amali khavana fayda
વધુ માહિતી મેળવવા અમારી સાથે જોડાઓ
WhatsApp Group Join Now

આમલી એવી વસ્તુ છે કે તેનું નામ સાંભળતા જ મોમાં પાણી આવે છે. આમલીનો ખાટો મીઠો સ્વાદ સૌથી વધારે પસંદ કરે છે. આમલીનો ઉપયોગ ઘણી વાનગીઓમાં સ્વાદ વધારવા માટે થાય છે. ઘણા લોકોને આમલીની ચટણી, આમલીનું અથાણું ખાવાનું પસંદ કરતા હોય છે. આમલીનો ઉપયોગ સંભારમાં પણ ટેસ્ટ વધારવા માટે થાય છે.

પરંતુ શું તમે જાણો છો કે જે આમલીનો ઉપયોગ તમે ફક્ત સ્વાદ માટે જ કરો છો તેના સ્વાસ્થ્ય લાભ પણ ઘણા છે. આમલી વજન ઘટાડવા અને ઇમ્યુનીટી વધારવામાં ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. આમલીમાં એન્ટીબેક્ટેરિયલ, એન્ટીઓક્સિડેન્ટ અને એન્ટી એસ્થેમેટિક જેવા પદાર્થો જોવા મળે છે.

આ સિવાય તેમાં ફાઇબર, આયર્ન, કેલ્શિયમ, વિટામિન-સી, વિટામિન-એ, કેલ્શિયમ, પોટેશિયમ જેવા ઘણા પોષક તત્વો હોય છે, જે આરોગ્યને ઘણી સમસ્યાઓથી બચાવવામાં મદદ કરી શકે છે. આમલી હૃદય માટે પણ ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. તો ચાલો આજે તમને આમલી ખાવાના ફાયદાઓ વિશે જણાવીએ.

1. લોહીની અછત ને દૂર કરવા માટે : આમલીમાં પર્યાપ્ત માત્રામાં આયર્ન જોવા મળે છે. આમલીનું સેવન કરવાથી શરીરને પર્યાપ્ત માત્રામાં આયર્ન મળે છે જે શરીરમાં હિમોગ્લોબિનની ઉણપને દૂર કરવામાં મદદ કરી શકે છે.

2. રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરે છે : આમલી પ્રતિરક્ષા માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. આમલીમાં, વિટામિન સી અને પોલિસેકરાઇડ વધુ માત્રામાં જોવા મળે છે, જે પ્રતિરક્ષાને મજબૂત બનાવી શકે છે.

3. વજન ઘટાડવા માટે : આમલીનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે. આમલી અને તેના બીજમાં ઘણા પ્રકારના પ્રોટીન જોવા મળે છે. આમલી કોલેસ્ટરોલનું પ્રમાણ પણ ઘટાડી શકે છે.

4. ગર્ભવતી સ્ત્રીઓ માટે : આમલીમાં વધુ પ્રમાણમાં વિટામિન સી અને આયર્ન મળી આવે છે. જે સગર્ભા સ્ત્રીઓ માટે ફાયદાકારક હોઈ શકે છે. પરંતુ સગર્ભા સ્ત્રીઓએ મર્યાદિત માત્રામાં આમલીનું સેવન કરવું જોઈએ. કારણ કે વધારે પ્રમાણમાં આમલીનું સેવન તેમના માટે નુકસાનકારક પણ હોઈ શકે છે.

5. પાચન ક્રિયા સુધારવા માટે : જો તમે પાચનની સમસ્યાથી પરેશાન છો, તો તમારે આમલીનું સેવન કરવું જોઈએ. આમલીમાં ઘણાં પોષક તત્ત્વો જોવા મળે છે જે પાચનમાં સુધારવામાં મદદ કરી શકે છે.

6. ડાયાબિટીઝને નિયંત્રણમાં રાખવા : ડાયાબિટીસના દર્દીઓ માટે આમલીનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે આમલીનાં બીજમાં પોલિફેનોલ અને ફલેવોનોઈડ્સ નોંધપાત્ર પ્રમાણમાં હોય છે, જે બ્લડ સુગરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરી શકે છે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા