જો તમે દરરોજ ઘરના કામો કરો છો તો તમારે હંમેશા એક સમસ્યાનો સામનો કરવો પડે છે તે છે સુકા હાથની સમસ્યા. આખો દિવસ કામ કરવાને કારણે સાબુ, ખારું પાણી અને ડિટર્જન્ટની તમારા હાથની કુદરતી કોમળતા નાશ થઇ જાય છે.
ઘરની સાફ-સફાઈ કરવી, ધૂળ કાઢવી, વાસણ ધોવા, શાકભાજી કાપવા અને સાફ કરવા, રસોઈ બનાવવી વગેરે જેવા કામો દરરોજ કરો છો, પરંતુ તેના કારણે હાથ સુકાઈ જવાની સમસ્યા વધવા લાગે છે અને પછી આ કામો વારંવાર કરવાથી શુષ્ક અને ડીહાઇડ્રેટ દેખાવા લાગે છે અને કરચલીઓ પણ પાડવા લાગે છે
આ સાથે સેનિટાઈઝરનો વધારે પડતો ઉપયોગ કરવાથી તે વધારે ખરાબ કરે છે. જો તમે હાથ પર ધ્યાન નથી આપતા તો તેના કારણે ત્વચાનો સોજો, ક્યુટિકલ ઈન્ફેક્શન, શુષ્ક ત્વચા, ફોલ્લીઓ જેવી સમસ્યા પણ થઇ શકે છે. તો હવે શું કરી શકાય જેથી કરીને હાથમાં ફરીથી મોઈશ્ચર આવે?
હાથની શુષ્કતા દૂર કરી શકાય તેવી કેટલીક ટિપ્સ : વાસણ ધોવા માટે પ્રવાહી સુગંધી સાબુને બદલે સુગંધ વિનાના સાબુનો ઉપયોગ કરો. તે એલર્જીક રિયેક્શનથીથી બચાવે છે અને તેમાં કોઈ પણ પ્રકારનું કેમિકલ્સ પણ નથી હોતું. વાસણ કે કપડા ધોયા પછી ધ્યાન રાખો કે તમારા હાથ સંપૂર્ણપણે સુકાઈ જવા જોઈએ અને તમે આંગળીઓ વચ્ચેથી પાણી કાઢી લો જેથી કોઈપણ પ્રકારની એલર્જી થવાની સંભાવના ના રહે.
વારંવાર સેનિટાઈઝરનો ઉપયોગ કર્યા વગર પાણી અને સાબુથી હાથ ધોવા સારું છે. ઘરે હોય ત્યારે સેનિટાઈઝરનો ઉપયોગ કરવાનું ટાળો અને માત્ર સાબુને મહત્વ આપો. વધારે સુગંધવાળા સાબુનો ઉપયોગ ના કરો, પરંતુ સાદા અને કુદરતી સામગ્રી વાળા સાબુનો ઉપયોગ કરો.
ઘરના કામકાજ માટે ગરમ પાણી કે ઠંડુ પાણી? ઘરના કામ કરવા માટે ઘણું બધું કરવું પડે છે અને પાણીનો ઉપયોગ તો થાય જ છે, પરંતુ પાણી ઠંડુ કે ગરમ હોવું જોઈએ જેથી હાથની કોમળતા જળવાઈ રહે. ખૂબ ગરમ કે ખૂબ ઠંડુ પાણી બંને તમારા હાથની સમસ્યામાં વધારો કરશે એટલે હંમેશા મધ્યમ તાપમાનવાળું પાણી પસંદ કરો.
બોડી લોશન, ક્રીમ કે હેન્ડ ક્રીમ કયું વાપરવું? જો કે મોટાભાગના લોકો બોડી લોશનનો ઉપયોગ કરે છે, પરંતુ હેવી ટેક્સચરવાળી હેન્ડ ક્રીમ વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે. લોશન ખૂબ જ હળવા હોય છે અને તેમની કન્સીસ્ટન્સીને લીધે, તેઓ સુકા હાથને વધુ સારી રીતે મોઈશ્ચર કરતા નથી. તમારા હાથ સુકાઈ ના જાય, તે માટે તમે પ્લાસ્ટિકના મોજાનો ઉપયોગ કરી શકો છો.
હાથને કોમળ બનાવવા માટે રાત્રિના સમયે સ્કિન કેર રૂટિન : જો તમારા હાથ ખૂબ જ શુષ્ક થઈ રહ્યા છે તો તેમના માટે રાત્રિના સમયે સ્કિન કેર રૂટિન તમારા માટે શ્રેષ્ઠ હોઈ શકે છે. સૌથી પહેલા તમારા હાથને સારી રીતે સાફ કરો.
પછી, હાથને સારી રીતે સુકવી લો, મોટાભાગના લોકો આંગળીઓ વચ્ચેના પાણીને લૂછતા નથી, જેના કારણે આ વિસ્તાર શુષ્ક થઈ જાય છે અને ઇન્ફેકશનું જોખમ પણ વધે છે. પછી રાત્રે પેટ્રોલિયમ જેલી, નારિયેળ તેલ, એલોવેરા ક્રીમ, બદામ તેલ વગેરેનો ઉપયોગ કરો.
તો હંમેશા તમારા હાથની સંભાળ રાખો. તેમાં મોઈશ્ચર બનાવી રાખવું ખૂબ જ જરૂરી છે. ઉપર જણાવ્યા પ્રમાણે, જો તમને કોઈ વસ્તુથી એલર્જી હોય તો તે વસ્તુનો બિલકુલ ઉપયોગ ન કરો. જો તમને આ જાણકરી ગમી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.