાણીમાં રાખી અને તેને આગામી સવારે ભૂખ્યા પેટે લેવામાં આવે તો તે શરીરમાં મિનરલ્સ નું નિયમન કરવામાં મદદ કરે છે.

૪) પાંડુરોગમાં લાભદાયક:- ખારેકમાં રહેલા આયર્નના પ્રમાણે તે પાંડુ રોગથી પીડાતા લોકો માટે તે શ્રેષ્ઠ ગણાય છે. પાંડુ રોગ સામે લડવા માટે તમારા નાસ્તા સાથે ખારેક ખાવી જરૂરી છે.

૫) જઠર અને આંતરડા માટે:-  ખારેકમાં નિકોટીન અને ફાઈબર પૂરતી માત્રામાં રહેલાં હોવાથી તે હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. ખારેક નિયમિત માત્રામાં લેવામાં આવે તો તે શરીરમાં રહેલા હાનીકારક બેક્ટેરિયાની વૃદ્ધિ અવરોધે છે. ખારેકમાં રહેલા દ્રાવ્ય અને અદ્રાવ્ય ફાઇબર આંતરડામાં રહેલા તંદુરસ્ત બેક્ટેરિયાની વૃદ્ધિ અને પ્રોત્સાહન આપે છે. તે કોલોન નાં કેન્સર જેવા રોગો સામે પાચનતંત્રનું રક્ષણ કરે છે. ફાઇબર આંતરડામાં પોષક તત્વો નો યોગ્ય શોષણ કરે છે અને પાચનમાં પણ મદદ કરે છે.

૬) જાતીય શક્તિ માટે:–  સહન શક્તિ માં ઘટાડો, ઉત્સુચકતા માં ઘટાડો તેમજ જાતીય ઈચ્છા થી પીડાતા લોકો માટે ખારેક ખાવી ખૂબ જ અનિવાર્ય છે. ખારેકમાં ફ્લેવોનોઈડ્સ અને એસ્ત્રાડીયોલ નું પ્રમાણ રહેલું હોવાથી તે શુક્રાણુની સંખ્યા ગતિશીલતા અને સહન શક્તિનો વધારો કરે છે. બકરીના દૂધમાં એક રાત થોડી ખારેક નાખી તમે કુદરતી ઉપાય અજમાવી શકો છો. સવારમાં મધની એકથી બે ચમચી અને થોડી લીલી એલચી ઉમેરીને સમગ્ર મિશ્રણનું સેવન કરો. આ પ્રવાહી પીવાથી ચોક્કસપણે જાતિયશક્તિમાં સુધારો આવે છે.

૭) એલર્જીમાં ઉપયોગી:–  જો તમે ખારેકના પોષણ ચાર્ટ પર નજર કરશો તો તેમાં પુષ્કળ ઓર્ગેનિક સફર મળશે. ઓર્ગેનિક સલ્ફર જે ખાદ્ય પદાર્થ માંથી મળી આવતો એક દુર્લભ તત્વ છે. જે એલર્જી સામે રક્ષણ આપવા માટે ખૂબ જ મદદરૂપ થાય છે. તેથી જ નેચરોપેથી દ્વારા પ્રેગ્નન્સી દરમ્યાન ખારેક ખાવા માટે સલાહ આપવામાં આવે છે.

૮) શરીરની શક્તિમાં વધારો કરે:– જ્યારે તમને તાત્કાલિક શક્તિની જરૂર પડે છે ત્યારે ખાવાથી શક્તિમાં વધારો કરી શકાય છે. દરરોજ જીમ કરતી વ્યક્તિ પહેલા ખારેક ખાય છે અને ત્યારબાદ તેમના વર્કઆઉટ ની શરૂઆત કરે છે. મધ્યપૂર્વના લોકો પાણી સાથે બે ક્યારે ખાઇને તેમના રોજા તોડે છે. ખારેક ભૂખ ને શાંતિ આપે છે

૯) હરસમાં ઉપયોગી:-  પ્રેગ્નન્સી દરમિયાન ખારેક ખાવી ખૂબ જ લાભદાયક છે. મજબૂત હાડકા નું નિર્માણ,એલર્જી સામે રક્ષણ અને મગજને તંદુરસ્ત રાખવું વગેરે ઉપરાંત પ્રેગ્નન્સી દરમિયાન હેમરોઇડસ જેવા રોગો સામે પણ રક્ષણ આપે છે. ખારેકમાં રહેલા દ્રાવ્ય અને અદ્રાવ્ય ફાઈબર આંતરડામાં રહેલા તંદુરસ્ત બેક્ટેરિયાની વૃદ્ધિ ને પ્રોત્સાહન આપે છે.

૧૦) સ્કિન માટે: ખારેક ખાવાથી માત્ર હેલ્થ ને લાભ નથી થતો પરંતુ સ્કીનને પણ લાભ થાય છે. ખારેકમાં વિટામિન સી અને ઈનું પ્રમાણ ખૂબ જ રહેલું હોય છે. ખારેકનો નિયમિત વપરાશ કરવાથી શરીરમાં મેલાનિન નું સંચય થતો રોકી શકાય છે.

૧૧) વાળ માટે ઉપયોગી:–  ખારેક માં રહેલા આયર્ન, કેલ્શિયમ અને વિટામિન વાળની વૃદ્ધિને પ્રોત્સાહન આપે છે. ખારેક હેરફોલ ને અટકાવે છે અને વાળની વૃદ્ધિને ખાતરી આપે છે.

ખારેક નાં ફાયદાઓ જાણવાની સાથે તેની આડઅસર પણ જાણવી જરૂરી છે. અન્ય ખોરાકની જેમ ખારેકનો પણ વધુ પડતો ઉપયોગ નુકશાનકારક સાબિત થાય છે. ખાસ કરીને સગર્ભાવસ્થા દરમિયાન તમારે શું ખાવું અને શું ન ખાવું તે વિશે વધુ કાળજી રાખવી જોઈએ કારણ કે તે તમારા બાળકને સીધી રીતે અસર કરે છે.

સગર્ભાવસ્થા છેલ્લા તબક્કા દરમિયાન ખારેક ખાવા પહેલા તમારા ડૉકટરની સલાહ લેવી.  ખારેકમાં કેલેરી અને ખાંડનું પ્રમાણ વધુ હોવાથી ડાયાબિટીસથી પીડાતી વ્યક્તિ ખારેક નો ઉપયોગ ટારે એ સારું છે. લ જો તમને સલ્ફાઇટ ની એલર્જી હોય તો ખારેક ક્યારે પણ ખાશો નહીં.

તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા