kapur na upay
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

હિન્દુ ધર્મમાં દરેક પૂજા સામગ્રીનું એક અલગ-અલગ મહત્વ છે. પૂજાના કામમાં કપૂરનો પણ ઘણો ઉપયોગ થાય છે. પછી તે હવન કરવાનો હોય કે દેવતાઓની આરતી કરવાનો હોય. જો કે, કપૂરની સુગંધ એટલી અસરકારક છે કે તમારી આસપાસ રહેલી નકારાત્મક ઉર્જા પણ દૂર થઇ જાય છે.

નવા વર્ષે પણ જો તમે કપૂરનો ઉપયોગ કરશો તો નવા વર્ષની શરૂઆત પણ ખૂબ જ સારી રહેશે. જો તમે નવા વર્ષમાં કપૂરનો ઉપયોગ કરીને જીવનમાંથી તમામ નકારાત્મકતાને દૂર કરવા માંગતા હોય તો તમારે પહેલી તારીખે આ 5 કામ જરૂર કરવા જોઈએ.

ઘરના મંદિરમાં કપૂરનો ઉપયોગ : જો તમે નવા વર્ષથી દરરોજ તમારા ઘરના મંદિરમાં કપૂરથી દેવી-દેવતાઓની આરતી કરો છો તો તમને તેનું સકારાત્મક પરિણામ મળશે. તમારે સાંજે ઘરના મંદિરમાં કપૂર સળગાવવું જોઈએ. હકીકતમાં નકારાત્મક ઊર્જા સાંજે જ વધુ અસરકારક હોય છે, તેથી સાંજે ઘરના મંદિરમાં કપૂરનો એક નાનો ટુકડો સળગાવી રાખો.

પર્સમાં કપૂર રાખો : જો તમને આર્થિક સંકટનો અહેસાસ થઇ રહ્યો છે તો તમારા પર્સમાં કપૂરનો એક નાનો ટુકડો અવશ્ય રાખો. તમે કપૂરને લાલ કપડામાં બાંધીને તમારા પર્સમાં રાખી શકો છો. આનાથી જો કોઈ નકારાત્મક શક્તિ તમારા આર્થિક વિકાસને રોકી રહી છે તો તેનો નાશ થશે અને ધન કમાવવાની નવી તકો મળશે.

હાથમાં કપૂર બાંધો : જો તમને કોઈ પ્રકારનો રોગ છે અથવા જો તમને લાગે છે કે જીવન નકારાત્મકતાથી ભરેલું છે તો તમે તમારા હાથમાં કપૂરને લાલ કપડામાં બાંધી શકો છો. તમે દર 21 દિવસ પછી કપૂર બદલીને તમારા કાંડા પર બાંધવાનું છે. મહિલાઓએ ડાબા કાંડામાં કપૂર અને પુરુષોએ જમણા હાથના કાંડામાં કપુર બાંધવું જોઈએ.

ઘરના મુખ્ય દરવાજા પર કપૂર રાખો : જો તમારા ઘરમાં વારંવાર તકરાર કે અણબનાવ બનતા હોય તો તમારે ઘરના મુખ્ય દરવાજા પર કપૂરથી ભરેલો વાટકો અવશ્ય રાખવો જોઈએ કારણ કે કપૂર ઘરમાં પ્રવેશતી નકારાત્મક ઉર્જાને ઘરમાં પ્રવેશતા અટકાવે છે અને ઘરમાં સુખ-શાંતિ જળવાઈ રહે છે.

ઘરમાં કપૂરના પાણીનો છંટકાવ કરવો : ઘરમાં સકારાત્મકતા જાળવી રાખવા માટે તમારે પાણીમાં કપૂર મિક્સ કરીને તે પાણીને સવાર-સાંજ આખા ઘરમાં છાંટવું જોઈએ. આમ કરવાથી તમને ઘરમાં ઘણી શાંતિ મળશે અને સકારાત્મકતાનો સંચાર થાય છે.

તો તમે પણ નવા વર્ષમાં આ કપૂરના ઉપાયો કરીને ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરી શકો છો. આશા રાખીએ છીએ કે તમને અમારો આ લેખ ગમ્યો હશે. આવા જ વધુ લેખો વાંચવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા