idali no lot taiyar karvani rit
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આજે આપણે જોઇશું એકદમ ફૂલેલી ફૂલેલી દાળ ચોખામાંથી બનાવેલી ઈડલી. આ દાળ ઈડલી બનાવવા માટે દાળ કે ચોખાને પલાળવાનાં નથી, આથો લાવવાનુ નથી. આપન એક લોટ તૈયાર કરીશુ જેથી ઈડલી એકદમ સરસ પોચી રૂ જેવી તૈયાર થઈ જસે. જો ઈડલી બનાવવામાં સામગ્રીનું માપ સરખું હોય તો ઈડલી એકદમ સરસ ફૂલેલી બને છે. તો રેસિપી એકવાર જોઈલો અને ઘરે બનાવવાનો પ્રયત્ન કરજો.

  • લોટ તૈયાર કરવા માટે
  • એક કપ ફોતરા વગર ની અડદ દાળ
  • ૧/૪ કપ ચોખાના પૌંઆ
  • ૨ કપ ચોખાનો લોટ
  • દોઢ ચમચી દળેલી ખાંડ

અહિયાં તમે સામગ્રી નાં માપ માં કોઈ પણ કપ નું માપ રાખી શકો છો. જે કપ નું માપ લો તે કપ નાં માપ સાથે બીજી સામગ્રી લેવી.

  • ઈડલી બનાવવા માટે
  • એક કપ તૈયાર કરીલો લોટ
  • અડધો કપ દહીં
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • પાણી
  • ઇનો ફ્રૂટ સોલ્ટ

ઈડલીનો લોટ તૈયાર કરવાની રીત:

સૌ પ્રથમ એક પેન માં અડદ ની દાળ લઈ તેને ૨-૩ મીનીટ માટે શેકી દો. હવે તેમાં ચોખાના પૌંઆ એડ કરી ૧ મીનીટ માટે શેકી દો જેથી કડક થઈ જાય. હવે પેનને નીચે ઉતરી દાળ અને પાયાને ઠંડા થવા દો. ઠંડું થયા પછી તેને મિક્સર બાઉલ માં લઇ તેને ગ્રાઇન્ડ કરી તેનો લોટ તૈયાર કરો.

હવે એક મોટું વાસણ લો. તેમાં ગ્રાઇન્ડ કરેલો લોટ અને ૨ કપ ચોખાનો લોટ એડ કરો.તેમાં daleli ખાંડ એડ કરો. દળેલી ખાંડ ઉમેરવાથી ઈડલી નો સ્વાદ સરસ આવે છે. બધી વસ્તુને ચાલી ને સરસ મિક્સ કરી લો. તો તમ બજાર માંથી લોટ લાવવા કરતા આ રીતે ઘરે જ ઈડલી નો લોટ તૈયાર કરી શકો છો .

હવે ઈડલી બનાવવા માટે:- ૧ કપ ઈડલી નો લોટ લેવો. તેમાં અડધો કપ દહીં એડ કરો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને પાણી એડ કરી સારી રીતે મિક્સ કરી લો.૩-૪ મીનીટ સારી રીતે હલાવી સારું થીક બેટર બનાવી લો. હવે આ બેટર ને ૧૫ મીનીટ માટે મુકી રાખો. ૧૫ મીનીટ માં દાળ અને ચોખા સારી રીતે ફૂલી જશે.

હવે એક ઈડલી બનાવવાની પ્લેટ લઈ તેમાં બ્રશ વડે બધા ખાના માં તેલ લગાવી દો. અહિયાં તમારે તેલ દરેક ખાનામાં ઓછુ જ લગાવવું, જો વધુ તેલ લગાવશો તો ઈડલી ફૂલસે નહિ. હવે બનાવેલ બેટર માં ૨ ચમચી પાણી એડ કરી, પાણી પર ઇનો ફ્રૂટ સોલ્ટ એડ કરી તેને બેટર સાથે સારી રીતે મિક્સ કરી લો.

ઇનો ઉમેરતાં તમારું બેટર એકદમ સારું થઈ જસે. જો બેટર પાતળું થઈ ગયું હોય તો તમે એક કે બે ચમચી ઈડલી નો લોટ એડ કરી સારી રીતે થીક બેટર તૈયાર કરી દો. હવે એક ચમચીની મદદથી બેટર ને ઈડલી ની પ્લેટ નાં ખાના માં એડ કરી દો.હવે એક સ્ટીમર માં પાણી ગરમ કરી તેમાં ઈડલી ની પ્લેટ મુકી તેને ઢાંકી દો. ધીમા ગેસ પર તેને ૧૫ મીનીટ સુધી થવા દો.

૧૫ મીનીટ પછી  તમે ચેક કરી લો કે ઈડલી સારી રીતે થઈ ગઈ છે કે નહિ. તમારી ઈડલી સારી રીતે થઈ ગઈ હસે. હવે તેને એક પ્લેટ માં લઇ લો. તો અહિયાં તમારી એકદમ જાળીદાર ઈડલી બનીને તૈયાર થઈ ગઈ છે.

તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો  રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા