આપણે બનાવીશું કાજુ કારેલા નું શાક. સૌપ્રથમ 300 ગ્રામ કારેલા લઈને એની છાલ કાઢીને લાંબા ટુકડા કરી લો. ત્યારબાદ તેમાં થોડું મીઠું અને એક લીંબુનો રસ નાખીને મિક્સ કરી લો. કારેલાને ઢાંકીને દસ પંદર મિનિટ રહેવા દો. હવે આ કારેલાંને નીચોવીને પાણીથી કાઢી લો. આમ કરવાથી કારેલાની કડવાશ થોડી ઓછી થઈ જશે.
હવે કઢાઈમાં તેલ ગરમ થયા બાદ ૧ ટી.સ્પૂન રાઈ, 1 ટીસ્પૂન જીરુ, 1/4 ટીસ્પૂન હિંગ અને 3/4 કપ કાજુ નાખીને હલાવી લો. આ કાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરી લો. પછી તેમાં કારેલા એડ કરીને મિક્સ કરી લો.
કાજુ નાખવાથી આ શાક ટેસ્ટી બનશે. હવે એમાં 1/2 ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન ધાણાજીરુ, દોઢથી બે ટી સ્પૂન લાલ મરચું અને જરૂરિયાત પ્રમાણે મીઠું નાખીને મિક્સ કરી લો. આપણે કારેલામાં થોડું મીઠું નાખેલું હોવાથી અહીંયા આપણે મીઠાનું પ્રમાણ થોડું ઓછું રાખીશું.
કઢાઈને ઢાંકી ને પાંચ થી સાત મિનિટ સુધી રહેવા દો. હવે એમાં એક કે બે ટીસ્પૂન ખાંડ નાખીને હલાવી લો. કઢાઈને ફરીથી ઢાંકીને ત્રણથી પાંચ મિનિટ આ શાકને કુક થવા દો. કાજુ કારેલા નું શાક ખાવા માટે તૈયાર છે.
તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.