kathiyawadi chutney gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આજે અમે લઈને આવ્યા છીએ કાઠીયાવાડી ટ્રેડિશનલ, એવી લાલ મરચાની ચટણી બનાવીશું. અને આ ચટણી ખાવાની બહુ જ મજા આવે છે. જો તમે સ્પાઈસી ખાવાનું પસંદ કરતા હોય તો જરૂર થી પસંદ આવશે આ રેસિપી. તો લાલ મરચા ની ચટણી બનાવવા માટે સરસ મજાના તાજા લાલ મરચા લો. તેને કટ કરી લો.

kathiyawadi chutney gujarati

અહીંયા આપણે અંદરથી બીયા અને નસો હોય તે આપણે નથી કાઢતા કેમકે આ ચટણી થોડી તીખી હોય તો સરસ લાગે છે. તમારે વધારે તીખી ના બનાવી હોય તો અંદરથી બીયા અને નસો હોય તે કાઢી દેવાની એટલે મરચા મોરા થઈ જશે.

સામગ્રી: અડધો કપ સમારેલા લાલ મરચા, અડધો કપ સમારેલી લીલી કોથમીરમ 8-9 કળી લસણ ની, અડધો કપ ગાંઠિયા, એક ટુકડો આદુ, અડધું લીંબુ, સ્વાદ પ્રમાણે મીઠું, અને થોડી ખાંડ.

આ ચટણી આપણે બે રીતે બનાવી શકીયે છીએ. જો તમારી પાસે ખાંડણી હોય તો, તેનાથી પણ ખાંડીને આપણે ચટણી બનાવી શકીએ છીએ તો હું આ ચટણી ખાંડણીમાં નથી બનાવતી. મિક્સર જાર માં બનાવીશ જેથી ફટાફટ બની જશે.

સૌથી પહેલાં આપણે અડધો કપ કટ કરેલા લાલ મરચાં, એક મોટો આદુનો ટુકડો,ઉપર થી 8-9 લસણની કળી પણ એડ કરી દઈએ અને સરસ રીતે ક્રશ કરી લઈએ. હવે ક્રશ કર્યા પછી આપણે અડધો કપ લીલી કોથમીર, અડધો કપ ગાંઠીયા, સ્વાદ મુજબ મીઠું, સ્વાદ મુજબ ખાંડ, અધૂ કાપેલું લીંબુ નીચોવી દઈએ.

તો આ ચટણીમાં ગાંઠિયા નાખ્યા છે. જો તમારી પાસે ગાંઠિયા ન હોય અને ન મળતા હોય તો આની જગ્યાએ આપણે શેકેલો ચણાનો લોટ પણ નાખી શકીએ છીએ અને ગાંઠિયા નાખવાથી જ ટેસ્ટ વધારે સરસ આવે છે. તો જરૂરથી એડ કરજો. હવે આપણે બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી અને જેવી રીતે આપણે ખાંડણીમાં ચટણી બનાવતા હોઈએ છીએ એવી ચટણી ચોપરમાં બને છે અને ફટાફટ બની જતી હોય છે.

kathiyawadi chutney gujarati

તો સરસ મજાની તીખી, ખાટી અને મીઠી એવી લાલ મરચાની ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. તો આવી રીતના જરૂરથી ટ્રાય કરજો. કોઈ પણ તમને શાક ન ભાવતા હોય તો આવી રીતના ચટણી બનાવીને બધા શાકને સાથે ખાઈ શકો છો અને આ ચટણી સ્પેશિયલ શિયાળામાં બનતી હોય છે ત્યારે સરસ મજાના લાલ મરચા મળતા હોય છે અને એક અઠવાડિયા સુધી તમે આ ચટણી યુઝ કરી શકો છો.

તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો  રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા