jiru asali ke nakli tips in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

જો ભારતીય ભોજનમાં મસાલાનો ઉપયોગ કરવામાં માં આવે તો સ્વાદ ફીકો પડી જાય છે, તેથી જ હળદર, કાળા મરી, લાલ મરચું અને ઈલાયચી જેવા ઘણા મસાલા રસોઈ બનાવવામાં વપરાય છે અને આમાંથી એક જીરું છે.

જીરું એક એવો મસાલો છે જેનો ઉપયોગ લગભગ બધી જ શાકભાજીમાં થાય છે. તે મુખ્યત્વે જીરા રાઈસ, જીરું આલુ, દાળમાં તડકો કરવા વગેરે જેવી ઘણી વાનગીઓમાં વપરાય છે. તે ખોરાકનો સ્વાદ વધારવાની સાથે સાથે, સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

ઘણી મહિલાઓ તો સવારે ખાલી પેટ પણ તેનું સેવન કરે છે.પરંતુ આજના જમાનામાં લગભગ દરેક મસાલામાં ભેળસેળના સમાચાર આવતા રહે છે. જીરુંમાં પણ ભેળસેળ આવે છે અને કયું વાસ્તવિક અને કયું નકલી જીરું છે તેને ઓળખવું ખૂબ જ મુશ્કેલ છે.

આ સ્થિતિમાં, આજે આ લેખમાં અમે તમને રસોડાની કેટલીક ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ કે જેને અપનાવીને તમે સરળતાથી ભેળસેળિયું જીરું ઓળખી શકો છો. તો ચાલો જોઈએ કે કેવી રીતે ઓળખી શકાય.

કઈ વસ્તુઓ ને ભેળવવામાં આવે છે?

ભેળસેળવાળા જીરાની ઓળખ કરતા પહેલા તે જાણવું ખૂબ જ જરૂરી છે કે જીરામાં કઈ વસ્તુની ભેળસેળ કરવામાં આવે છે. કદાચ, તમે જાણતા હોય, જો તમે નથી જાણતા, તો તમારી માહિતી માટે તમને જણાવી દઈએ કે ફૂલના ઝાડુના ઘાસમાં નાના નાના બીજ હોય છે, જે જીરાના દાણા જેવા દેખાય છે.

એવામાં ઘણી વખત ફૂલ જાડુંના બીજ જીરા સાથે ભેળવી દેવામાં આવે છે, જેને ઓળખવું ખૂબ જ મુશ્કેલ છે. એટલે જીરું ખરીદતી વખતે ધ્યાન રાખો કે, ફૂલના ઝાડુના બીજ જીરામાં મિક્સ તો નથીં ને.

જંગલી ઘાસ

આજકાલ જંગલમાં આવા અનેક ઘાસ છે કે જેના બીજ જીરા જેવા જ દેખાય છે. આ સિવાય નદીઓના કિનારે ઉગેલા જંગલી ઘાસમાં પણ જીરા જેવા બીજ હોય ​​છે જેને જીરામાં ભેળવી દેવામાં આવે છે. જંગલી ઘાસના બીજ તડકામાં સૂકવીને પછી રંગવામાં આવે છે અને જીરામાં ભેળવવામાં આવે છે, જેને ઓળખવું કોઈને માટે સરળ નથી.

કેવી રીતે ઓળખવું નકલી જીરું? 

ભેળસેળિયા જીરાની ઓળખ માટે તમે પાણીનો ઉપયોગ કરી શકો છો. આ માટે એક ગ્લાસ પાણીમાં એક થી બે ચમચી જીરું નાખો. જો જીરું પાણીમાં નાખતાની સાથે જ તેનો રંગ છોડી દે છે, તો તમે કહી શકો છો કે જીરુંમાં કંઈક ભેળસેળ છે કારણ કે અસલી જીરું ક્યારેય તેનો રંગ છોડતું નથી.

આ સિવાય જો જીરામાં નાના પથ્થરો ભેળવવામાં આવેલા હશે તો તે પાણીમાં સરળતાથી નીચે બેસી જાય છે. તમે જીરાને તેની સુગંધથી પણ ઓળખી શકો છો કારણ કે વાસ્તવિક જીરામાં સુગંધ હોય છે અને નકલી જીરામાં સુગંધ આવતી નથી.

તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી કરજો, બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી સ્વાસ્થ્ય, ટિપ્સ અને ટ્રીક, રેસિપી જાણવા રસોઈ ની દુનિયા ને Like & Follow કરો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા