kara tal khavana fayda
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

કાળા તલ ના ફાયદા: દેખાવ મા ભલે નાના હોય છે પણ તલ ખાવાના ફાયદા ખૂબ જ મોટા છે. ઠંડીની ઋતુમાં તલ ખાવાથી શરીરને ઊર્જા મળે છે. તલ બે પ્રકારના હોય છે. ૧)કાળા અને ૨) સફેદ. પરંતુ તેમાંથી કાળા તલ ખૂબ જ શ્રેષ્ઠ હોય છે. તેની અંદર પ્રોટીન, કેલ્શિયમ વધારે પ્રમાણમાં મળી આવે છે. તલ ના સેવનથી માનસિક રોગો અને તણાવ પણ દૂર થાય છે.  ૫૦ ગ્રામ તલ દરરોજ ખાવાથી કૅલ્શિયમની આવશ્યકતા પૂર્ણ થાય છે. 

કાળા તલ ખાવાના ફાયદા:  ૧) કાળા તલના સેવનથી શક્તિ અને ઊર્જા પ્રાપ્ત થાય છે સાથે સાથે કાળા તલ માં રહેલા એન્ટી-ઓક્સિડન્ટ કેન્સરની કોશિકાઓને વધતી અટકાવે છે અને કેન્સરની બીમારીઓમાં પણ રાહત મળે છે.

૨) તલનું સેવન રદયની માંસપેશીઓને સ્વસ્થ રાખવામાં લાભદાયી છે. સાથે સાથે નાના બાળકોના વિકાસ માટે તલના તેલનું માલિશ કરવું ખૂબ જ ફાયદાકારક છે. તલના તેલની માલીશ કરવાથી બાળક તંદુરસ્ત રહે છે અને સાથે સાથે તેને ઊંઘ પણ સારી આવે છે.

૩) દરરોજ એક મોટી ચમચી જેટલા તલ ખાવાથી દાંત સાફ અને મજબૂત થાય છે. કાળા તલનું સેવન કરવાથી વાળ ખરતાં અટકે છે. વાળ વધુ મજબૂત અને કાળા બને છે.

૪) દરરોજ બે ચમચી કાળા તલ ચાવીને ખાવાથી મસા પણ ઠીક થઇ જાય છે. સાથે સાથે બાળકને સૂતી વખતે પથારીમાં પેશાબ કરતું હોય તો પીસેલા કાળા તલ અને ગોળ સાથે ભેળવી લાડુ બનાવી દરરોજ રાત્રે એક લાડુ ખવડાવો તો તેનાથી પણ ઘણી રાહત મળશે.

૫) તલ અને સાકરને પાણીમાં ઉકાળીને પીવું. આમ કરવાથી ઉધરસ પણ દૂર થઈ થશે. સાથે એક ચમચી કાળા તલ ચાવીને ઉપર નવશેકું પાણી પીવાથી પેટનો દુખાવો પણ દૂર થઈ જશે.

૬) તલના તેલમાં હિંગ અને સૂંઠ નાખીને ગરમ કરેલા તેલ ની માલીશ કરવાથી કમરનો દુખાવો, સાંધાનો દુખાવો અને કોઈપણ અંગ જકડાઈ ગયું હોય તો તેમાં રાહત મળશે. ૭) કાળા તલને પીસીને માખણ સાથે ભેળવી નિયમિત રીતે ચહેરા પર લગાવવાથી રંગ પણ સાફ થાય છે સાથે-સાથે ચહેરા પર ખીલ, દાગ દૂર થઈ જશે.

૮)  તલના તેલ મા થોડું સિંધાલૂણ ભેળવીને મોઢાના અંદર ચાંદા પર લગાવવાથી તે મટી જશે. સાથે સાથે ફાટેલી એડીઓ માં ગરમ તેલ અને સીંધાલું, મીણ ભેળવી લગાવાથી પણ ફાયદો થશે.

૯)કાળા તલનું સેવન કરવાથી ડાયાબિટીસની બીમારીમાં પણ રાહત મળશે. સાથે સાથે કાળા તલનો મુખવાસ કરવાથી મોની દુર્ગંધ પણ દૂર થઈ જશે. ૧૦) કાળા તલના સેવનથી હાડકાં પણ મજબૂત થાય છે અને ગર્ભવતી મહિલા અને શિશુ માટે કાળા તલનું સેવન ખૂબ જ લાભદાયી છે.

કાળા કલરના સેવનથી ઘણા બધા ફાયદા છે. તમે કાળા તલનું સેવન અલગ રીતે તમે કરી શકો છો. તલની ચીકી બનાવીને, તેના લાડુ બનાવીને, કાળા તલનું કચ્ચરિયું બનાવીને. આમ કાળા તલનું સેવન જરૂરથી કરવું તેનાથી શરીરને ઘણા બધા ફાયદા થાય છે શરીર સ્વસ્થ રહે છે અને ઉર્જા બની રહે છે.

જો તમને અમારી માહીતી પસંદ આવી હોય તો શેર જરુર કરો. અને હા, ઘરે બેસી નવુ જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરવુ જરુરી છેેે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા