lip mask for cracked lips
વધુ માહિતી મેળવવા અમારી સાથે જોડાઓ
WhatsApp Group Join Now

અપને બધા ફેસમાસ્ક વિશે જાણીયે છીએ, પછી ભલે તમે એક્સફોલિએટિંગ માસ્ક અથવા હાઇડ્રેટિંગ માસ્ક વિશે વાત કરતા હોય, મહિલાઓની બ્યુટી કેર માં આ ફેસમાસ્કનો પણ સમાવેશ થાય છે. આપણે આપણા ચહેરાનું વધારે ધ્યાન રાખીએ છીએ, પરંતુ ઘણીવાર હોઠનું ધ્યાન રાખવાનું ભૂલી જઈએ છીએ.

ઉનાળામાં ત્વચા માટે તમે જે રીતે ફેસ માસ્કનો ઉપયોગ કરો છો, તે જ રીતે તમે હોઠ પર માસ્ક લગાવીને તેને મુલાયમ બનાવી શકો છો. લિપ માસ્કનો હેતુ તમારા હોઠને હાઇડ્રેટ કરવાનો હોય છે, જેનાથી તે કોમળ અને મુલાયમ દેખાય છે. તમે પણ કેટલાક ફળોની મદદથી હોઠને સુંદર મુલાયમ બનાવી શકો છો, તો ચાલો જાણીએ.

હાઇડ્રેટિંગ લિપ માસ્ક બનાવો
શિયાળામાં સૂકા હોઠ ધીમે-ધીમે ફાટવા લાગે છે, પરંતુ તે ઘણીવાર ઉનાળામાં પણ ડિહાઈડ્રેશનને કારણે હોઠ ફાટવા લાગે છે. જો તમારા હોઠ ડ્રાઈ છે, તો તેનો અર્થ સમજી શકાય કે તેમને પૂરતું હાઇડ્રેશન મળ્યું નથી. તો ચાલો જાણીયે કેટલાક લિપમાસ્ક વિશે.

મધ અને એવોકાડો લિપ માસ્કદ : એવોકાડો વિટામિન્સ અને ખનિજોથી ભરપૂર હોય છે, જે ફાટેલા અને સૂકા હોઠને હાઇડ્રેટ કરવા માટે સારું માનવામાં આવે છે. તો આ માટે જોઈએ છે, 1 ચમચી મધ અને 2 ચમચી છૂંદેલા એવોકાડો

વિધિ : એક બાઉલમાં પાકેલા એવોકાડોને મેશ કરી લો. પછી તેમાં મધ ઉમેરીને તેને સારી રીતે મિક્સ કરીને તમારા હોઠ પર લગાવો. હોઠ પર લગાવીને 15 મિનિટ સુધી રહેવા દો અને પછી સાફ પેપર ટોવેલથી હોઠ સાફ કરી લો.

કોળું, દહીં અને ગુલાબ જળ લિપ માસ્ક : કોળુંમાં એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે ત્વચા માટે ફાયદાકારક છે અને આ માસ્ક તમારા હોઠને ટેનથી પણ બચાવશે. તો સામગ્રી જોઈશે, 2-3 ટુકડાઓ કોળુના પીસ, 2 ચમચી દહીં અને 1 ચમચી ગુલાબજળ

વિધિ : સૌ પ્રથમ કોળુને મેશ કરીને તેમાં ગુલાબ જળ ઉમેરો. હવે આ તૈયાર કરેલી પેસ્ટમાં દહીં ઉમેરો અને બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરો. હવે પેકને 2-3 મિનિટ રહેવા દો અને તેને તમારા હોઠ પર લગાવો.

પપૈયા લિપ માસ્ક : પપૈયાનો માસ્ક મૃત ત્વચાને દૂર કરે છે અને તે શુષ્ક ત્વચાને પણ મુલાયમ બનાવે છે. તેનાથી તમારા હોઠની કાળાશ પણ દૂર થઇ જશે અને જો તમે મધ સાથે લગાવો છો તો હોઠ નરમ દેખાશે. તને શું જોઈએ છે તો 2-3 ક્યુબ પપૈયા અને 1 ચમચી મધ.

વિધિ : એક બાઉલમાં પપૈયાને મેશ કરીને તેમાં મધ ઉમેરીને સારી રીતે મિક્સ કરીને તમારા હોઠ પર લગાવો અને 15 મિનિટ સુધી રહેવા દો. તે પછી તેને તમારી આંગળી વડે સ્ક્રબ કરીને સાફ કરો. આ લગાવ્યા પછી તમને તેને હોઠ પર લગાવવાની જરૂર પણ નહીં પડે.

આ ત્રણ ફળ એવા છે, જે તમને ઉનાળામાં પણ સરળતાથી મળી જશે. તમે આને તમારા ચહેરા અને હોઠ પર લગાવી શકો છો અને તમે સુંદર, નરમ, ચમકતી ત્વચા મેળવી શકો છો. જો તમને આ લિપ માસ્ક ટિપ્સ ગમી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા