અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ગુગળ ના ફાયદા : વાયુ ના બધા જ ૮૦ પ્રકારના રોગો મટાડે એવું કોઈ ઔષધ જાણો છો? એ ઓષધ છે ગુગળ. ગૂગળનો પાંચથી છ ફૂટ નો છોડ થતો હોય છે. અને ગ્રીષ્મ ઋતુમાં એટલે કે ઉનાળામાં જ્યારે તડકો પડે ત્યારે જે રીતે લીમડામાંથી એનો ગુંદર નીકળે, તે રીતે ગુગળના છોડમાંથી એક જાતનો ચીકણો રસ બહાર પડતો હોય છે. જેને નિર્યાસ કહેવામાં આવે છે. 

એક છોડમાંથી એક ઋતુ માં લગભગ ૭૦૦ ગ્રામ થી ૧ કિલો જેવો નિર્યાસ પડે છે એને જ આપણે ગુગળ રૂપે જાણીએ છીએ. અને એ બજારમાં મળે છે. આ ગૂગળ ને એના કરતાં ૧૦ ગણા ગાયના દૂધ સાથે ઉકાળી અને શુદ્ધ કરવામાં આવે છે. એ પછી એ ગૂગળની ચણા જેવડી એક ગોળી રેગ્યુલર લેવાનું પણ વિધાન છે. 

ઉપરાંત તેને બીજા બધાં ઔષધો સાથે સંયોગ કરીને પણ ગૂગળ લેવાનું વિધાન છે.  વાયુના ૮૦ પ્રકારના રોગો એટલે દુખાવા ને લગતા રોગો, ગોઠણ ના દુખાવા, સાંધાના દુખાવા, સાઈટીકા, રૂમેટોઇડ, જેમાં સોજો આવે એવા બધા રોગો માટે ગૂગળ બહુ જ પ્રસસ્ત્ ઓષધ છે. એના યોગમાં જોઈએ તો વાયુના રોગો માટે યોગરાજ ગૂગળ અને સિહનાદ ગૂગળ બહુ જાણીતી છે. 

ગૂગળ નો એક વિશિષ્ટ ઉપયોગ છે હાડકાને જોડનાર તરીકે. જ્યારે ફેક્ચર થાય ત્યારે આપણે ખાલી પ્લાસ્ટર કરીને મૂકી દેતા હોઈએ છીએ. હાડકા ને જોડવાનું કામ તો કુદરતે એની મેળે જ કરતુ હોય છે. બસ આ જગ્યાએ આયુર્વેદ કહે છે કે ગૂગળનો એક ગુણ છે જે હાડકાને જોડવામાં બહુ ઝડપથી મદદ કરે છે. આ માટેના ઔષધો જે બજારમાં મળે છે એ છે  આભા ગુગળ, લાક્શા ગૂગળ.

કિડનીના રોગોમાં, પથરી જેવા રોગોમાં, સોજો આવે એવા રોગોમાં, કિડની ના રોગો માટે ચંદ્રપ્રભાવટી બહુ જ પ્રસિદ્ધ અને જાણીતું છે. ગાંઠ થાય એવા રોગોમાં પણ ગૂગળ બહુ મદદરૂપ છે અને એને માટે  કૈશોર ગૂગળ, કાંચનાર ગૂગળ જેે બજારમાં આવેલ હોય છે. જ્યારે વૃદ્ધાવસ્થાની શરૂઆત થવાની હોય ત્યારે ૩૫ વર્ષ પછી માણસ રેગ્યુલર એક ગુગળની ગોળી લેવાનું રાખે તો વાયુના રોગો શરીરમાં પ્રવેશતા નથી.

ગૂગળનો એક વિશીષ્ટ ઉપયોગ છે ગૂગળ નો ધુપ. આને એક કોલસા ઉપર મૂકવાથી એ માંથી ધુમાડો નીકળે છે. એ પીગળે છે અને ધુમાડા રૂપે વાતાવરણમાં પ્રસરે છે. આ જે ધુમાડો છે એ વાતાવરણને દિવ્ય અને પવિત્ર તો કરે જ છે પરંતુ તેના ઔષધીય પણ ઘણા બધા ગુણો છે. આ ધૂમ એ જંતુઘ્ન છે અને તેથી મચ્છરજન્ય ઉપદ્રવને લીધે થતા રોગો મેલેરિયા, ડેન્ગ્યૂ એ રોગોને મટાડે છે અને આવતા અટકાવે છે.

એ ઉપરાંત વાઈરલ એવા બધા રોગોને પણ એ આવતા અટકાવે છે અને વાતાવરણને શુદ્ધ પવિત્ર અને જંતુ મુક્ત રાખે છે તેથી નિયમિત ગૂગળનો ધૂપ ઘરમાં કરવો જોઈએ અને ગૂગળની ૧ ગોળી પોતાની પ્રકૃતિ પ્રમાણે પોતાના રોગ પ્રમાણે માણસે લેવાનું શરૂ કરવું જોઈએ. તો ઘણા બધા રોગોમાંથી ગૂગળ એ આશીર્વાદરુપ કામ કરે છે .

જો તમને અમારી માહીતી પસંદ આવી હોય તો શેર જરુર કરો. અને હા, ઘરે બેસી નવુ જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરવુ જરુરી છેેે. તો અત્યારે જ Like & Follow કરો..

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા