વોશિંગ મશીન આજે લગભગ દરેક ઘરમાં છે. જરૂરિયાત મુજબ મશીનમાં પાણી અને ડીટરજન્ટ સાથે કપડાને મશીનમાં નાખીઓ દો એટલે પાંચ મિનિટમાં કપડા સાફ. પરંતુ ઘણી વખત વોશિંગ મશીન તેનો ઉપયોગ કરતી વખતે કોઈ કારણોસર પાણી લીક થવા લાગે છે.
આ સમસ્યા મોટે ભાગે વોશિંગ મશીનના અમુક ખૂણામાં જોવા મળે છે. કેટલીકવાર સ્ત્રીઓ વિચારે છે કે કોઈ પ્લમ્બર આવશે અને તેને ઠીક કરશે. પરંતુ આજે અમે તમને કેટલીક ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ જેને અનુસરીને લીક વોશિંગ મશીનને સરળતાથી ઠીક કરી શકો છો, તો ચાલો જાણીયે.
પહેલા આ કામ કરો : જો વોશિંગ મશીનમાંથી પાણી ટપકતું હોય તો સૌથી પહેલા વોશિંગ મશીનમાં એકથી બે લિટર પાણી નાખીને પાણી ક્યાંથી ટપકતું હોય છે તે ચેક કરી લો. એકવાર જગ્યા ખબર પડી જાય પછી તે જગ્યાએ નિશાન કરો. માર્કિંગ કર્યા પછી પાણીને મશીનમાંથી બહાર કાઢો અને થોડીવાર માટે સૂકવવા દો.
એપોક્સી પુટ્ટીનો ઉપયોગ કરો : Epoxy Putty એક એવી વસ્તુ છે જેની મદદથી તમે કોઈપણ લીકને ઠીક કરી શકો છો. આ પુટ્ટી તમને બજારમાં મળી જશે. તેનો ઉપયોગ કરતા પહેલા લીક થયેલી જગ્યાને સૂકવી દો અને એક બાઉલમાં ઇપોક્સી પુટ્ટી નાખો.
પછી તેને સારી રીતે મિક્સ કરીને લીક થયેલી જગ્યા પર સારી રીતે લગાવો. ઇપોક્સી પુટ્ટી લગાવો ત્યારે ખાતરી કરો કે તે લીકીંગ વિસ્તારને સંપૂર્ણપણે કવર કરે. તેને લગાવ્યા પછી લગભગ 10-15 મિનિટ માટે રહેવા દો. તે વોશિંગ મશીનમાં સારી રીતે સેટ કરશે. થોડા સમય પછી પાણીને મશીનમાં નાખીને તપાસો.
વોટરપ્રૂફ ટેપનો ઉપયોગ કરો : જો વોશિંગ મશીનમાંથી પાણી લીક થઈ રહ્યું હોય તો તેને ઠીક કરવા માટે વોટરપ્રૂફ ટેપનો પણ ઉપયોગ કરી શકો છો. આ ટેપ તમને બજારમાં અથવા કોઈપણ ઈલેક્ટ્રોનિક દુકાનમાં મળી જશે.
ટેપનો ઉપયોગ કરતા પહેલા લીક થયેલી જગ્યાને સારી રીતે સુકાઈ ગઈ છે તેની ખાતરી કરો. જ્યારે તે સારી રીતે સુકાઈ જાય ત્યારે આખા ભાગને ટેપથી ઢાંકી દો. આનાથી વોશિંગ મશીન લીક નહીં થાય અને તમને વધારે પૈસા અને પ્લમ્બરને પણ નહીં બોલાવો પડે.
Feviquick નો ઉપયોગ ના કરો : આજકાલ દરેક વ્યક્તિ કોઈપણ તૂટેલી વસ્તુ કે લીકીંગ સ્પોટને રીપેર કરવા માટે ફેવીક્વિકનો ઉપયોગ કરે છે. પરંતુ તેનો ઉપયોગ કરીને ભૂલ ના કરો. મોટાભાગના વોશિંગ મશીન પ્લાસ્ટિકના બનેલા હોય છે અને ફેવીક્વિક જ્વલનશીલ છે.
જ્યારે ફેવીક્વિકનો ઉપયોગ લીક થતા વિસ્તારને ગુંદર કરવા માટે કરવામાં આવે ત્યારે પ્લાસ્ટિક પણ બળી શકે છે અને ધુમાડો પણ નીકળતો હોય છે. આ લીકની સમસ્યાને વધારે મોટી બનાવી શકે છે, તેથી તેનો ઉપયોગ ભૂલથી પણ ના કરો.
તો હેવ જયારે પણ તમારા વોશીં મશીનમાં કોઈ લીકેજ હોય તો આ રીતે સસ્તામા ઠીક કરી શકો છો. જો તમને આ જાણકારી પસંદ આવી હોય તો, આવી જ બીજી માહિતી માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.