માત્ર ૧૦ મિનિટમાં ઘરે જ બનાવો મીઠાઈની દુકાન જેવી પરફેક્ટ કાજુ કતરી

0
540
Kaju Katri recipe

આજે તમારી સાથે શેર કરવાના છીએ કાજુકતરી ની રેસિપી. જેને ઘરે બનવું એક દમ સરળ છે અને તમે પણ બજાર જેવી કાજુકતરી ઘરે માત્ર ૧૦ મિનિટમાં ખૂબ જ સહેલાઈથી બનાવી શકો છો.

સામગ્રી:

  • ૨૫૦ ગ્રામ કાજુ ( ટુકડા પણ લઈ શકો છો.)
  • મિલ્ક પાઉડર -૪૦ ગ્રામ (૧/૨ કપ)
  • ખાંડ -૨૦૦ ગ્રામ

બનાવાની રીત:

સૌ પ્રથમ એક મિક્સર લઇને એમાં કાજુ ને સારી રીતે પીસી લો એટલે કે પાઉડર બનાવી લો. હવે આપણે એને ચારણી ની મદદ થી ચારી લઈશું જેથી નાના ટુકડા રહી ગયા હોય તો અલગ કરી શકાય.કાજુ નો પાઉડર તૈયાર થઈ ગયા પછી એક અલગ તપેલી માં કાઢી લો. હવે તેમાં મિલ્ક પાઉડર એડ કરો. મિલ્ક પાઉડર નાખવાથી કાજુકતરી નો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. હવે આ બંને ને સારી રીતે મિક્સ કરી લો.

Kaju Katri recipe

ચાસણી બનાવવા માટે:

  1. સૌ પ્રથમ એક પેન લો. તેમાં ૨૦૦ ગ્રામ ખાંડ એડ કરો. અને તેમાં ૧૦૦ ml પાણી એડ કરો. હવે ગેસ ને ફૂલ કરો (ચાસણી બની ગઈ કે એને જો ચેક કરવું હોય તો તમે નાની વાટકી માં થોડું પાણી લઈને એમાં નાખી ને ચેક કરી શકો છો.)  હવે ચાસણી બની ગયા પછી તેમાં કાજુ પાઉડર એડ કરો. હવે બધું મિક્સ કરી લો.૨ મિનિટ પછી ગેસ બંધ કરી ને ઉતારી લો.
  2. હવે એક પ્લાસ્ટિક ની થેલી લો એને તેના પણ ઘી લગાવી લો. અને એના પર તૈયાર કરેલી કાજુકતરી એડ કરો અને તેને જેમ લોટ ને મસડતા હોઈએ છીએ એવી જ રીતે મસડી લો. સમૂથ થઈ ગયા પછી તેને તમે વેલણ ના મદદ થી વણી લો. હવે ચાંદી ની વરખ લગાવી લો. ડાયમંડ ની આકાર માં કાપી લો. તો તૈયાર છે બજાર જેવી જ કાજુકતરી.
  3. જે તમને અમારી રેસિપી પસંદ આવી હોય છે શેર કરવાનુ ભૂલતા નહિ. જો તમને પણ નવી નવી રેસિપી નો શોખ છે અને તે કેવી રીતે બને છે તો અત્યારે જ ફોલો કરો અમારા પેજ ને.