immunity vadharva mate shu karvu
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

મિત્રો અત્યારના સમયમાં બીમારીમાં તથા કોરોના કાળમાં તમે ડોક્ટરો કે વૈદ્યો પાસે સાંભળ્યું જ હશે કે તમારી ઇમ્યુનીટી વધારો.  ઈમ્યુંનિટી એટલે કે રોગપ્રતિકારક શક્તિ. તે તમારી રોગપ્રતિકારક શક્તિનો વધારો કરવો તે દરેક ડોક્ટર હોય કે વૈદ્ય હોય તે આ સમયમાં અને ખાસ બીમારીમાં સૂચના આપતા હોય છે.  પરંતુ તમને એક વાતની નવાઇ લાગશે કે ઇમ્યુનિટી અને રોગો એટલે કે બીમારીઓ વચ્ચેના સંબંધો છે.  તો એ પણ જાણવું જરૂરી છે કે તમારી ઇમ્યુનીટી અનેક બીમારીઓ સામે રક્ષણ આપે છે. તે રક્ષા કવચનું કામ કરે છે. તો આ રક્ષા કવચ શેના કારણે થાય છે અને આ ઇમ્યુનિટી વધારવા માટે કયા કયા ફૂડ આપણે લેવા જોઈએ તેના વિશે આપણે સરળ માહિતી આપીશું.

બદામ: બદામ દરરોજ આઠથી દસ બદામ ખાવી જોઈએ. પણ પલાળેલી બદામ ખાવાથી રોગપ્રતિકારક શક્તિ તો વધે જ છે. એ 100% બાકી વાત પણ સાથે સાથે મગજને તાણ સામે સ્ટ્રેસ લડવાની શક્તિ મળે છે. અત્યારનો સમય એટલે કે રોગનું સંક્રમણ ચાલી રહ્યું છે તો બીજી બાજુ કોઈને ઓફિસ લેવલની ચિંતા, કોઈને ઘર લેવલની ચિંતા, કોઈને પૈસાની ચિંતા, કોઈને સામાજિક ચિંતા, અર્થવ્યવસ્થાઓની ચિંતા આવી અનેક ચિંતાઓથી મનુષ્ય ઘેરાયેલો હોય છે. કોઈને કોઈ તો ચિંતા હોય તેમને સતાવ્યા જ કરતી હોય છે. તો આ પ્રકારની ચિંતાઓ ધરાવતા લોકો ના મગજ નબળા પડતા જાય છે.

તો બદામનું સેવન કરવાથી સ્ટ્રેસ, ભય, શોક આ બધું તો દૂર થાય છે પરંતુ તેને કારણે આપણું મગજ નબળું પડી ગઈ હોય તો તેને પણ મજબૂત કરે છે. અને આપણી રોગ પ્રતિકારક શક્તિને પણ વધારે છે. સાથે સાથે જો આપણું શરીર નબળું હસે, આપણા શરીરમાં વિટામિન પોષક તત્વો જરૂરી ઘટતા હસે તો તે પણ પૂર્તતા કરશે. માટે બદામ આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે. બદામમાંથી વિટામિન મળે છે જે વિટામિન એ શરીરમાં કુદરતી રીતે મળતા નેચરલ કિલર સેલને વધારવામાં મદદ કરે છે જે વિષાણુ, બેક્ટેરિયા અને કેન્સરના કેસિકાઓને નષ્ટ કરવામાં ખૂબ જ મદદરૂપ થાય છે.

બદામ માંથી મળતું વિટામીન ઈ, સ્કીનને પણ સ્વસ્થ રાખવાની સાથે સાથે કરચલીઓ પડવાની પ્રક્રિયાને ઘટાડે છે. તે સ્ત્રીને હૃદય અને માંસપેશીઓને સંબંધિત બીમારી સામે રક્ષણ આપે છે. માટે બદામનું સેવન આપણા શરીર માટે ખુબજ ઉપયોગી છે. 

લસણ:  લસણ આપણે ઇમ્યુનિટી એટલે કે ઈમ્યૂન સિસ્ટમને બીમારી સામે લડવાની શક્તિ આપે છે. તેમાં રહેલ એલિસિન નામનું તત્વ શરીરને ઇન્ફેક્શન અને બેક્ટેરિયા સામે લડવાની શક્તિ આપે છે. લસણ કેન્સરથી બચાવે છે તથા ઇમ્યુનિટી વધારે છે માટે રોજ સવારે લસણની બે કળી નું સેવન અવશ્ય કરવું.

સંતરા, અનાનસ, લીંબુ, મોસંબી, નારંગી જેવા ખાટા ફળોમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. જે દરેક પ્રકારના સંક્રમણ સામે લડવામાં સક્ષમ છે તથા કફના રોગોમાં પણ ખૂબ જ ઉપયોગી છે.  તે શ્વેત રક્ત કોશિકાઓ બનાવવામાં મદદરૂપ થાય છે. આપણું સેવન શરીરમાં એન્ટીબોડી કેશિકાઓની સપાટી પર એક આવરણ બનાવી આપે છે જે શરીરની અંદર વાયરસને પ્રવેશવા દેતી નથી.  વિટામિન્સ એ સારા ઉપયોગી કોલેસ્ટ્રોલને પણ વધારી આપે છે જેથી શરીરને કાર્ડિયોવેસ્ક્યુલર બીમારી સામે રક્ષણ મળી રહે છે અને બીપી પણ કાબૂમાં રહે છે.

