how to stop your child's gaming addiction
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

બાળકોને ગેમ રમવી ખુબ જ ગમે છે. પરંતુ એવું જોવામાં આવે છે કે આજકાલના બાળકો ઘરની બહાર જઈને રમત રમવાને બદલે ઓનલાઈન ગેમિંગ અથવા મોબાઈલમાં એપ્સ ઈન્સ્ટોલ કરીને ગેમ રમવાને વધુ પ્રાધાન્ય આપે છે. જો કે, આવી રમતો રમવામાં ભલે રમવાની મજા આવે પરંતુ બાળકોના સ્વાસ્થ્ય માટે સારી નથી.

તેનાથી આંખો પર અસર થવાની સાથે સતત બેસી રહેવાથી બાળકોને સ્થૂળતા અને બીજી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ થાય છે. વળી, જો બાળકને એકવાર ગેમિંગની લત લાગી ગયા પછી તેને તોડવી ખૂબ મુશ્કેલ બની જાય છે. જો કે, ઘણા બાળકો ફોન પર સતત ગેમ રમવાની એટલી હદે વ્યસની બની ગયા છે કે તેની અસર તેમના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર સ્પષ્ટપણે જોવા મળે છે.

તમારા બાળકને પણ આવી લત લાગી છે તો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. આજે આ લેખમાં અમે તમને કેટલીક નાની રીતો વિશે જણાવી રહ્યાં છે, જેની મદદથી તમે બાળકની ઓનલાઇન ગેમ રમવાની લતને સરળતાથી દૂર કરી શકશો.

ગેમને એકદમ ના છીનવી લો : જો તમારું બાળક ઓનલાઈન ગેમ રમી રહ્યું હોય તો તમે એ વાતનું ખાસ ધ્યાન રાખો કે તમે તરત જ બાળક પાસેથી ક્યારેય ફોન કે ગેમ ન છીનવી લો. આનાથી ઘણીવાર બાળકો ગુસ્સે થાય છે, આક્રમક પણ બની જાય છે અને તેઓ તમારી વાત સાંભળતા નથી અથવા તોડફોડ પણ કરી શકે છે.

તેથી, તમારે સૌથી પહેલા તેમનું ધ્યાન ધીમે ધીમે ભટકાવવું જોઈએ. આ કરવાની શ્રેષ્ઠ રીત એ છે કે, તમે બે મિનિટ માટે તેની રમતમાં રસ દર્શાવો અને પછી, તમે તેને હળવાશથી તેને બીજી વાતોમાં તેને ભટકાવવાનો પ્રયાસ કરો.

બાળકના કંટાળાને દૂર કરો : સામાન્ય રીતે એવું જોવા મળે છે કે બાળકોને ઓનલાઈન ગેમિંગની લત લાગવાનું કારણ તેમની પાસે પૂરતો સમય છે અને તેઓ પોતાનો સમય કેવી રીતે પસાર કરવો તે સમજતા નથી. આવી સ્થિતિમાં તે મોબાઈલ ગેમમાં રસ જગાવે છે. એટલા માટે તમારે તેના કંટાળાને દૂર કરવા માટે બીજા પ્રયાસો કરવા જોઈએ.

આ માટે, તમે તેમને બીજા બાળકો સાથે મિત્ર બનવા કહો. તેમને કેટલીક નવી રમતો આપો જેમાં તેઓ શારીરિક પ્રવૃત્તિ કરી શકે. આ સિવાય, તમે તેમને વ્યસ્ત રાખવા માટે કેટલીક એક્ટિવિટી ક્લાસમાં જોડાવા માટે પણ કહી શકો છો. જ્યારે તેમની પાસે પૂરતો સમય રહેતો નથી ત્યારે ધીમે ધીમે તેમની લત ઓછી થવા લાગશે.

પૂરતો સમય આપો : કોઈપણ બાળક માટે જરૂરી છે તેના માતા-પિતાનો સમય. પરંતુ આજના સમયમાં મોટાભાગના માતા-પિતા ખૂબ વ્યસ્ત હોવાથી, બાળકોના હાથમાં ફોન પકડાવી દે છે. તેથી તમારા બાળકને ફોન આપવાને બદલે તમારો થોડો સમય આપવાનો પ્રયાસ કરો. જ્યારે તમે તેમને તમારો સમય આપો છો ત્યારે બાળકો ગેમ રમવા કરતા તમારી સાથે સમય પસાર કરવો પસંદ કરશે.

ગેમ રમવાના નુકસાન સમજાવો : જો બાળક ઉંમરમાં મોટું હોય તો તમે આ પણ ઉપાય અપનાવી શકો છો. ગેમને બળજબરીથી છીનવી લેવા અથવા ગુસ્સે થવાને બદલે તેને તમારી પાસે બેસાડીને, લાંબા સમય સુધી ગેમ રમવાના નકારાત્મક પાસાઓ વિશે જણાવો.

આજના સમયમાં બાળક કોઈપણ કામ ત્યારે જ કરવાનું પસંદ કરે છે જ્યારે તેને તેની સંપૂર્ણ જાણકારી હોય. તો તમે તેની નકારાત્મક અસરો સમજાવો અને તેનો સ્ક્રીન ટાઈમ પણ સેટ કરો .

તો હવે તમે પણ આ નાની ટિપ્સ અપનાવીને તમારા બાળકની ગેમિંગની લતને દૂર કરી શકો છો. જો તમને આ લેખ ગમ્યો હોય તો તેને જરૂરિયાત સુધી પહોંચાડો શેર કરો. આવી જ જીવનઉપયોગી માહિતી માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા