how to clear blocked bathroom drain
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

બાથરૂમનો ઉપયોગ દરરોજ થતો હોય છે, પરંતુ તેનો ઉપયોગ કરતી વખતે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ઘણીવાર આપણી બેદરકારીના કારણે બાથરૂમની ગટર ભરાઈ જાય છે અને પાણી બહાર આવે છે.

જેના કારણે આખા બાથરૂમમાંથી દુર્ગંધ ફેલાઈ જાય છે. આવી સ્થિતિમાં તમારે શું કરવું જોઈએ તે માટે અમે તમને કેટલાક એવા ઘરેલું ઉપાય જણાવીશું, જેની મદદથી બાથરૂમની ગટર સંપૂર્ણ રીતે ઠીક કરી શકાય છે. તો ચાલો જાણીએ બાથરૂમની ગટરને ઠીક કરવાની કેટલીક ટિપ્સ.

પ્લન્જરનો ઉપયોગ કરો : તમને માર્કેટમાં સરળતાથી પ્લન્જર મળી જશે. તમારા બાથરૂમના ડ્રેઇનના કદ જેટલું પ્લન્જર જામ થઇ ગયેલી બાથરૂમની ડ્રેઇનને ખોલે છે. પ્લન્જર ગટરમાં અટવાયેલી બધી ગંદકી દૂર કરે છે અને તેને સારી રીતે સાફ કરે છે. આ ઉપાયથી ભરાયેલી ગટર સંપૂર્ણ ખુલી જાય છે.

ઉકાળેલું પાણી : ડ્રેઇન બ્લોકેજ થવા પાછળના ઘણા કારણો હોય છે. ઘણીવાર ગટરમાં કંઈક ફસાઈ જવાથી ગટર બ્લોક થઈ જાય છે. આવી સ્થિતિમાં ગરમ પાણી તમારી મદદ કરી શકે છે. આ માટે તમે અડધી ડોલ પાણી ગરમ કરો.

હવે પાણીને 2 સરખા ભાગમાં વહેંચીને એક-એક મગ પાણી ગટરમાં નાંખો. આ ઉપાય કરીને પણ ગટરમાં ફસાયેલી વસ્તુ દૂર થઈને ગટર સંપૂર્ણપણે સાફ થઈ જાય છે.

કચરો કાઢી લો : ગટરમાં અટવાયેલો કચરો સાફ કરીને પણ તમે ગટર બ્લોક થતા અટકાવી શકો છો. તમારે ગટર પરની જાળીને દૂર કરીને, કોઈ વસ્તુની મદદથી બધો કચરો બહાર કાઢી લો. ઘણી વાર શેમ્પૂના પાઉચ જેવી વસ્તુઓથી પણ ગટર ભરાઈ જાય છે અને ગટર બ્લોક થઇ જાય છે.

ખાવાનો સોડા અને મીઠું : 1 કપ પાણીમાં 2 ચમચી ખાવાનો સોડા અને 1 ચમચી મીઠું મિક્સ કરીને સોલ્યુશન તૈયાર કરો. હવે આ પ્રવાહીને ગટર રેડો અને 15 મિનિટ રાહ જુઓ. પછી ગટરમાં 2 થી 3 મગ પાણી નાખો. ગટરમાં ફસાયેલી ગંદકી દૂર થઇ જશે.

આ બાબતોનું ધ્યાન રાખો : ધ્યાન રાખો કે બાથરૂમની ગટરમાં કશું એવી વસ્તુ ના ફસાઈ ન જાય, જેનાથી ગટર બંધ થઈ શકે. શેમ્પૂના પાઉચને બથજરૂમની બહારથી જ કાપીને લઇ જાઓ. દરરોજ બાથરૂમ અને ડ્રેનની ગંદકી સાફ કરો.

મહિનામાં એકવાર ડ્રેનમાં ગરમ પાણી રેડો. તેનાથી ડ્રેઇનને નુકસાન થવાની સંભાવના ઘટી જશે. તો તમે પણ આ બધી ટિપ્સની મદદથી ભરાયેલા ગટરમાંથી છુટકારો મેળવી શકો છો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા