bandh naso kholva na upay in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

હૃદય મજબૂત કરવાના ઉપાય: આજે આપણે જે વાત કરવાના છીએ એ બધા લોકો માટે ખુબજ ઉપયોગીછે. જો આપણું હૃદય સ્વસ્થ અને બજબુત હશે તો આપણે ખૂબ લાંબુ અને સ્વસ્થ, નિરોગી જીવન જીવી શકીશું. તો અહી જણાવીશું એવી ૧૦ વસ્તુ જે હૃદય સ્વસ્થ રાખવા અને હૃદયની બ્લોક નસો ને ખોલવા માટે પણ ખૂબ જ ઉપયોગી અને મહત્વ ની સાબિત થશે. તો ચાલો જોઈએ.

પિસ્તા: રોજ સવારે કાજુ અને બદામ નું સેવન ઘણા લોકો કરતાં હોય છે. પણ ખાસ કરીને પિસ્તા નું સેવન રોજ સવારે કરવાથી આપણા હૃદય ની બ્લોક નશો અને કોલેસ્ટ્રોલને ઠીક કરવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થાય છે.

લસણ:  રોજ ૪ થી ૫ લસણ ખાવાથી આપણા સમયની બધી જ બ્લોક નસો ફરીથી ખૂલવા લાગે છે. રોજ ૪ થી ૫ લસણ ખાવાથી મ હૃદય રોગથી બચી શકાય છે.

ડાર્ક ચોકલેટ: ડાર્ક ચોકલેટ નામ સાંભળીને તમને નવાઈ લાગશે. પણ ઘણાં રિસર્ચ બાદ આજે ઘણા ડોકટર પણ હૃદયને સ્વસ્થ રાખવા માટે ચોકલેટ ખાવાનુ કહે છે. ચોકલેટ ની અંદર એન્ટીઓક્સીડેન્ટ ગુણ રહેલા હોય છે જે આપણા હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. માટે ડાર્ક ચોકલેટ નું પણ સેવન કરવું જોઈએ.

ગ્રીન- ટી: ગ્રીન ટી અંદર એવા ઘણા તત્ત્વો રહેલા હોય છે જે આપણા વજનને નિયંત્રિત કરવામાં ખૂબ જ મદદ કરે છે અને હૃદય રોગ અને ડાયાબિટીસ જેવી બીમારીઓને ઠીક કરે છે આ ગ્રીન ટી શરીર ને ઘણી બધી રીતે પણ ફાયદા કારક સાબિત થાય છે.

ચણા: રોજ થોડાં ચણા ખાવાથી આપણા શરીરમાં કોલેસ્ટ્રોલ લેવલ ઠીક થઈ જાય છે. ચણા હૃદયને મજબૂત રાખવા માટે ખૂબ જ ઉપયોગી વસ્તુ છે. ચણા ખાવાથી તમારા શરીર માં ઘોડા જેવી તાકાત પણ આવે છે.

મલાઈ વગરનું ગાયનું દૂધ: દૂધની અંદર હૃદયને મજબૂત કરવાની શક્તિ રહેલી છે. પરંતુ હંમેશા મલાઈ વગરનું દૂધ પીવું આપણા શરીર માટે ફાયદાકારક સાબિત થાય છે. આ મલાઈ વગરના ગાય નાં દૂધની અંદર ફેટ હોતો નથી, તેથી આપણા શરીરમાં ફેટ જમા નથી થવા દેતું નથી.

ઈલાયચી:  ઈલાયચીનો ઉપયોગ તમે રોજ ચા બનાવવામા કરતા હશો. રોજ જમ્યા બાદ ઈલાયચી ખાવાથી એસિડિટી તો દૂર થાય જ છે સાથે-સાથે સ્વાસ્થ્ય પણ મજબુત બને છે તેથી જો કે એકાંતરે ઇલાયચીનું સેવન કરવું જ જોઈએ.

બાજરી:- જે લોકો રોજ બાજરીનું અથવા તો અઠવાડિયામાં ૨ કે ૩ વખત બાજરા નું કોઈ પણ રીતે સેવન કરે છે તેમને હૃદયને લગતી બીમારીઓ ૭૦ થી ૮૫ ટકા ઓછી થઈ જાય છે આવું ઘણા રિસર્ચમાં સામે આવ્યું છે. માટે બાજરાનું સેવન જરૂર થી કરવું.

મરચું: આપણ  લાલ મરચાની ખુબજ ઉપયોગ કરતા હોઈએ છીએ. આ મરચા ની અંદર ઘણી શક્તિ રહેલી હોય છે જે બંધ પડી ગયેલી નશો અને જામી ગયેલા લોહીને ફરીથી પાતળું કરવાની ક્ષમતા ધરાવે છે.

હળદર:- પીળી દેખાતી હળદળ એ આપણા શરીર માં ઘણી રીતે ઉપયોગી છે. આપને આ હળદળ નો ઉપયોગ જુદી જુદી રીતે કરી શકીએ છીએ. રોજ રાત્રે જમ્યા બાદ એક ગ્લાસ ગરમ દૂધ ની અંદર એક ચમચી હળદર નાખી પીવાથી શરીર માં ગજબના ફાયદા થાય છે. આપણા હૃદય માટે હળદર ખૂબ જ ફાયદાકારક છે માટે જમ્યા બાદ દુધ સાથે હળદળ નું સેવન જરૂર કરવું જોઈએ.

તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી કરજો, બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી ,સ્વાસ્થ્ય, ટિપ્સ અને ટ્રીક, રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા