Keri Nu Vaghariyu
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

કેરીનું વઘારીયું (Vaghariyu Recipe:)  કાચી કેરી નો ઉપયોગ કરીને એકદમ સ્વાદિષ્ટ કેરીનુ વઘારિયું જેને તમે બટાકિયું પણ કહી શકો છો. ઉનાળાની સીઝનમાં દરેક ના ઘર માં વિવિધ પ્રકાર નાં અથાણાં બનતા હોય છે. આજે આપણે કાચી કેરીનો ઉપયોગ કરી એક વર્ષ સુધી સ્ટોર કરી શકાય તેવું વઘારીયું બનાવતાં શીખીશું. વઘારિયુ બનાવતી વખતે કેટલું કેટલું ઘ્યાન રાખવું, કેટલો રસ્સો ઘટ્ટ રાખવો તે બધુ જોઈલો.

સામગ્રી:

  • ૨૫૦ ગ્રામ તોતાપુરી કેરી
  • ૨-૩ ચમચી તેલ
  • ૧ સૂકું લાલ મરચું
  • ૩ લવિંગ
  • ૩ તજનાં ટુકડા
  • અડધી ચમચી ઝીણી રાઈ
  • હીંગ
  • મીઠું
  • ૨૫૦ ગ્રામ ખાંડ
  • ૧ ચમચી લાલ મરચું પાવડર

કેરીનું વઘારીયું બનાવાની રીત (Vaghariyu Recipe)

સૌ પ્રથમ કેરી ને ધોઈ લો. કેરી ને ધોયા પછી તેની છાલ કાઢી તેના નાના નાના ટુકડા કરી લો. અહિયાં ટુકડાં તમારે વધારે નાના કરવાના નથી. કેરી તમારે નરમ હોય એવું નથી લેવાની.

Keri Nu Vaghariyu

હવે એક કડાઈ લઈ તેને ગેસ પર મુકો. હવે તેમાં ૨ ચમચી તેલ એડ કરી તેને ગરમ થવા દો. તેલ ગરમ થાય એટલે તેમાં સૂકું લાલ મરચું, તજ અને લવિંગ નાં દાણા એડ કરો. હવે તેમાં અડધી ચમચી રાઇ ઉમેરો. અહિયાં તમે સુકી મેથીના દાણા પણ ઉમેરી શકો છો.  વઘાર તૈયાર થઇ ગયાં પછી તેમાં હીંગ એડ કરો. હવે જે કરીને શમારીને મુકી છે તેને એડ કરો. હવે ૩-૪ મીનીટ માટે સાંતળી લો. તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરો. બધું બરાબર મિક્ષ કરી લો. હવે ૪-૫ મીનીટ પછી જોઈલો કે કરી નાં ટુકડાં બરાબર શેકાયા છે કે નહિ.

Keri Nu Vaghariyu

કેરીના ટુકડા બરાબર શેકાય જાય પછી તેમાં ખાંડ એડ કરો. ૩-૪ મીનીટ માં તમારી ખાંડ ઓગળી ગયું હસે. હવે ૫-૬ મીનીટ માટે બધુ કુક થવા દો લગભગ તમારે ૧૦-૧૪ મીનીટ સુશીનોય સમય લાગશે. અહિયાં તમારે સરખી એક તાળની ચાસણી થાય તે ચેક ક્રી લેજો.

Keri Nu Vaghariyu

કડાઈને ૧૫-૨૦ મિનિટ માટે બાજુ માં મુકો. ૧૫-૨૦ મીનીટ પછી તમારે લાલ મરચું એડ કરવું હોય તો વઘારિયા માં મરચુ એડ કરી શકો છો. અહિયાં તમારું વધારીય બનીને તૈયાર થઇ ગયુ છે જે તમે આ વધારિયું થેપલા, રોટલી, ભાખરી કે જમવામાં પણ લઈ શકો છો .

Keri Nu Vaghariyu

તમને આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો  રસોઈ ની દુનિયા.

Image Credit: Nigam Thakkar Recipes

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા