ગેસ, અપચો અને પેટ ફૂલવાની સમસ્યા ક્યારેય નહીં થાય, દરરોજ આ 4 માંથી 1 વસ્તુ ખાવાની શરુ કરી દો

0
2782
how can i make my digestive system healthy

અત્યારે બહારનું ખાવાનો ટ્રેન્ડ દિવસે ને દિવસે વધી રહ્યો છે. ફાસ્ટ ફૂડ ખાવામાં ટેસ્ટી લાગે છે, પરંતુ તેની આપણી પાચન તંત્ર પર ખરાબ અસર પડે છે. ક્યારેક પેટમાં ગેસ થાય છે, તો ક્યારેક ખાધેલું પચતું નથી તો ક્યારેક પેટ ફૂલવા જેવી સમસ્યા થાય છે.

એટલા માટે એવું ખાવું જરૂરી છે જે પાચનક્રિયાને સારું રાખે. આપણા ઘરમાં આવા ઘણી વસ્તુઓ છે, જેનું સેવન કરીને તમે તમારી પાચનક્રિયાને મજબૂત બનાવી શકો છો, આ માટે તમારે બહારનું ફાસ્ટ ફૂડ ખાવાનું બંધ કરીને આ 4 વસ્તુઓ ખાવાનું શરૂ કરવું પડશે. તેનાથી સ્વાસ્થ્ય પણ અને પાચનતંત્ર બંને મજબૂત રહે છે.

1 – દહીં : આ યાદીમાં પહેલું નામ દહીં છે. દહીં શરીરની સાથે પાચન તંત્ર માટે પણ સારું માનવામાં આવે છે. તે ઘણા ઇન્ફેક્શન સામે રક્ષણ કરવામાં મદદ કરે છે. દહીંમાં હાજર પ્રોબાયોટિક પેટને સ્વસ્થ રાખવા અને પાચનતંત્રને સારું રાખે છે. ગેસ સંબંધિત સમસ્યાઓમાં પણ દહીં ફાયદાકારક સાબિત થાય છે.

2 – પપૈયું : પપૈયાને અનેક રોગો માટે રામબાણ માનવામાં આવે છે. દહીં ખાટા ઓડકાર અને કબજિયાત જેવી અનેક સમસ્યાઓથી રાહત આપે છે. પપૈયાને ફાઈબર અને પ્રોટીન માટે શ્રેષ્ઠ ફળ માનવામાં આવે છે. તે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. તેમાં રહેલા પોષક તત્વો પાચન તંત્રને મહાભુત બનાવે છે. તે ઝાડા અને પેટની સમસ્યાઓમાં પણ મદદ કરે છે.

3- સફરજન : એક કહેવત છે કે ‘ ‘An apple a day keeps a doctor away’ આ કહેવતનો મતલબ થાય છે કે, જો તમે માત્ર માત્ર એક સફરજન ખાઓ છો તો તમને ડોક્ટરથી દૂર રાખે છે. એટલે કે રોજ એક સફરજન ખાવાથી ડૉક્ટર પાસે જવાની જરૂર નહીં પડે.

સફરજન એક એવું ફળ છે જેમાં પ્રોટીન અને વિટામિન ભરપૂર માત્રામાં જોવા મળે છે. તે માત્ર વજન ઘટાડવામાં જ મદદ કરે છે પરંતુ પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તે દાંત માટે પણ સારું માનવામાં આવે છે. તે લોહીમાં સુગરની માત્રાને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે.

4 – વરિયાળી : ભારતીય ભોજનમાં વરિયાળીનો ઉપયોગ વધુ પ્રમાણમાં થાય છે. વરિયાળીમાં અનેક ગુણ હોય છે. પેટના ગેસને ઠીક કરે છે અને પાચનતંત્રને પણ મજબૂત બનાવે છે. આંતરડાની સમસ્યાઓમાં પણ વરિયાળી અસરકારક સાબિત થાય છે.

ડૉક્ટરો પણ ઘણી બીમારીઓમાં વરિયાળી ખાવાની સલાહ આપે છે. વરિયાળીમાં વિટામિન A હોય છે જે આંખોની રોશની માટે ફાયદાકારક માનવામાં આવે છે. તે વજન ઘટાડવા માટે પણ સારું માનવામાં આવે છે.

હવે જો તમને પણ ગેસ, પેટ ફૂલવું અને ખાધેલું પચતું ન હોય તો આ વસ્તુઓનું સેવન કરો. જો તમને આ જાણકારી માહિતી પસંદ આવી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.