hemoglobin increase food in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

હિમોગ્લોબિન: હિમોગ્લોબિનની ઉણપ સૌથી વધારે સ્ત્રીઓમાં જોવા મળે છે. આપણા આખા શરીરમાં ઓક્સિજન પહોંચાડવાનું કામ હિમોગ્લોબિન જ કરે છે. જો શરીરમાં હિમોગ્લોબિનની ઉણપ હોય તો ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

શરીરને સ્વસ્થ રાખવા માટે નિયમિત મિનરલ્સ, આયર્ન અને પ્રોટીન અને પોષક તત્વોની જરૂર હોય છે. આયર્નની ઉણપથી હિમોગ્લોબિન ની સમસ્યા થાય છે. ઘણા લોકો હિમોગ્લોબિનની ઉણપને દૂર કરવા માટે ઘણી પ્રકારની દવાઓ લેતા હોય છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે.

તમે તમારા આહારમાં કેટલાક ખોરાકનો સમાવેશ કરીને હિમોગ્લોબિનની ઉણપને દૂર કરી શકો છો. તો ચાલો આજે અમે તમને આવા એવા ખોરાક વિશે જણાવીએ જે આયર્નથી ભરપૂર માનવામાં આવે છે. જો તમે શાકાહારી છો, તો તમારા ખોરાકમાં લીલા પાંદડાવાળા શાકભાજી ખાઓ.

લીલી શાકભાજી આરોગ્ય માટે ફાયદાકારક હોય છે. લીલી શાકભાજીમાં વિપુલ પ્રમાણમાં પૌષ્ટિક ગુણ જોવા મળે છે. શરીરમાં હિમોગ્લોબિનની ઉણપને દૂર કરવા માટે તમે લીલી શાકભાજીનું સેવન કરી શકો છે.

ફળો આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે ખાસ કરીને શાકાહારીઓ માટે. ફળોમાં આયર્ન, પ્રોટીન, ફાઈબર અને વિટામિનની માત્રા ભરપૂર હોય છે.

દરરોજ એક મુઠ્ઠી ખજૂર, અખરોટ, બદામ અને કિસમિસ જેવા ડ્રાય ફ્રૂટ ખાવાથી હિમોગ્લોબિનની ઉણપને દૂર કરી શકાય છે. આમાં પૂરતા પ્રમાણમાં આયર્ન હોય છે જે લાલ રક્ત સેલને ઝડપથી વધારવામાં મદદ કરે છે.

આહારમાં બીજનો (સીડ્સ) સમાવેશ કરીને પણ આયર્નની ઉણપ દૂર કરી શકાય છે. કોળુ, અળશી વગેરેનાં બીજ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. હિમોગ્લોબિનની ઉણપને દૂર કરવા માટે, તમે તેને નાસ્તા, સલાડ અને શાકભાજીમાં ભેળવીને પણ ખાઈ શકો છો.

તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી કરજો, બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી ,સ્વાસ્થ્ય, ટિપ્સ અને ટ્રીક, રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા