અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આજે અમે તમારી સાથે એકદમ નવી રીતે બજાર જેવી જીની ઢોંસા રેસિપી ઘરે કેવી રીતે બનાવી શકાય તે વિશે જણાવીશું, જો રેસિપી સારી લાગે તો લાઇક અને શેર કરવાનુ ભુલતા નહીં.

સામગ્રી

  • 500 ગ્રામ ઢોસાનુ ખીરું
  • 2 વાટકી બટાટાનો મસાલો
  • 2 વાટકી સલાડ (કાંદા,કેપ્સીકમ,ગાજર,કોબી,બીટ )
  • લાલ મરચું
  • પાવભાજી મસાલો
  • લાલ ચટણી
  • ટોપરાની ચટણી
  • ચીઝ
  • બટર

લાલ ચટણી માટે :

  • 3 નંગ ટામેટા
  • 1 કાંદો
  • મરચું પાવડર
  • સાંભાર પાવડર
  • મીઠુ
  • જીરુ
  • તેલ

ટોપરાની ચટણી માટે :

  • 1/2 ફ્રેશ ટોપરૂ (અથવા ડ્રાય )
  • 2 લીલા મરચા
  • લીમડાના પાન
  • તેલ
  • મીઠુ

બનાવવાની રીત

  1. બધાં સલાડના શાક બારીક સમારીલો
  2. લાલ ચટણીની બધી સામગ્રી ભેગી કરીને મિક્ષચરમાં પીસીલો,તેમા જરૂર મુજબ પાણી નાખવું (ચટણી બહુ પાતળી કરવી નહીં)
  3. ટોપરાની ચટણીમાં લીમડા સિવાય બધુ પીસી લઈ,લીમડાને વઘારીને એડ કરો.
  4. (જરૂર પ્રમાણે પાણી નાખવું)
  5. ઢોસાના તવા પર બટર ગ્રીસ કરી,ઢોસો ફેલાવો.(ગેસ ધીમો રાખવો )
  6. તેની ઉપર લાલ ચટણી લગાડો.
  7. તેની પર બટાટાનો માવો(મસાલા ઢોસામાં વાપરીયે તે ) લગાડીને બધાં સલાડ મુકો .અને જરૂર મુજબ મીઠુ ,મરચું અને પાવભાજી મસાલો એડ કરો .હવે સ્મેસર થી બધુ એકરસ કરો અને જરૂર મુજબ બટર એડ કરો (ભાજીપાવની ભાજીને કરીયે તેમજ) ઉપર ચીઝ ભભરાવો .
  8. તેના પર ટોપરાની ચટણી લગાડીને,ફરતે બટર લગાડો અને પછી સાચવીને ઢોસાનો રોલ કરીલો .
  9.  તેના પિસ કરીને સાંભાર સાથે સર્વ કરો .
  10. આ ઢોસો બહુ પાતળો ઉતારવો નહીં …
  11. દરેક ઢોસો ઉતારતી પહેલા ,પાણી છાંટીને તવો કૂલ કરી લેવો જેથી ફેલાવતી વખતે ખીરું પાછુ ચમચાને ચોંટે નહીં ..
  12. બટાટાની બદલે પનીર કે કાચા કેળાનો માવો પણ લેવાય …

 

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા