jaggery benefits in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ગોળ ઔષધીય ગુણોથી ભરપૂર છે, જે આપણા સારા સ્વાસ્થ્ય માટે જરૂરી છે. રસોડામાં મળતો આ નાનો ટુકડો શરીર સ્વસ્થ રાખે છે. ગોળમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ પુષ્કળ પ્રમાણમાં હોય છે. આ બંને તત્વો હાડકાંને મજબૂત બનાવવામાં ખુબ જ મદદરૂપ છે.

તે શરીરને મજબૂત બનાવે છે અને એક્ટિવ રાખે છે. ગોળ સ્વાસ્થ્ય માટે ખજાનો છે. તેના ફાયદાઓ વિશે પણ ઘણા લોકો અજાણ છે. આયુર્વેદિકમાં પણ ગોળનો ઉપયોગ કડવી દવાને મીઠી બનાવવામાં અને ઘણા રોગોમાં દવા તરીકે કરવામાં આવતો હતો.

મોટાભાગના લોકો તેનો ઉપયોગ શિયાળાની ઋતુમાં જ કરે છે પરંતુ તમે ગોળને આખું વર્ષ ખાઈ શકો છો અને તેનું સેવન કરવાથી શરીરને પણ ઘણો ફાયદો થાય છે.

ઘરેલું ઉપચાર : ખાટા ઓડકાર કે પેટની બીજી સમસ્યાઓમાં ગોળમાં કાળું મીઠું ભેળવીને ચાટવાથી ફાયદો થાય છે. સાંધાના દુખાવા હોય તો આદુ સાથે ગોળનું સેવન કરવાથી ફાયદો થાય છે. દરરોજ ગોળના ટુકડાની સાથે આદુ ખાવાથી સાંધાના દુખાવામાં રાહત મળે છે.

અસ્થમાની સારવારમાં ગોળ ફાયદાકારક હોય છે. ગોળ અને કાળા તલના લાડુ બનાવીને ખાવાથી અસ્થમા થતો નથી અને શરીરમાં ગરમી પણ જળવાઈ રહે છે. પીળીયો થયો હોય તો પાંચ ગ્રામ સૂકા આદુમાં દસ ગ્રામ ગોળ ભેળવીને ખાવાથી ફાયદો થાય છે.

આખો દિવસ મહેનત કરીને થાકી ગયા હોય તો દૂધ સાથે ગોળનું સેવન કરો. જો દૂધ ન ગમતું હોય તો એક કપ પાણીમાં પાંચ ગ્રામ ગોળ, થોડો લીંબુનો રસ અને કાળું મીઠું મિક્સ કરીને પીવાથી શરીરનો થાક દૂર થાય છે.

જો પેટમાં ગેસ બનવાની સમસ્યા હોય તો દરરોજ એક ગ્લાસ પાણી અથવા દૂધ સાથે ગોળનું સેવન કરવાથી પેટ ઠંડું પડે છે અને પેટમાં ગેસ બનતો થતો.

ગળું બેસી ગયું છે તો અને અવાજ જકડાઈ ગયો હોય તો રાંધેલા ભાતમાં ગોળ મિક્સ કરીને ખાવાથી બેસી ગયેલું ગળું ખુલી જાય છે અને અવાજ પણ ખૂલે છે. કાનમાં દુખાવો થતો હોય તો ઘી સાથે ગોળ મિક્સ કરીને ખાવાથી કાનના દુખાવામાંથી છુટકારો મળે છે.

શરદી અને ફ્લૂથી છુટકારો મેળવવામાં પણ ગોળ અસરકારક છે. કાળા મરી અને આદુ સાથે ગોળ ખાવાથી શરદી અને ફ્લૂમાં આરામ મળી જાય છે. ખાંસીની ફરિયાદ હોય તો ગોળ ખાઓ. ગોળને આદુ સાથે ગરમ કરીને ખાવાથી ગળાના દુખાવામાં રાહત મળે છે.

શ્વાસ સંબંધી રોગો માટે પાંચ ગ્રામ ગોળના સરખા પ્રમાણમાં સરસોના તેલમાં ભેળવીને ખાવાથી શ્વાસ સંબંધી સમસ્યાઓથી છુટકારો મળે છે. શારીરિક નબળાઈ હોય તો દૂધ સાથે ગોળનું સેવન કરવાથી શક્તિ આવે છે અને શરીર ઉર્જાવાન બની રહે છે.

સુપર ટીપ : આદુ સાથે ગોળને હળવો ગરમ કરીને ખાવાથી ગળાની બળતરા મટે છે. જો તમને આ ગોળના ફાયદા લેખ ગમ્યો હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા