અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આ ૧૨ વસ્તુઓ એવી છે કે જેને GI tag મળેલો છે. અને જો GI Tag વિશે ટુંક માં તમને ૨/૩ વસ્તુ યાદ આવે ઉદાહરણ તરીકે ગીર ની કેસર કેરી, પાટણ ના પટોળા કે જેના કારણે ગુજરાત ને વિશ્વ ભરમાં એક અલગ જ ઓળખ મળેલી છે.પણ આવી તો ટોટલ ૧૨ વસ્તુઓ છે કે જેના વિશે તમે જાણતા નથી તો ચાલો જાણીએ ૧૨ વસ્તુઓ શું છે અને ક્યાની છે.

1- સંખેડા ફર્નિચર 

  • ગુજરાતમાં પ્રવાહી વડે પ્રક્રિયા કરીને તેમ જ પરંપરાગત તેજસ્વી મરુન અને સોનેરી રંગોનો સાગના લાકડાં પર પ્રયોગ કરીને બનાવવામાં આવતા ફર્નિચરને સંખેડા ફર્નિચર કહેવાય છે.ટૂંકમાં કહું તો સંખેડા ફર્નિચર એ રંગબેરંગી સાગ લાકડાંનું ફર્નિચર છે.આને.સંખેડા ફર્નિચર એટલા માટે કહેવામાં આવે છે કારણ કે તે જુદા જુદા ૭ રંગો થી બનતું ફર્નિચર છે અને તે ફક્ત સંખેડા ખાતે જ બનાવમાં આવે છે.

sankheda furnicher

  • આ સંખેડા ગામ વડોદરા થી ૪૫ કિલોમીટર દૂર આવેલું છે. હાલ માં આ ફર્નિચર માં નવા રંગો જેવા કે બ્લેક,બ્લુ, ગ્રીન, આઇવરી, કોપર, સિલ્વર બર્ગરી કલર નો ઉપયોગ કરીને આ ફર્નિચર ને બનાવમાં આવે છે. આ ફર્નિચર નું ભારત માં માર્કેટ મોટું નથી પણ પશ્ચિમ એશિયા અને યુરોપ સહિત ના ઘણા દેશો માં આણી ખૂબ જ માંગ છે.

sankheda furnicher

  • પરંપરાગત ઉપરાંત વિશેષ શ્રેણી માં સોફા સેટ, પલંગ ની પીઠ, બગીચા નો હીંચકો, પલંગ, ટેબલ, ઝૂલણ ખુરશી આ બધું બનાવમાં આવે છે. આ ફર્નિચર દેખાવ માં નાજુક દેખાય છે પણ છે ટકાઉ. સામાજિક વ્યવહાર માં ગુજરાતી લોકો માટે લગ્ન દરમિયાન પરંપરાગત ભેટ તરીકે શુભ ગણાય છે. આ ફર્નિચર શૈલી ના ૫ જુલાઇ ૨૦૦૭ ના રોજ સંખેડા ફર્નિચર ને GI (જી આઈ) tag આપવામાં આવ્યો હતો.

sankheda furnicher

  • ગર્વ ની વાત એ છે કે ગુજરાત માં સૌ પ્રથમ gi tag નું ખાતું આ સંખેડા ફર્નિચર ને ખોલેલું છે. ભારતમાં સૌ પ્રથમ gi tag ૨૦૦૪ ma દાર્જિલિંગ ની ચા ને મળ્યો હતો. આ tag જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન ઓફ ગુડ્સ (રજીસ્ટ્રેશન એન્ડ પ્રોટેક્શન) એકટ-૧૯૯૯ અંતર્ગત આપવામાં આવે છે.આ અધિનિયમ ૨૦૦૩ માં અમલમાં આવ્યો.

GI tag છે શું? અને કોના દ્વારા આપવામાં આવે છે ?

  • વિશેષ ભૌગોલિક વિસ્તાર માં કોઈ ચીજ વસ્તુ નું ઉત્પાદન થતું હોય કે કોઈ વસ્તુને બનાવમાં આવતી હોય એને Geographical Indication (GI) Tag એટલે કે ભૌગોલિક સંકેત આપવામાં આવે અને આવી કોઈ ચીજ વસ્તુને મળતા tag ne GI tag તરીકે ઓળખવામાં આવે છે. આણી નોંધણી ભારત સરકારના controller general of patents design & trade marks ડિપાર્ટમેન્ટ માં થાય છે. અને આ હસ્તકલા, કૃષિ, પાકૃતિક, સાસ્કૃતિક વિરાસત ની વસ્તુ , વિશિષ્ટ ઉત્પાદન માટે આ GI Tag આપવામાં આવે છે.

2- ખંભાતનું અકીક કામ 

khabhat akik kam

  • કર્નેલિયન પથ્થરો કે જે વિશ્વના સૌથી પવિત્ર પત્થરો માનવામાં આવે છે. કેમ્બેના એગેટ એટલે કે ખંભાતનું અકીક કર્નેલિયન પથ્થરોના ઘણા ઉપયોગોમાંથી એક છે. આ સુંદર પત્થરો ઓછામાં ઓછા 1,500મી સદીથી ગુજરાતના ખંભાત ખાતે માઈન અને પોલિશ કરવામાં આવે છે. એક રસપ્રદ વાત એ છે કે અહીંયા ખંભાતમાં ખનિજની કોઇ ખાણ જ નથી. પણ અહીંથી લગભગ 200 કિલોમીટર દૂર રાજપીપળાથી અકીક લાવવામાં આવે છે.

khabhat akik kam

  • અકીક નો ઉપયોગ ઘરેણાં બનવાથી લઇને ઘરેણાં સજાવટ સુધીની તમામ વસ્તુમાં ઉપયોગી છે. અકીક પીળો, ગુલાબી, કાળો, સફેદ, લીલો, અને રાખોડી રંગ માં પણ જોવા મળે છે.પણ આ બધા માં લાલ રંગ નો અકીક કિંગ છે. આ કલા ને ૨૦૦૮ માં GI Tag આપવામાં આવેલો.

3). ભાલીયા ઘઉં 

  • ગુજરાતના ખંભાતના અખાતની ઉત્તરે આવેલા ભાલ વિસ્તારમાં જે ઘઉંને ઉગાડવામાં આવેને એને ભાલીયા ઘઉં કહેવામાં આવે છે અને સાથે તે દાઉદખાની ઘઉં તરીકે પણ ઓળખાય છે.આ ઘઉં બીજા કરતા એટલા માટે અલગ છે કારણકે આ ઘઉંના દાણા સામાન્ય ઘઉં કરતા સહેજ લાંબા હોય છે.ભાલીયા ઘઉંની એક જાત ગુજરાત ઘઉં નંબર ૧, ગુજરાતમાં ખુબ જ લોકપ્રિય છે.

bhalia ghau

  • ભાલ પ્રદેશ કોને કેહવામા આવે તો અમદાવાદ અને ભાવનગર ના વચ્ચે માં વિસ્તાર ને ભાલ પ્રદેશ કેહવાય છે. અમદાવાદ જિલ્લા ના ધોળકા, ધંધુકા અને બાવળા તાલુકા માં મોટા પાયે વાવેતર થાય છે. પાસ્તા, મેક્રોનીજ, પિઝા આંe નુડલ્સ ખાવામાં પણ રેસ્ટોરન્ટ અને લાળીઓ પર આ જ ઘઉં વપરાય છે. ભાલીયા ઘઉં ને રાજ્ય સરકાર સંચાલિત ગુજરાતી એગ્રો ઇન્ડસ્ટ્રી કોર્પોરેશન અને આનંદ કૃષિ ની મદદ થી ૨૦૧૧ માં ભૌગોલિક ઓળખ મળેલ છે.

4). ગીરની કેસર કેરી

gir keri

  • ગીર વિસ્તારમાં પેદા થતી કેરીનો એક પ્રકાર એટલે ગીરની કેસર કેરી, આ કેરી તેના તેજસ્વી, ચમકતા નારંગી રંગ અને લાજવાબ સ્વાદના કારણે બીજી બધી કેરીની જાત કરતા વધારે પ્રેમીઓ ધરાવે છે. કેસર કેરી નામ એટલે પડ્યું કારણ કે ૧૯૩૧ માં જૂનાગઢ ના વજીર સાલે ભાઈ દ્વારા સૌ પ્રથમ આ કેરી ઉગાડવામાં આવી હતી.

gir keri

  • આ કેરી ૧૯૩૪ માં કેસર તરીકે જાણીતી બની જ્યારે જૂનાગઢ ના નવાબ મોહમદ નવાબખાંન બાબીએ કેરીના કેસરી રંગ જોઈને કેસર કરી નામ આપ્યું. જે અત્યારે બઉ પ્રખ્યાત છે. આ કેરી સૌરાષ્ટ્ર માં અમરેલી, જૂનાગઢ વિસ્તારમાં ૨૦,૦૦૦ હેકટર માં વાવવા માં આવે છે.તેમાં વર્ષે ૨ લાખ ટન નું ઉત્પાદન થાય છે. ૨૦૧૧ માં ચેન્નાઇ માં ભૌગોલિક સંકેત રજિસ્ટ્રી દ્વારા GI Tag આપવામાં આવેલો.

gir keri

  • ગર્વ ની વાત એ છે કે ગુજરાત માં સૌ પ્રથમ ઓળખ પામાનારું આ ફળ છે. ભારત માં સૌ પ્રથમ ઉત્તરપ્રદેશ ની દશેરી કેરી ને Gi tag આપવામાં આવ્યો હતો.

5). જામનગરની બાંધણી 

  • બાંધણી નો મતલબ થાય છે બાંધવું અને મેં બાંધણીને સુનગુડી એટલા માટે કહ્યું કારણકે, તામિલનાડુમાં તેને સુનગુડી કહેવામાં આવે છે. અને હવે તમને એ પણ કહી દઉં કે આને બંધાણી શા માટે કહેવામાં છે એ તો સુતરાઉ રેસાઓને બાંધી કુદરતી રંગોથી રંગવાની પરંપરાગત પદ્ધતિથી બનતી સાડી એટલે આ આપણી બંધાણી.

jamanagar bandhani

  • આ બાંધણી સૌરાષ્ટ્ર માં મુખ્યત્વે જામનગર માં ખત્રી સમાજ દ્વારા વિશેષ રૂપે બનાવમાં આવે છે. આ કલા ને ૨૦૧૪-૧૫ માં gi tag તરીકે સન્માન આપવામાં આવ્યું હતું.

6).રાજકોટના પટોળાં

  • રાજકોટના પટોળા ગુજરાત રાજ્યના બે મોટા જિલ્લાઓ, એટલે કે રાજકોટ અને સુરેન્દ્રનગરના કુશળ કારીગરો દ્વારા તૈયાર કરવામાં છે.આ સાંભળીને તમને એવું થતું હશે કે પટોળા તો પાટણના ફેમસ છે પણ રાજકોટના પટોળાની ડિઝાઇન પાટણ પટોળા કરતાં જુદી છે અને પાટણ અને રાજકોટ બન્નેના પટોળાને વણવા માટે લૂમ્સ અને સાધન પણ સંપૂર્ણ રીતે અલગ છે

rajkot patola

  • એટલે રાજકોટના પટોળાં પણ પાટણના પટોળાં જેટલા જ ફેમસ છે અને સાથે સસ્તા પણ અને ખાસ વાત એ છે કે આ પટોળા એક જ બાજુથી વણાયેલા અને રંગબેરંગી દોરાથી રંગાયેલા હોય અને વર્ષ 2015 માં રાજકોટના પટોળાને જી.આઈ.ટેગ આપવામાં આવ્યો હતો.

7). ટાંગળીયા શાલ

  • ટાંગળીયા શાલની કળા મોટા ભાગે સુરેન્દ્રનગર જિલ્લામાં જોવા મળે છે.ઘણા લોકો આને ટાંગળીયા કે પછી તાંગલિયાના નામે ઓળખે છે જે એક પ્રકારનું હાથવણાટ છે.

tangariya sowl

  • તાંગલિયા કાપડનો ઉપયોગ વાંકાનેર, અમરેલી , દહેગામ , સુરેન્દ્રનગર , બોટાદ , ભાવનગર અને કચ્છ જેવા વિસ્તારોના ભરવાડ સમુદાયની મહિલાઓ દ્વારા શાલ અને પહેરવાના કપડાં તરીકે કરવામાં આવે છે. જેને 2009-10 માં ‘ટાંગળીયા શાલ’ના નામથી GI TAG આપવામાં આવેલ છે.

8). પાટણના પટોળાં

  • પટોળા એ રેશમી કાપડના વણાટથી બનેલી એક પ્રકારની સાડી છે. પાટણના પટોળાં બેવડાં ઇકત ઇક્ત એટલે વણાટ એટલે કે બંને સાઈડથી વણેલી સાડીઓ છે.તમને જાણીને નવાઈ લાગશે કે આ સાડીમાં બંને સાઈડ એકે સરખું જ વણાટ હોય અને એને બંને સાઈડથી પહેરી શકાય છે અને આ પટોળાં માત્ર ભૌમિતિક ડિઝાઇનમાં જ તૈયાર કરવામાં આવે છે.

patan patola

  • આ પટોળું હાથસાળ દ્વારા બનાવામાં આવતું હોવાથી તેમાં ખૂબ જ વાર લાગે છે અને તેની પ્રક્રિયા પણ ખુબ જ લાંબી હોવાના કારણે એક સાડી બનાવવા માટે છ મહિનાથી એક વર્ષ જેટલો સમય લાગી શકે છે. રાજકોટ માં પટોળાં કરતા પાટણ ના પટોળાં ખૂબ જ મોંઘા હોય છે. આને પણ ૨૦૧૩-૧૪ માં જિ.આઇ.ટેગ મળ્યો હતો.

9) પેથાપુર પ્રિન્ટિંગ બ્લોક

  • ગુજરાતના ગાંધીનગરથી લગભગ 7 કિલોમીટરના અંતરે આવેલા પેથાપુર ગામના પ્રખ્યાત લાકડાના છાપકામ બ્લોક્સને 2015-16માં જી.આઈ ટેગ મળેલો છે. આ હસ્તકલામાં લાકડાંના બીબા એટલે કે બ્લોક પર ઝીણી કોતરણી કરી કાપડ પર પ્રિન્ટિંગ માટે બ્લોક બનાવામાં આવે છે.

printing block

  • બ્લોક પ્રિન્ટિંગ એક ટેકસ ટાઇલ આર્ટ છે. જ્યાં કાપડ પર ડિઝાઇન બનાવા માટે લાકડાના બ્લોક ને બરાબર હાથ થી કોતરીને બનાવમાં આવે છે. આ કલા ને પ્રજાપતિ અને ગજ્જર લોકો દ્વારા જાળવી રાખવામાં આવી છે.

10). સુરત જરીકામ

  • સુરતનું આ જરીકામ કે વણાટ એ એક કાપડનું ઉત્પાદન છે. આ રેશમ અને કપાસ યાર્ન સોનું, ચાંદી અથવા કોપરના તાર સાથે વણીને બનાવવામાં આવે છે. જરીના દોરાનો ઉપયોગ કરી રેશમી કાપડમાં વણાટ દ્વારા જટિલ ડિઝાઇન બનાવવા માટે થાય છે.

surat jarikam

  • તેનો ઉપયોગ કાપડ ઉધોગો અને હસ્તકલામાં વ્યાપક છે. જરી કામ નો ઉપયોગ સાડી ની બોર્ડર બનાવા ઉપયોગ થાય છે અને આને જિ આઇ ટેગ ૨૦૧૦-૧૧ માં આપ્યો હતો.

11). કરછી શાલ

kachhi showl

  • તો આ શાલ મોટા ભાગે કચ્છના ભુજોડી ગામે કચ્છી વણાટની પરંપરા સાથે જોડાયેલું છે.આ શાલ પરંપરાગત વણાટ દ્વારા તૈયાર થાય છે.પરંપરાગત રીતે કચ્છી વણકર મારવાડી અને મહેશ્વરી સમુદાયો દ્રારા આ સુંદર શાલને બનાવવામાં આવે છે. કચ્છી શાલને હસ્તકલા એટલે કે handicraft ગૂડ્સ ટાઈપમાં 2012-13માં GI Tag મળેલો છે

12). કચ્છ ભરતકામ

  • તો કચ્છ જિલ્લાની સ્ત્રીઓ દ્વારા સુતરાઉ કાપડ પર સુતરાઉ અથવા રેશમના દોરાની મદદથી ભરતકામ કરવામાં આવે છે.આ ભરતકામ એ આદિવાસી સમુદાયના હાથવણાટ અને કાપડ પર કરવામાં આવતી ક્લા અને પરંપરા છે. આ વણાટ રબારી. જાટ અને મુતવા જાતિના લોકો દ્વારા હાથ થી વાણીને કરવામાં આવે છે. આ ભરતકામ ને ૨૦૦૮-૯ માં કચ્છી ભરતકામ ના ટાઇટલ હેઠળ જિ. આઈ.ટેગ આપવામાં આવ્યો છે.

katchh bharatkam

  • આ ૧૨ વસ્તુઓ એવી છે કે આપણને ગુજરાતી હોવાનો ગર્વ અને વિશ્વ ભરમાં ઓળખ આપી છે. અને જો તમને પણ ગુજરાતી હોવાનો ગર્વ હોય તો કૉમેન્ટ માં જય જાય ગરવી ગુજરાત જરૂર લખજો અને હા, આ આર્ટિકલ શેર કરવાનુ ભૂલતા નહિ જેથી જે લોકો ને ખબર નથી એમને પણ આ જાણકારી હોવી જરૂરી છે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા