weight loss honey tips gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

કેટલાક લોકો વધતા વજનથી પરેશાન છે અને તેઓ વજન ઓછું તો કરવા માંગે છે પરંતુ તેઓ જીમમાં જઈને કસરત કરવા નથી માંગતા. એમાંથી ઘણા લકો એવા પણ હોય છે જે ઘરે પણ કસરત નથી કરવા માંગતા. આવા લોકો હંમેશા વધારે પ્રયત્નો કર્યા વગર અને કસરત વગર વજન ઘટાડવાના ઉપાયોની શોધમાં હોય છે.

જો તમે પણ આવા લોકોમાંથી એક છો તો આજે અમે આવી જ એક આયુર્વેદિક નુસખો લઈને આવ્યા છીએ જે તમને ઝડપથી ચરબી ઓગાળવામાં મદદ કરશે. હા, અમે વાત કરી રહ્યા છીએ મધની. તેનો ઉપયોગ આંતરિક અને બાહ્ય બંને રીતે કરવામાં આવે છે. મધ પ્રકૃતિનું તે કુદરતી સોનુ છે જે તેના નામ કરતાં ફાયદા માટે વધારે જાણીતું છે.

મધનો ઉપયોગ વર્ષોથી વિવિધ વસ્તુઓ માટે થાય છે. હકીકતમાં મધનો ઉપયોગ ઓછામાં ઓછો 8 હજાર વર્ષ જૂનો છે. તે તેના સ્વાદ, ઔષધીય, પૌષ્ટિક, મોઇશ્ચરાઇઝિંગ, એન્ટી-બેક્ટેરિયલ ગુણધર્મો માટે જાણીતું છે. જો તમે વજન ઘટાડવા માટે મધનો ઉપયોગ કરો છો તો આ જાદુઈ વસ્તુની મદદથી ઈચ્છિત પરિણામો મેળવી શકો છો.

આયુર્વેદમાં મધના ઉપયોગો ઘણી રીતે સમજાવવામાં આવ્યા છે. જેમ કે આંખોની રોશની માટે ખૂબ સારું છે. તે તરસ છીપાવે છે અને કફને ઓગાળે છે. મૂત્ર માર્ગની વિકૃતિઓ, અસ્થમા, ઉધરસ, ઝાડા અને ઉબકા-ઉલ્ટીમાં માટે ખુબ ફાયદાકારક છે. મધ કુદરતી ડિટોક્સિફાયર છે. તે હૃદય માટે સારું છે, ત્વચામાં સુધારો કરે છે. ઊંડા ઘાવના ઝડપી ઉપચારમાં મધ મદદ કરે છે.

વજન ઘટાડવા માટે મધ : જો કે, મધમાખીઓમાંથી તાજેતરમાં એકત્રિત કરેલું મધ શરીરના વજનમાં વધારો કરે છે. પરંતુ જે મધ સ્ટોર કરેલું અને જૂનું હોય છે તે ચરબીના ચયાપચયમાં મદદ કરે છે અને કફને દૂર કરે છે.

આયુર્વેદ મધના બીજા વિશેષ ગુણો વિશે સમજાવે છે. મધને ‘યોગવાહી’ કહે છે. જે પદાર્થમાં સૌથી ઊંડા પેશીઓમાં પ્રવેશવાનો ગુણ હોય છે તેને યોગવહી કહેવાય છે. જ્યારે મધનો ઉપયોગ અન્ય જડીબુટ્ટીઓ સાથે કરવામાં આવે ત્યારે ઔષધીય ગુણધર્મો વધી જાય છે અને તેમને ઊંડા પેશીઓ સુધી પહોંચવામાં મદદ કરે છે.

આયુર્વેદિક ચિકિત્સામાં શરીરમાં અમા અથવા અપાચ્ય પદાર્થોને લગભગ તમામ રોગોનું મૂળ કારણ માનવામાં આવે છે. મધને ગરમ કરવાથી પાચન પ્રક્રિયામાં મદદ કરતા ઉત્સેચકોનો નાશ થાય છે , તેથી જ્યારે તેનું સેવન કરવામાં આવે છે ત્યારે શરીરમાં અમા (ઝેર, જેરી પદાર્થો) ઉત્પન્ન થાય છે.

મધનો ઉપયોગ કરતી વખતે આ સાવચેતી રાખો : મધને ગરમ ખોરાક અથવા ગરમ પાણીમાં ભેળવવું ના જોઈએ. ગરમ વાતાવરણમાં કામ કરતી વખતે મધ ના ખાવું જોઈએ. મધને ઘી સાથે અથવા ગરમ, મસાલેદાર ખોરાક અને આથોવાળા પીણાં (વ્હિસ્કી, રમ) સાથે ક્યારેય મિક્સ ના કરવું જોઈએ.

તેનો ઉપયોગ ચરબી ઓગાળવા માટે : રૂમ ટેમ્પરેચરવાળા 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી મધ મિક્સ કરીને સેવન કરો. ઉધરસ, શરદી, સાઇનસાઇટિસ અને રોગપ્રતિકારક શક્તિ માટે, 1 નાની હળદર અને 1 કાળા મરી સાથે 1 ચમચી મધ ભેળવી લો.

તમારા પ્રિયજનો અને ફ્રેન્ડને પણ જણાવો કે ગરમ પાણીમાં મધનું સેવન કરવાની મોટી ભૂલ ના કરો. તમે શરીરની ચરબીને પણ ઓગાળી શકો છો. આશા છે કે તમને આ માહિતી ગમી હશે અને આવી જ વજન ઘટાડવા સંબંધિત માહિતી માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.