૧૦૦ માંથી ૯૦ લોકો ને જે પ્રોબ્લમ હોય એ રોગ વિશે આજે તમને જણાવીશું. તો આ રોગ નું નામ છે કબજિયાત. જો આ રોગ વિશે પૂરતું ઘ્યાન રાખવામાં ન આવે તો આગળ જતા ગણું નુકશાન થઈ શકે છે. આપણે જોતા હોઈએ છીએ કે ઘણા લોકોને ગેસ, કબજિયાત ની તકલીફ રહેતી હોય છે.
કબજિયાત થવા નાં કારણો વિશે જોઈએ તો તમારું બેઠાડુ જીવન, બહાર નું ચટપટું ભોજન, ભોજન પચવામાં ભારે હોય તેવું ખાવું, ભોજન પહેલાં પાણી પીવું આવા ઘણા બધા કારણો હોય છે કબજીયાત થવાના.
આપણે ભોજન લેતા હોય ત્યારે ફટાફટ ખાઇ લેતા હોય છે. આપણે એક કોળિયો ઓછાં માં ઓછો ૨૦-૩૦ વખત ચાવવો જોઈએ. જેથી તે આપડી લાળ માં ભળી અને અંદર જસે અને જઠરાગ્નિ ને ખોરાક પચાવવામાં સરળતા રહેશે. જો આ રીતે ખોરાક સારી રીતે પછી જસે તો કબજિયાત થશે નહિ.
મિત્રો ઘણા લોકોને એવી ટેવ હોય છે કે જમતા પહેલાં પાણી પી જાય છે. આ પીણી પીવાથી જઠરાગ્નિ મંદ થઈ જાય છે અને ખોરાક સારી રીતે પચતો નથી, જેથી ગેસ અને કબજિયાત ની તકલીફ થઈ શકે છે. તો જમતા પહેલા પાણી ન પિવુ જોઇએ.
જેમણે જઠરાગ્નિ મંદ હોય તેમને ભોજન લેતા પહેલા ૧૫ મીનીટ આગળ તમારે સુંઠ કે આદુનો ટુકડો મોઢામાં નાખી ચાવવો જેથી તે શરીર મા અંદર રસ જાય અને જઠરાગ્નિ પ્રદીપ્ત થશે. જેથી આપણો ખોરાક સારી રીતે પચી જાય. આપને લગ્ન મા જઇએ તો જમતા પહેલા સૂપ આપવામાં આવે છે તેનું કારણ એ છે કે આપનો ખોરાક સૂપ પીધા પછી લેવાથી તે સારી રીતે પચી જાય છે.
કબજિયાત થયો હોય તો તમારે હરડે નો ઉપયોગ કરવો જોઇએ. હરડે નો ઉપયોગ કરવાથી તમારી ગેસ અને કબજીયાત ની તકલીફ દુર થાય છે. તો હરડે નો ઉપયોગ કેેેેેવી રીતે કરવો. તો એક આખી હરડે અને એરંડીયાનું તેલ(દિવેલ) લેવું. એક કાચના બાઉલમાં એરંડિયું લઈ તેમાં હરડે ૧૦-૧૨ દિવસ સુધી પલાળી રાખવાનો. તમે જે બાઉલ નો ઉપયોગ કરો છો તેની ઉપ્પર કાપડ બાંધિ લેવું જેથી તેમાં કોઈ કચરો નાં પડે.
આ બાઉલ ને તમારે રોજ તડકા મા રાખી લેવાનુ અને સાંજે ઘર મા મુકી દેવાનુ. છે. ૧૦-૧૨ દિવસ થયા પછી હરડેને દિવેલ માંથી બહાર કાઢી તેને જે દિવેલ માં પલાળીને મુક્યુ હતુ તેજ દિવેલ માં શેકી લો અને તેમાંથી હરડેના દાણા કાઢી લેવા. હવે જે હરડે ની છાલ વધી છે તેનો પાઉડર બનાવી ચૂર્ણ બનાવવું. આ ચૂર્ણ નો ઉપયોગ તમે સવાર અને સાંજે કરશો તો તમે કબજીયાત થી બચી શકશો.
આ આર્ટિકલમાં બતાવવામાં આવેલ કોઇપણ પ્રકારની સલાહ, સુચન તથા કોઇ પણ નુસખા, પુસ્તકો તથા ઈન્ટરનેટ પરથી ધ્યાનમાં રાખીને દર્શાવવામાં આવેલ છે, તેમ છતા કોઇપણ પ્રયોગ કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જ જોઈએ. અહીંયા દર્શાવેલા નુસખા દરેક વ્યક્તિની તાસીર પ્રમાણે કામ કરે છે. આડઅસર તથા કોઇપણ પ્રકારના નુકશાન માટે કોઇપણ વ્યક્તિ જવાબદાર રહેશે નહી.