સામાન્ય રીતે દરેક વ્યક્તિને ગુસ્સો આવે તે સ્વાભાવિક છે. કેટલીકવાર એવી વસ્તુઓ થાય છે, જે વ્યક્તિના ગુસ્સાને ઉશ્કેરે છે. સામાન્ય રીતે એવું જોવા મળે છે કે જ્યારે કોઈ વ્યક્તિને ગુસ્સો આવે છે ત્યારે તે જોરથી બૂમો પાડીને અને ઊંચા અવાજે બોલવા લાગે છે અને ક્યારેક વસ્તુઓ ફેંકવા પણ લાગે છે.
આ રીતે, ગુસ્સામાં કોઈને અપશબ્દ અને ગાળો આપવાથી કે વસ્તુ ફેંકવાથી તમારું જ નુકસાન થાય છે અને જ્યારે ગુસ્સો શાંત થાય છે ત્યારે તમને આ વાતનો અહેસાસ થાય છે, પછીથી તમને પણ ખૂબ જ દુઃખ અને પસ્તાવો થાય છે.
આવી સ્થિતિમાં તમે ગુસ્સા પર કાબુ મેળવવા માટે સકારાત્મક ઉપાયો અપનાવવાનો પ્રયાસ કરો. જેમ તમારા મનમાં દુ:ખ અને ખુશી છે તેમ ગુસ્સો પણ બહાર આવવાની જરૂર છે. તો આજે આ આર્ટીકલમાં અમે તમને કેટલીક એવી ટિપ્સ જણાવીશું, જેની મદદથી તમે તમારા ગુસ્સાને સકારાત્મક રીતે બહાર કાઢી શકો છો.
બોલીને નહીં, લખીને કાઢો ગુસ્સો : સામાન્ય રીતે ગુસ્સા કરતા દરેક માણસમાં એવું જોવામાં આવે છે કે જ્યારે તે વ્યક્તિને ગુસ્સો આવે છે, ત્યારે તે ઊલટી સીધી વાતો કરવા લાગે છે. જેના કારણે તેના બીજા સાથે સંબંધો બગડી જાય છે.
આ પરિસ્થિતિમાં સારો ઉકેલ એ છે કે તમે બોલીને નહીં, પરંતુ લખીને તમારો ગુસ્સો નીકાળો. તમારી પોતાની પર્સનલ ડાયરી બનાવો. જ્યારે પણ તમને ગુસ્સો આવે ત્યારે તેને તમારી ડાયરીમાં લખતા જાઓ. આનાથી તમારો બધો ગુસ્સો દૂર થઈ જશે અને કોઈ બીજી વ્યક્તિની ભાવનાઓને ઠેસ પણ નહીં પહોંચે અને સબંધ પણ નહીં તૂટે.
ખાવાનું બનાવો : ગુસ્સાને બહાર કાઢવાની સૌથી સારી રીત રસોઈ છે. રસોઈ બનાવાવથી પણ ગુસ્સો દૂર થઇ જાય છે. તમને ગુસ્સો આવે ત્યારે એક એવી રેસીપી બનાવો જેમાં કણક ગુંદવાની હોય અથવા જોરશોરથી હાથથી કોઈ વસ્તુનું મિશ્રણ કરવાનું હોય. જો તમે કણક બાંધવા લાગો છો ત્યારે તમારો ગુસ્સો ક્યારે દૂર થઈ જશે તમને ખબર પણ નથી પડતી.
આનાથી તમે રસોઈ પર વધારે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. આ સિવાય, કંઈક સ્વાદિષ્ટ બનાવવા માટે મિશ્રણ પ્રક્રિયા તમારા નસોને શાંત કરી શકે છે. આ કરવાથી એક વધારાનો ફાયદો એ છે કે જ્યારે તમે શાંત થઇ જાઓ છો ત્યારે તમને ખાવા માટે સ્વાદિષ્ટ ઇનામ પણ મળશે.
વર્કઆઉટ કરો : તણાવ અને ગુસ્સાને દૂર કરવા માટે પરસેવો પાડવો ખૂબ જ સારો છે. જેનાથી પણ તમે પરેશાન થઇ રહયા છો, તો તેને વર્કઆઉટ કરવા માટે જીમમાં જઈને શાંત થવાનો પ્રયાસ કરો. વ્યાયામ કરવાથી એન્ડોર્ફિન નીકળે છે, જે તમારા મનને શાંત કરવામાં મદદ કરે છે.
વર્કઆઉટ દરમિયાન તમે તમારો બધો ગુસ્સો કસરત દ્વારા દૂર કરી શકો છો. જયારે પણ ગુસ્સો શાંત થઇ જશે, ત્યારે તમને વર્કઆઉટ પછી ઘણું સારું લાગશે અને તે ઘણી રીતે તમારા માટે સારું છે.
પાલતુ મિત્રો સાથે સમય પસાર કરો : જો તમે એવા લોકોમાંથી એક છો જેમને તેમની લાગણીઓ વ્યક્ત કરવા માટે વાત કરવાની જરૂર હોય તો તમે તમારા પાલતુ મિત્રની મદદ લઈ શકો છો, જેમ કે પાલતુ કૂતરો, બિલાડી વગેરે. તમારો ગુસ્સો અને સમસ્યાઓ તેમની સામે વ્યક્ત કરો.
તે તમારી વાત બીજા કોઈને કહેશે પણ નહીં અને તે તમારી કોઈપણ વાતનું ખોટું પણ લગાડશે નહીં. બીજો ફાયદો એ છે કે, તમારા મનની વાત શેર કરવાથી તમે ખુબ જ હળવાશ અનુભવશો. જો તમે ઇચ્છો તો, તમારી વાત શેર કર્યા પછી તેમની સાથે રમવામાં થોડો સમય પસાર કરો. મારા પર વિશ્વાસ કરો, તે તમારો ગુસ્સો દૂર થઇ જશે અને ફ્રેશ થઇ જશો.
જો તમને પણ વધારે ગુસ્સો આવે છે તો તમે પણ ઉપર જણાવેલી કોઈપણ એક ટિપ્સ અપનાવીને વ્યક્ત કરી શકો છો. જો તમને આવી જ જીવનઉપયોગી માહિતી જાણવાનું પસંદ છે તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલ રહો.