આજના વ્યસ્ત જીવનમાંથી સમય કાઢવો ખૂબ જ જરૂરી છે અને આ માટે તમારે ક્યારેક આળસ પણ કરવી પડે છે તો તેમાં પણ કોઈ પણ પ્રકારનો સંકોચ ના રાખવો જોઈએ. પણ જો તમે દર વખતે આળસ રાખો છો અને બધું કામ આવતીકાલ સુધી મુલતવી રાખો છો તો તે સારું નથી.
જો તમને તમારું કામ સમયસર કરવામાં મુશ્કેલી આવી રહી હોય અથવા વારંવાર આળસ આવવાં એ કામ અધૂરું છોડી દો છો તો તે પણ ખોટું છે. દરેક વ્યક્તિએ તેમના ગોલને મેનેજેબલ બનાવવા જોઈએ. તમારે નાના લક્ષ્યો રાખવા જોઈએ જે તમે પૂર્ણ કરી શકો.
અસંભવ લક્ષ્યો ઘણી વાર આપણા પર પ્રેસર લાવે છે છે અને પછી તે છૂટી જાય છે. બીજી બાજુ, ધ્યાનમાં રાખો કે પરફેક્ટ બનવાથી દૂર રહો. આવી બીજી પણ ઘણી બાબતો છે જે આ લેખમાં જણાવેલી છે, તો ચાલો જાણીયે આળસને દૂર કરવાની રીતો.
વાસ્તવિક મુશ્કેલી જાણો : જ્યારે પણ તમે આળસુ થવાનું શરૂ કરો છો ત્યારે એકવાર રોકાઈ જાવ અને થોડીવાર માટે ઊભા થઈને થોડું વિચારો. કે આખરે આવું કેમ થઈ રહ્યું છે? જ્યારે તમે વાસ્તવિક મુશ્કેલી અથવા પરેશાની સમજી જશો ત્યારે આળસ પણ દૂર થઇ જશે.
અસલી સમસ્યા પર ધ્યાન આપો : હવે જ્યારે તમે તમારી આળસનું કારણ જાણી લીધું છે તો હવે આ સમસ્યા પર ધ્યાન આપવાનું શરૂ કરો. જૂની આદતોને છોડવી થોડી મુશ્કેલ લાગી શકે છે, પરંતુ વધારે પ્રોડક્ટિવ બનવા માટે તમે જે નાના કામ કરી શકો છો. જો કે આ તેનો ઝડપી ઉકેલ નથી, પરંતુ એક કાયમી ઉકેલ હશે.
ઓર્ગેનાઈઝ થઇ જાઓ : જ્યારે આપણે અવ્યવસ્થિત હોઈએ છીએ ત્યારે આપણા વિચારો અને આપણી વસ્તુઓ અર્પણ આમ તેમ હોય છે. આનાથી આપણી આવડત પર અસર પડે છે. તેથી તમે વ્યવસ્થિત રહો અને તમારી આસપાસની વસ્તુઓને સારી રીતે ગોઠવીને રાખો. પછી ભલે તે તમારું ડેસ્ક હોય, તમારી કાર હોય કે પછી તમારું આખું ઘર હોય, બધી વસ્તુઓ સાફ સુથરી હોવી જોઈએ.
પોતાના પર ધ્યાન કેન્દ્રિત કરો : ક્યારેક આપણું વર્તન વિચારોનું કારણ બને છે તો ક્યારેક વિચારો વર્તનનું કારણ બને છે. તમારામાં આવતા તમામ નકારાત્મક વિચારોને બંધ કરવાનો પ્રયાસ કરો અને સારી વસ્તુઓ પર તમારું ધ્યાન કેન્દ્રિત કરો અને તેને તમારા વ્યવહારમાં લાવવાનો પ્રયાસ કરો.
માઇન્ડફુલનેસનો અભ્યાસ કરો : આપણામાંના મોટાભાગના લોકો એટલા વ્યસ્ત છે કે અત્યારે શું થઈ રહ્યું છે તેના કરતાં આવતીકાલની વધુ ચિંતા કરે છે. ભવિષ્યની ચિંતા કરવાને બદલે વર્તમાનમાં જીવતા શીખી જાઓ. ભવિષ્યનું વિચાર્યા વગર અત્યારની દરેક ક્ષણમાં જીવવાનું શરૂ કરો, જયારે આપણે જીવનની દરેક ક્ષણમાં જીવવાનું શરુ કરીએ છીએ ત્યારે આપણે તેનો વધારે ફાયદો ઉઠાવી શકીએ છીએ. આ માટે તમે વહેલી સવારે યોગથી શરૂઆત કરો અને મેડિટેશન કરો
ધ્યેય નક્કી કરો : એવા લક્ષ્યો સેટ કરો જે તમે પ્રાપ્ત કરી શકો. જ્યારે તમારી પાસે કંઈક હાંસલ કરવાનું હોય ત્યારે તમે આગળ વધી શકો છો. એવા લક્ષ્યો પસંદ કરો જે તમને ખરેખર પ્રેરણા આપે અને તમારી કુશળતા અને ક્ષમતાઓનો મહત્તમ ઉપયોગ કરે. તમારા નાના અને મોટા બંને કામોની યાદી બનાવો અને દરેકને પ્રાથમિકતા બનાવીને તેના પર કામ કરો.
હવે જો તમે પણ આળસને કારણે કામ કઈ કરી શકતા નથી તો આળસ દૂર કરવા માટે આ ઉપાયો ચોક્કસ અજમાવો. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.