પાલક: પાલક ને તો સુપર ડુપર ફુડ ના નામે ઓળખાય છે. તેમાં ફોલેટ નામના એવા તત્વ હોય છે જે શરીરમાં નવી કોશિકાઓ બનાવવાની સાથે કેશીયા માં રહેલી ડી. એન. એ ને  પણ સરખા કરે છે.તેમાં રહેલા ફાઈબર, આ, એન્ટિઓક્સિડન્ટ તત્ત્વ અને વિટામિન-સી સ્વચ્છતા જાળવી રાખે છે. આપણી પાચનશક્તિ માટે પાલક ઉત્તમ છે માટે પાલકનું સેવન આપણે રસોઈમાં તથા આપણા ભોજનમાં અવશ્ય કરવું જોઈએ.

કેપ્સીકમ:  દરેક લોકો ભોજનમાં કેપ્સીકમ એટલે કે મરચા ના પ્રયોગ કરતા હોય છે કે ખાતા હોય છે. કેપ્સીકમ માં વિટામિન સી હોય છે તે આપણા સ્વાસ્થ્ય માટે લાભદાયક છે. જે એક શક્તિશાળી એન્ટીઓક્સીડેન્ટ પણ છે. કેપ્સીકમ ખાવાથી ઇમ્યુન સિસ્ટમ બુટ થાય છે અને એમાં પણ જો લાલ કેપ્સિકમ ખાઈએ તો લાલ કેપ્સિકમ માં વિટામિન બી૬ પૂરતા પ્રમાણમાં મળી રહે છે. માટે તે રોગપ્રતિકારક શક્તિ એટલે કે આપણી ઇમ્યૂનિટીને વધારવાનું કામ કરે છે. માટે કેપ્સીકમ નું સેવન અવશ્ય કરવું જોઈએ.

હળદર:- હળદર તો જેટલા ગુણગાન ગાઇએ તેટલાં ઓછાં છે. હળદર એ રસોડાનું વ્યંજન છે. રસોઈમાં તેનો ઉપયોગ થતો જ આવ્યો છે. હળદર એન્ટીવાયરલ અને એન્ટી બેક્ટેરિયલ બંને ગુણ ધરાવે છે. હંમેશા હળદરવાળું દૂધ પીવું જોઇએ. હળદળ રોગપ્રતિકારક શક્તિ વધારી આપે છે. આપણું પાચનતંત્ર સુધારી આપે છે.માટે આપણી ઇમ્યૂનિટીને જો વધારવી હોય તો હળદરનું સેવન તો આપણા ભોજનમાં અવશ્ય થવું જોઈએ.

આદું:–  આદું એટલે સુંઠ.  આદું એ રોગ પ્રતિકારક શક્તિ વધારનાર છે. પાચનતંત્ર માટે બેસ્ટ દ્રવ્ય છે.વાયુને મટાડે છે. કફને મટાડે છે. ગળાના ફેફસાના તથા અન્ય અનેક રોગોમાં આદુનું સેવન ખૂબ જ ઉપયોગી છે. શ્વાસના રોગોમાં ખુબ જ ઉપયોગી છે. ઉધરસ તાવ શરદી કોઈપણ કફ હોય તો આદુનું સેવન કરવાથી લાભ થાય છે. તાવ, શરદી ,ઉધરસ આ પ્રકારના રોગો થયા હોય તો હંમેશા આદુવાળી ચા પીવી જોઈએ અને આદુનો પ્રયોગ કરવો જોઈએ.જો આપણને દૂધ પીવાથી વાયુ થઈ જતો હોય તો હંમેશા દૂધમાં થોડું સુંઠ નાખીને પીવાથી આપણને વાયુ બિલકુલ થશે નહીં અને આદુ આપણી ઇમ્યૂનિટીને વધારનારું છે.

મધ:  મધ ખાવાથી શરીરમાં સ્ફૂર્તિ મળી રહે છે. મધ ખાવાથી આપણી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. વહેલી સવારે લીંબુ અને મધ ગરમ પાણી સાથે પીવાથી આપણું શરીર પણ ક્રમશ ઘટવા લાગે છે અને સાથે સાથે આપણે ઇમ્યુનિટી પણ વધવા લાગે છે માટે મધનું સેવન પણ આપણા શરીર માટે ખૂબ જ હિતકર છે.

બ્રોકલી: બ્રોકલીમાં વિટામિન ઈ અને વિટામિન સી સિવાય ગ્લૂટાથીયોન નામના એન્ટિઓક્સિડન્ટ તત્ત્વો પણ રહેલાં છે. જે ઇમ્યુસ મજબૂત બનાવવા માટે ઉત્તમ છે.

મશરૂમ: મશરૂમનું સેવન પણ અવશ્ય કરવું જોઈએ. તે રોગપ્રતિકાર શક્તિ ને વધારે છે. મશરૂમ માં એન્તિવાઇરલ, એન્ટીબેક્ટરિયલ અને એન્ટી ટયુમર તત્વો આપણ શરીર માટે ખુબજ ઉપયોગી છે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા