અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ખાવા-પીવાની વાત આવે તો ભારતનું નામ હંમેશા આગળ રહ્યું છે. અહીંયા તમને દરેક પગલે તમને અલગ-અલગ વેરાયટી જોવા મળે છે. ભારતનું બજાર પણ ઘણું મોટું છે કે દેશ-વિદેશની દરેક ખાવાની સામગ્રી અહીંયા મળી રહે છે.

સારી વાત તો એ છે કે ભારતમાં ખાવા પીવા માટે કોઈ નિયમો બનાવવામાં આવેલા નથી. કેટલીક ખાવાની વસ્તુઓ જે ભારતમાં ખૂબ જ ઉત્સાહથી ખવાય છે તેના પર વિદેશમાં પ્રતિબંધ છે. તો ચાલો જાણીએ કે કયા દેશમાં કઈ વસ્તુ ખાવાની પરવાનગી નથી.

સમોસા : ભારતમાં લોકો સમોસા ખુબ જ ઉત્સાહથી ખાય છે. સાંજના નાસ્તામાં સમોસા એ દરેકની મનપસંદ આઇટમ છે. જો કે મુસ્લિમ દેશ સોમાલિયામાં સમોસા પર પ્રતિબંધ મુકેલો છે. તેનું કારણ છે કે તે સમોસા ત્રિકોણ આકારના છે અને અહીંના લોકો ત્રિકોણ આકારને ખ્રિસ્તી ધર્મનું પ્રતીક માને છે. એટલા માટે અહીંની સરકારે સમોસા પર પ્રતિબંધ મૂક્યો છે.

ચ્યુઇંગ ગમ : સિંગાપોર એશિયા ખંડના હાઇપર ક્લીન અને હાઇપર સ્ટ્રિક્ટ દેશોમાંથી એક દેશ છે. આ દેશ તેના ખાવાના નિયમોથી માટે વિશ્વભરમાં જાણીતો છે. અહીં ચ્યુઇંગ ગમ ખાવા પર પ્રતિબંધ મુકેલો છે. જો કે અહીંની દુકાનોમાં ચ્યુઇંગ ગમ મળી રહે છે પણ તમે તેને ત્યારે જ ખરીદી શકો જ્યારે ડૉક્ટર તમને તે સૂચવે છે.

સિંગાપોર સરકાર માને છે કે લોકો ચ્યુઇંગ ગમ ખાધા પછી રસ્તા પર નાખે છે અને તે લોકોના ચપ્પલમાં ચોંટી જવાથી રસ્તાઓ ગંદા થાય છે. તેથી જ સિંગાપોર સરકારે તેના પર પ્રતિબંધ લગાવેલો હતો.

કિંડર જોય : ટીવી પર જયારે કિન્ડર જોયની જાહેરાત આવે ત્યારે બાળકો તે ખરીદવા માટે તેમના માતાપિતાને જીદ કરે છે પરંતુ અમેરિકામાં કિન્ડર જોય પર પ્રતિબંધ મુકેલો છે. ખરેખર ત્યાંની સરકાર પ્લાસ્ટિકને સમર્થન આપતી નથી અને ખાસ કરીને આ દેશમાં બાળકો માટે ખાદ્ય પદાર્થો ખૂબ કાળજી સાથે પેક કરવામાં આવે છે.

કેચઅપ : ફ્રેન્ચ ફ્રાઈસ દુનિયાભરમાં પ્રખ્યાત છે અને તેની સાથે કેચઅપ હોય ત્યારે ખાવાની મજા આવી જાય છે. પરંતુ નવાઈની વાત એ છે કે આ પ્રખ્યાત ફ્રેન્ચ વાનગી ફ્રાન્સમાં જ કેચઅપ સાથે ખાવામાં નથી આવતી.

ખાસ કરીને ફ્રેન્ચની શાળાઓમાં કેચઅપ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે કારણ કે અહીંની શાળાઓમાં માત્ર ફ્રેન્ચ પરંપરાગત ભોજનનો જ પ્રચાર કરવામાં આવે છે. જ્યારે ફ્રાન્સમાં હોટલ અને કેફેમાં ફ્રેન્ચ ફ્રાઈસ સાથે કેચઅપ પણ પીરસવામાં કરવામાં આવે છે.

મેક્રોની અને ચીઝ : તમે ક્યારેય સાંભળ્યું છે કે ખાવાની વસ્તુ તેના રંગના કારણે તેના પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હોય? તમને આ સાંભળીને આશ્ચર્ય થશે પણ નોર્વે અને ઑસ્ટ્રિયામાં, કલર નંબર 6 વાળી બધી વસ્તુઓ પર પ્રતિબંધ છે, જેમાં આછો કાળો રંગ અને ચીઝનો પણ સમાવેશ થાય છે. નોર્વે અને ઑસ્ટ્રિયામાં બાળકો માટે આ રંગની ખાવાની કોઈ પણ વસ્તુઓ સારી માનવામાં આવતી નથી.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા