અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

માથામાં ખંજવાળ આવતી એક સામાન્ય સમસ્યા છે જે સફાઇ ની ઉણપ, ડેન્ડ્રફ કે ઇન્ફેક્શનના કારણે થઈ શકે છે. પરંતુ આ ખંજવાળ વાળ અને માથાની ત્વચા સાથે જોડાયેલી અન્ય સમસ્યાઓ પણ સાથે લઈને આવે છે. જેવી કે વાળ ખરવા, માથાની ત્વચા નો લાલ થવું, સોજો વગેરે. જો તમને પણ થઈ રહી છે માથામાં ખંજવાળ તો આ પાંચ ઉપાયો જરૂરથી અજમાવવા જોઈએ.

માથાની ત્વચા પર ખંજવાળ માટે લીંબુ એક ખૂબ સારો વિકલ્પ છે. લીંબુમાં રહેલ સાઈટ્રિક એસિડ ત્વચા ની સફાઇ પણ કરે છે અને ખંજવાળને શાંત કરવામાં પણ મદદ કરે છે. લીંબુના રસને માથાની ત્વચા પર લગાવીને થોડીક વાર માટે છોડી દો. પછી આપના વાળને પાણીથી ધોઈ લો.

હળવા ગરમ પાણીની સાથે સફરજનના વિનેગર ભેળવીને વાળના મૂળમાં લગાવો અને કેટલાક સમય સુધી આ મિશ્રણને માથામાં લગાવી રાખો. ત્યારબાદ આપ આપના વાળને ચોખ્ખા પાણીથી ધોઈ લો. આ ઉપાય કરવાથી આપણે તરત જ રાહત પહોંચી શકે છે.

ઓલિવ ઓઇલ કે બદામ તેલ જેવા એસેન્શીયલ ઓઇલ થી માથાની મસાજ કરો છો તો આ બંને તેલનું મિશ્રણ પણ પ્રયોગ કરી શકો છો. એનાથી માતાની ખંજવાળમાં પણ રાહત મળી શકે છે. અન્ય વાળમાં સુધારો પણ જોઈ શકાય છે.

દહીંથી માથાની ત્વચાની પર મસાજ કરો અને દહીંને કેટલાક સમય સુધી માથામાં લાગેલ રહેવા દો. ત્યાર પછી વાળને ધોઇ લેવા. દહીં વાળ અને માથાની ત્વચાને પોષણ આપવાનો પણ એક ઉપાય છે. નારિયેળના તેલમાં કેટલાક પ્રમાણમાં કપૂર ભેળવીને માથાની ત્વચા પર મસાજ કરો. આમ કરવાથી માથાની ખંજવાળ શાંત થઈ શકે છે અને જો કોઈ પ્રકારનું ઇન્ફેક્શન માથામાં થયું હોય તો તે પણ મટી જાય છે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા