અચાનક જ ઝાડા અને ઉલટી થાય તો કરો આ ઘરેલુ ઉપાય || ઝાડા ઊલટીના ઉપાયો

Spread the love

ઝાડા ઊલટીના ઉપાયો : ઘણા લોકોને અચાનક જ ઝાડા ઉલટી થઇ જવાની સમસ્યા રહેતી હોય છે. તો આજે અહીંયા આ માહિતીમાં તમને ઝાડા ઉલટી કોઈપણ જાતની આડઅસર વગર તાત્કાલિક મટાડવા માટેના એકદમ સરળ ઘરેલુ ઉપાયો વિષે જણાવીશું.

દૂષિત ખોરાક ખાવાથી કે પાણી પીવાથી શરીરમાં જંતુઓ પ્રવેશે છે. જે હોજરી અને આંતરડામાં જઈને ઝેરી દ્રવ્યો નું નિર્માણ કરે છે. આ જેરી દ્રવ્યોથી શરીર ને બચાવવા માટે શરીરની રોગપ્રતિકારક પ્રણાલી તેને ઝાડા અને ઉલટી દ્વારા બહાર કાઢવાનો પ્રયત્ન કરે છે.

માટે એકથી બે વખત ઉલટી કે ઝાડા થઈ તો તેના માટે ઉપચાર કરવાની જરૂર નથી. તે આપમેળે જ શરીરમાંથી નુકસાનકારક જંતુઓ દૂર થઈ જતાં મટી જાય છે. પણ જો વારંવાર અને સતત ઉલટી કે ઝાડા થાય તો શરીરમાં પાણી ઓછું થઇ જવાથી ડિહાઇડ્રેશન થવાની ગંભીર સમસ્યા થાય છે. માટે આવા સમયે તાત્કાલિક ઉપચાર જરૂરી છે.

જો આયુર્વેદ અનુસાર જોવામાં આવે તો શરીરમાં પિત્ત કે વાયુ ખૂબ વધી જાય ત્યારે ઝાડા અને ઊલટી થાય છે. જેને શાંત કરે તેવાં ઔષધો લેવાથી તરત જ રાહત જણાય છે. હવે એકદમ સરળતાથી અને કોઈપણ જાતની આડઅસર વગર ઉલટી અને ઝાડાને તાત્કાલિક મટાડે તેવા ઘરેલુ ઉપચાર વિશે જાણીએ.

4

જો વાયુને કારણે ઉલટી કે ઝાડા થયા હોય તો તેના માટે એક તપેલીમાં પોણો કપ પાણી ઉકળવા મુકો. પાણી ઉકળે એટલે તેમાં અડધી ચમચી ચા ની ભૂકી અને અડધી ચમચી સાકર કે ખાંડ નાખીને ઊકળવા દેવું. પાણી ઉકાળીને અડધા કપ જેટલો થઈ જાય એટલે ગાળી લેવું.

ગરમ હોય ત્યારે જ તેમાં અડધું લીંબુ નીચોવીને પી જવું. આ ઉકાળો પીધા પછી તરત જ ઉલટી અને ઝાડા બંનેમાં રાહત થઇ જશે. ઝાડા ન હોય અને ઉલટી હોય તો પણ આ પ્રયોગ કરી શકાય છે. ઝાડા ની બીજી કોઈ પણ દવાથી કબજિયાત થવાની શક્યતા રહે છે. જ્યારે આ ઘરેલુ પ્રયોગથી ઝાડા તરત જ બંધ થઈ જશે અને કબજિયાત નહીં થાય.

હવે જે લોકો ચા ન પીતા હોય અથવા કોઈ કારણથી ઉલટી થઈ છે તે ખબર ન હોય તેમણે માટે આ બીજો પ્રયોગ કરવો. આ પ્રયોગ માટે ચાર વસ્તુ પાંચ પાંચ ગ્રામ લેવાની છે. જેમાં સૌ પ્રથમ છે ધાણા, બીજી વસ્તુ છે સાકર, ત્રીજી વસ્તુ છે દળેલી સૂંઠ અને ચોથી વસ્તુ છે નાગરમો.

આ દરેકનો પાંચ-પાંચ ગ્રામ પાઉડર અથવા બધી વસ્તુઓ સાથે મિક્ષ કરી દળીને એક કપ પાણીમાં નાખીને ઉકાળવું. ચોથા ભાગનું રહે એટલે ગાળીને પી જવું. આ કરવાથી ઉલટી તરત જ બંધ થઈ જાય છે.

જો તમને આ લેખ ગમ્યો હોય, તો ચોક્કસપણે આ વિષે તમારા મિત્રોને જણાવજો અને તમારા પોતાના ફેસબુક પેજ પર રસોઈનીદુનિયા સાથે બીજા આવા જ લેખો વાંચવા માટે જોડાયેલા રહો.


Spread the love

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા