જાણો કેવી રીતે ચાર પ્રકાર ના જળ બનાવી શકીએ અને તેનાથી શું ફાયદા થાય છે. આ ચારેય જળ બનાવવા ખુબજ સરળ છે. આ જળ પીવાથી તમારા શરીર ની મોટાં ભાગની તકલીફો સામે રક્ષણ આપે છે. તો ચાલો જોઇલો આ જળ બનાવવાની રીત.
૧) ધાણા જળ: એક લીટર પાણીમાં એક થી દોઢ ચમચી જૂના સૂકા ધાણા નાખી ઉકાળી એક ભાગ બાળી ત્રણ ભાગ રહે ત્યારે ઉતારી, ઠારી, નિતારી, ગાળી લો. આ પાણી એકદમ ઠંડુ બને છે. તેથી તે પિતૃદોષ કે ગરમી થી પીડાતા કે પિત્તની તાસિરવાળા લોકોને માફક આવે છે.
આવું પાણી ગરમી, પિત્તનો તાવ, બળતરા, દાહ સોજા વાળા હરસ,ખાટા ઓડકાર અને રક્તસ્રાવ, ગરમીના પાતળા ઝાડા, ખૂબ વધુ પડતી તરસ જેવા દર્દો માં લાભપ્રદ છે. વધુ લાભ માટે આ પાણીમાં સાકર નાખીને પીવું. જે લોકો કેફી – માદક ચીજોના વ્યસનથી વિષમય બનાવે છે. તેમને માટે પણ આવું જળ વિશનાશક હોય લાભપ્રદ છે.
૨) જીરા જળ: એક લીટર પાણીમાં એકથી દોઢ ચમચી જીરું નાખી ઉકાળવું. ચોથા ભાગનું પાણી બાળી અને ઠંડુ પાડી ગાળી લેવું. આ પાણી ધાણા જળની જેમ ઠંડા ગુણ ધરાવે છે. જીરા જળ થી આંતરિયો, મેલેરિયા તાવ, આંખોની ગરમી, રતાશ, હાથ પગના સ્નાયુ ની ગરમી કે વાયુના ઝાડા, લોહીવિકાર વગેરે દર્દોમાં લાભ કરે છે.
૩) સુંઠ જળ: એક લીટર પાણીમાં અડધી ચમચી સૂંઠનું ચૂર્ણ નાખી ઉકાળવું. ઉકળે એટલે ઉતારીને ઠંડુ પાડી ગાળી લેવું. આખા દિવસમાં ત્રણથી ચાર ગ્લાસ આ પાણી પીવું. આ પાણી પીવાથી કાયમી શરદી, ઉધરસ, સળેખમ, દમ, એલર્જી, જુનો તાવ, અપચો, ગેસ આફરો, અજીર્ણ વગેરે મટે છે. સુંઠ વાયુ અને કફનો નાશ કરે છે.
આ પાણી કોણે ન પીવુ જોઇએ અથવા તો કોણી આ પાણી માફક નથી આવતુ: આ પાણી પિત્ત પ્રકૃતિવાળાને તે માફક આવતી નથી. તેથી એસિડિટી, અલ્સર જેવા પિત્તના રોગોમાં આ પાણી ન પીવું. .
૩.૧) સૂંઠની એક ગાગડી મૂકી અડધા ભાગનું પાણી રહે ત્યાં સુધી ઉકાળી, ઉતારી ગાળી લેવું. પાણીમાં નીચેના તળીયાના ક્ષારો ન આવે તેમ બીજા વાસણમાં લઈ લેવું. આ પાણી પીવાથી કાયમી શરદી, સળેખમ, નાક બંધ થવું, દમ-શ્વાસ, ફેફસામાં પાણી ભરાવું, જાડા, અપચો, કૃમિ, વાળો, ખુબજ પેશાબ કરવા જવું, ડાયાબિટીસ, બ્લડપ્રેશર, શરીર કાયમ ઠંડું રહેવું, મસ્તક પીડા જેવા અન્ય તમામ દર્દોમાં લાભ થાય છે.
૪) અજમા જળ: ૧ લિટર પાણીમાં એક ચમચી (૮૦ ગ્રામ) તાજો નવો અજમો નાખી, અડધું બળી જાય ત્યાં સુધી ઉકાળી ગાળી લો. આ પાણી વાયુ અને કફથી થતાં તમામ દર્દોમાં ખાસ લાભપ્રદ છે. તેનાથી કફજન્ય હૃદયનું શૂળ, પેટમાં વાયુપીડા, આફરો, પેટનો ગોળો, હેડકી, અરુચી, મંદાગ્ની, પેટ નાં કરમીયાં, અજીર્ણના ઝાડા, કૉલેરા, શરદી, ડાયાબિટીસ જેવાં અનેક દર્દોમાં ખાસ લાભપ્રદ છે. આ પાણી ગરમ ગુણો ધરાવે છે.
આ આર્ટિકલ માં જણાવવામાં આવેલ કોઈપણ પ્રકાર ની સલાહ, સૂચન તથા નુશકા, પુસ્તકો તથા ઇન્ટરનેટ પરથી ધ્યાનમાં રાખીને દર્શાવવામાં આવ્યા છે, તેમ છતાં કોઈપણ પ્રયોગ કરતા પહેલા ડોકટર કે વૈદ્ય ની સલાહ જરૂર લો. અહિયા દર્શાવેલ નુસખા દરેક વ્યક્તિની તાસીર પ્રમાણે કામ કરે છે. કોઈ પણ આડઅસર કે કોઈ પણ પ્રકાર નું નુકશાન માટે કોઈ વ્યક્તિ જવાબદાર રહેશે નહિ.