home tips in gujarati
વધુ માહિતી મેળવવા અમારી સાથે જોડાઓ
WhatsApp Group Join Now

દરરોજ ઘરની સફાઈ કરવી ખુબ જ જરૂરી છે પરંતુ ઘરની સફાઈ એ એક એવું કામ છે જે દરેક મહિલા ટાળવા માંગે છે પણ આ કામ કર્યા વગર તેમનું કામ પૂર્ણ થતું નથી. જો આપણે ઘરની સફાઈની વાત કરીએ તો તેનો દરેક ખૂણો સાફ કરવો એ એક ખરેખર મોટું કામ છે.

ઘણી મહિલાઓ એવી ફરિયાદ કરે છે કે ગમે તેટલું કામ કરી લઈએ તો પણ ઘર ફેલાયેલુ જ લાગે છે. આના ઘણા કારણો હોઈ શકે છે, જેમ કે સામાન યોગ્ય રીતે ગોઠવતા નથી, બીજું કે ઘરમાં ધૂળ અને માટી ઘણી આવે છે અને ત્રીજું કે તમે જ્યાંથી વસ્તુ ઉપાડો છો તે વસ્તુને તેની જગ્યાએ રાખતા નથી.

આ તમને સાંભળવામાં થોડું અજીબ લાગશે પરંતુ ઘરની સફાઈમાં પણ સામાનને ઓર્ગેનાઈઝ કરવો ખૂબ મહત્વપૂર્ણ કાર્ય છે અને જો તમે ઘરમાં યોગ્ય રીતે સામાન ગોઠવતા નથી તો ટેબલ કે કિચન કાઉન્ટર પર વધુ પડતો સામાન રાખેલો દેખાશે. જો તમે બંધ અલમારીઓનો ઉપયોગ નથી કરતા તો તમારું ઘર ફેલાયેલું દેખાશે.

તો ચાલો જાણીયે કેટલીક ટિપ્સ વિશે, જે ઘરની સફાઈ અને સેટઅપ કરતી વખતે તમારો સમય બચાવશે. જો તમારા ઘરમાં ધૂળ કે માટી આવાની સમસ્યા નથી પરંતુ તમારું ઘર વધુ ફેલાયેલું લાગે છે, તો તમે એવી કેટલીક ટિપ્સ અપનાવી શકો છો જે ઘરની સફાઈને વધુ સરળ બનાવશે.

1. નાહવા પછી બાથરૂમની સફાઈ : સ્નાન કર્યા પછી તરત જ તમારા બાથરૂમને સાફ કરી લો. વસ્તુઓ જ્યાંથી લીધી હોય તે જગ્યાએ જ રાખો. નાહ્યા તરત જ બાથરૂમની ગટર સાફ કરો. આમ કરવાથી તમારા બાથરૂમની સફાઈ સરળ થઈ જશે અને જો તમે તેના માટે અલગ સમય કાઢશો તો વધુ સમય લાગશે.

2. રસોઈ કરતી વખતે જ સામગ્રી ગોઠવો : જો તમે બધી જ સામગ્રી એકસાથે કિચન કાઉન્ટર પર રાખીને મુકો છો તો બધું પાછું મૂકવામાં પણ સમય લાગશે. રસોઈ બનાવ્યા પછી રસોડાને ફરીથી સાફ કરવામાં સમય લાગી શકે છે. તો તમે જમવાનું બનાવતી વખતે જ રસોડાની વસ્તુઓને પોતપોતાની જગ્યાએ રાખવાનો પ્રયત્ન કરો.

3. ટેબલ પર વધારે સામાન ના મૂકવો : જો તમે ટેબલ ટોપ પર વધારે સામાન રાખો છો તો તે ના કરો. આમ કરવાથી તે જગ્યા વધારે ફેલાયેલી દેખાશે. ખુલ્લી દેખાતી જગ્યાઓ પર તમારે વધારે વસ્તુઓ ના રાખવી જોઈએ, ટેબલ પર ખુલ્લી છાજલીઓ, કિચન કાઉન્ટર વગેરે પર ઓછી સામગ્રી રાખવી જોઈએ. આ રીતે તમારું વધુ ઘર ફેલાયેલું દેખાશે નહીં.

4. બેડશીટ અને સોફા કવર પર ફોલ્ડ ના પડવા દો : જો તમે બેડશીટ્સ અને સોફા કવર વગેરેને આમ જ છોડી દો તો ઘર ફેલાયેલું દેખાશે. ઘરમાં કેટલીક વસ્તુઓ હંમેશા સેટ કરવી જોઈએ જેમ કે બેડ હંમેશા સેટ કરેલો દેખાવો જોઈએ. પડદા ખુલ્લા રાખવાનો પ્રયાસ કરો. તેને હંમેશા બંધ ના રાખવા જોઈએ. સૂર્યપ્રકાશ અને પવન ઘરમાં આવતો રહેવો જોઈએ. જો તે નહિ આવે તો પછી તમે ઘરને ગમે તેટલું ઘર સાફ કરશો તો પણ તમને જોઈએ તેટલી એનર્જી દેખાશે નહીં.

ઘરની સફાઈ માટેની કેટલીક ટિપ્સ : જો તમારા ઘરમાં સમસ્યા સ્વચ્છતાની છે એટલે કે તમારા ઘરમાં વારંવાર ધૂળ માટી આવે છે અને ઘરના ઘણા ખૂણા સાફ દેખાતા નથી તો આ કેટલીક ટિપ્સ તમને ઉપયોગી સાબિત થઈ શકે છે.

1. વેક્યૂમ પહેલાં ડસ્ટિંગ કરો : ઘણા લોકોને આદત હોય છે કે તે માત્ર વેક્યુમ ક્લીનરનો ઉપયોગ કરે છે અને તેઓ ધૂળનું મહત્વ નથી સમજતા. આ યોગ્ય નથી અને તમારે ડસ્ટિંગની જરૂરિયાતને અવગણવી જોઈએ નહીં. વેક્યુમ ક્લીનરનો ઉપયોગ કરતા પહેલા તમે માઇક્રોફાઇબર કાપડથી થોડી ધૂળને ઓછી કરો. આ તમને ઘણી મદદ કરશે.

2. ઓલિવ ઓઈલથી ડાઘ દૂર કરો : ઓલિવ ઓઈલનો ઉપયોગ કોઈપણ જગ્યાએથી હઠીલા ડાઘને નીકાળવા માટે કરી શકાય છે. જેમ કે ગ્રીસ વગેરેના કાળા ડાઘ પડી ગયા હોય તો તેના પર થોડું ઓલિવ ઓઈલ અને ખાવાનો સોડા છાંટવો. થોડીવાર માટે રહેવા દો અને પછી કપડાથી સાફ કરી લો. તે પછી એકદમ સરળતાથી સાફ થઈ જશે.

3. કાચના વાસણો સાફ કરવા માટે સફેદ વિનેગર : કાચના વાસણો સાફ કરવા માટે સફેદ સરકોનો ઉપયોગ કરી શકાય છે. આ માટે તમે તેને 5 મિનિટ માટે વિનેગરમાં ડુબાડીને રાખો. કાચના ચશ્મા, પ્લેટ, કપ વગેરે સાફ કરવા માટે આ એક ખૂબ જ સારી રીત છે. આમ કરવાથી પાણીના ડાઘા, વાસણ ધોવાનો સાબુ, ખાવા-પીવાની ચિકાસ વગેરે દૂર થઈ જશે.

4. બાથરૂમ શાવર સાફ કરો : ઘણી વાર ખારા પાણીને કારણે બાથરૂમના શાવરનું પ્રેસર ઘટી જાય છે. આ માટે તમે શાવર હેડને સરળતાથી સાફ કરી શકો છો. એક પોલિથીનમાં પાણી અને સફેદ વિનેગર ભરો અને તેને શાવર હેડ પર બાંધો. તેને 1 કલાક માટે આમ જ રહેવા દો અને પછી તેને કાઢી નાખો. તેને કપડાથી લૂછી લો. શાવર હેડ બરાબર સાફ થઈ ગયું હશે અને સાથે જ પાણીનું પ્રેસર પણ વધી ગયું હશે.

5. બધું સાફ કરવા માટે ક્લીનર બનાવો : તમે એક એવું ક્લીનર બનાવી શકો છો જેનાથી તમે બધી જ વસ્તુઓ સારો રીતે સાફ કરી શકો. તમે તેનો ઉપયોગ કોઈપણ બારીઓ સાફ કરવા, દરવાજા સાફ કરવા માટે અને બીજા ઘણા કામો માટે કરો શકો છો.

ક્લીનર બનાવવા માટે સામગ્રી : 4 ચમચી ખાવાનો સોડા, 1 કપ નવશેકું પાણી અને થોડા એસેન્સિયલ ઓઈલના થોડા ટીપાં.

આ ક્લીનર બનાવીને તમે પણ તમારા ઘરની સારી રીતે સફાઈ કરી શકો છો. ભલે તમને આ નાના હેક્સ સાધારણ લાગે છે પરંતુ મારા પર વિશ્વાસ કરો ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. જો તમારી પાસે પણ આવી કોઈ કિચન ટિપ્સ હોય તો અમને જાણવી શકો છો. જો તમને આ જાણકારી પસંદ આવી હોય તો, આવી જ જીવનઉપયોગી માહીતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા