હેલ્લો મિત્રો! આજે આપણે બનાવીશું ચા નો મસાલો. લગભગ બધા લોકો બજાર માંથી ખરીદતા હોય છે અને બજાર નો મસાલો ખૂબ જ મોંઘો આવતો હોય છે. તો ચાલો આજે આપણે બજાર કરતા પણ સારો મસાલો બનાવીએ.
બનાવવા માટે સામગ્રી
- સૂંઠ ૫૦ ગ્રામ ,
- તજ – ૪ ટુકડા (medium size)
- લવિંગ – ૧૦ ગ્રામ
- ઈલાયચી – ૧૫ ગ્રામ (આખી જ લેવાની)
- મરી – ૧૦ ગ્રામ (આખા લેવાના)
- જાયફળ -૧ નંગ ( ૪ ભાગ કરી લેવાનું)
બનાવાની રીત :
સૌ પ્રથમ પેન ને ગરમ કરવા મૂકો. થોડી ગરમ થઈ જાય એટલે સૂંઠ એડ કરો. અને હલકું સેકી લેવું. આવી જ રીતે આ બધી સામગ્રી થોડી ગરમ થાય એ પ્રમાણે સેકી લઈશું.( વધારે પડતું ગરમ નહિ કરવાનુ નહિ તો બરી જસે).
આ બધું સેકાઈ ગયા પછી ઠંડુ પાડવા દેવું. પછી આ બધું એક મિક્સર ની મદદ થી ક્રશ કરી લેવાનુ. તો તૈયાર છે ચા નો મસાલો.