આજે જણાવીશું ૫-૭ દિવસ સુધી તડકામાં રાખ્યા વગર, એક વર્ષ સુધી સ્ટોર કરી શકો તેવું એકદમ ઇન્સ્ટન્ટ તૈયાર થઈ જતું ચટપટું કાચી કેરીની કટકી નું અથાણુ. આ અથાણુ બનાવવા કઈ કેરી લેવી, કેટલા પ્રમાણમાં ગોળ કે ખાંડ ઉમેરવી અને કેટલા પ્રમાણ માં મસાલા લેવા જેથી અથાણુ એકદમ સ્વાદિષ્ટ બને તે માટે આ રેસિપી એકવાર જોઈલો
- સામગ્રી:
- ૫૦૦ ગ્રામ/ ૧ નંગ મોટી કાચી કેરી
- ૫૦૦ ગ્રામ ગોળ
- ૩-૪ ચમચી તેલ
- ૫-૬ લવિંગ
- ૧-૨ તજ
- હિંગ
- અડધી ચમચી હળદળ
- સ્વાદ પ્રમાણે મીઠું
- કાચી કેરીના ટુકડા
- ગોળ
- ૩-૪ ચમચી લાલ મરચું
કેરીનું અથાણુ બનાવવાની રીત
સૌ પ્રથમ આપણે આ અથાણુ બનાવવા માટે બજાર માં મળતી રાજાપુરી કેરી લઈશું. આ કેરી કઠણ હોય તેવી લેવાની છે. આ કેરી ને ધોઈ, તેની છાલ કાઢી તેના નાના નાના ટુકડા કરી લો.
હવે એક જાડા તળિયાવારી કડાઈ લઈ તેમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં લવિંગ, તજ અને એક ચપટી હિંગ ઉમેરો.
હવે તેમાં સમારેલા કેરીના ટુકડા, હળદર અને મીઠું નાખો. હવેે બધું સારી રીતે ભેળવી દો.
૨-૩ મીનીટ માટે કેરીના ટુકડાને કુક કરી લો. હવે છીણેલા ૫૦૦ ગ્રામ ગોળ ને હાથની મદદ થી થોડો થોડો એડ કરો. ગોળ નાખ્યા પછી તેને બરાબર મિક્સ કરી મિક્ષણ્ ને ઘટ્ટ કરો.અહિયાં તમારે એકદમ ધીમા તાપે મિશ્રણ ને હલાવવાનું છે. જ્યાં સુધી ૧ તાર ની ચાસણી ન થાય ત્યાં સુધી હલાવતા જવાનું છે. લગભગ ૮-૧૦ મીનીટ માં મિશ્રણ સારી રીતે ઘટ્ટ થઈ જસે.
હવે ગેસ ને બંધ કરી મિશ્રણ ને નીચે લઈ તેને ૩૦-૪૦ મીનીટ માટે ઠંડું થવા દો. ૩૦-૪૦ મીનીટ પછી જો તમારા મિશ્રણ વધુ ઘટ્ટ થયેલું દેખાય તો તમે થોડું ગરમ પાણી એડ કરીને તેને સારી રીતે મીડિયમ કરી શકો છો. હવે આ મિશ્રણ માં થોડું લાલ કાશ્મીરી મરચું નાખો.
આ મરચુ મિશ્રણ ઠંડું હોય ત્યારે નાખવું. જો ગરમ હસે મિશ્રણ અને નખસો તો મિશ્રણ કાળું થઈ જસે. તો અહિયાં તમારું કાચી ની કટકીi નું અથાણું બનીને તૈયાર છે. આ અથાણાંને તમે કાચની બરણીમાં ભરીને એક વર્ષ સુધી સ્ટોર કરી ને ઉપયોગ મા લઇ શકો છો.
આ પણ વાંચો: ગુજરાતી ચણા મેથી કેરી અથાણું બનાવવાની રીત
નોંધ લેવી: કેરીના ટુકડા નાના નાના કરવા કેરી અને ગોળ(ખાંંડ) નું પ્રમાણ સમાન હોવું જોઈએ. જ્યારે મિશ્રણ ને ધીમા તાપે ગરમ કરતા હોય ત્યારે ગોળ/ ખાંડના સ્ફટિકો બનશે ત્યારે મિશ્રણને વધુ કુક ન કરવું. મિશ્રણ ઠંડુ થયા પછી ખાંડ/ગોળ નાં ક્રિસ્ટલ રચાય , તો થોડું ગરમ પાણી નાખો અને મિશ્રણ ફરીથી ૨-૩ મિનિટ માટે કુક કરો. જ્યારે મિશ્રણ સંપૂર્ણપણે ઠંડુ થાય ત્યારે જ તેેેમાં લાલ મરચું નાખવું
તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.
Comments are closed.