home cleaning tips
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

મહિલાઓ માટે ઘરની સફાઈ કરવી એ ખુબ જ મુશ્કેલ કામ હોય છે કારણ કે દરેક મહિલા પાસે ઘરની સફાઈ સિવાય પણ બીજા ઘણા કામો હોય છે જેમ કે રસોઈ બનાવવી, બાળકોની સંભાળ રાખવી, કપડાં ધોવા વગેરે વગેરે.

તેથી જ મહિલાઓ ઘરના દરેક ખૂણાને બરાબર સાફ કરી શકતી નથી કારણ કે તેઓને પણ ખૂબ આળસ આવે છે અને તેઓ સમય પણ કાઢી શકતી નથી. જો કે કેટલીક મહિલાઓ ઘરની સફાઈ કરવા માટે સમય કાઢે તો છે અને કેટલીક ક્લિનીંગ ટિપ્સ પણ અપનાવે છે, તેમ છતાં તેમના ઘરની સફાઈ સારી રીતે થતી નથી.

જો તમારી સાથે આવું જ થતું હોય તો હવે ચિંતા કરશો નહિ કારણ કે આજે આ લેખમાં અમે તમને એવી જ કેટલીક સફાઈ માટે ટિપ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેની મદદથી તમે તમારા ઘરને જ નહીં પરંતુ તમારા ઘરને પણ ચમકદાર બનાવી શકો છો અને તમારું કામ પણ સરળ થઇ જશે.

પહેલા આ કામ કરો : તમે ઘરની સફાઈ કરવામાં વધારે સમય બગાડવા નથી માંગતા તો તમારે ઘરને સારી રીતે તપાસવું પડશે, જેથી તમે જાણી શકશો કે ક્યાં અને કઈ વસ્તુઓને સાફ કરવાની જરૂર છે. તેથી તમે આખા ઘરને પહેલા સારી રીતે તપાસો. આ પછી ઘર અને સામાન સાફ કરશો તો સરળતા રહેશે.

પડદા ઉતાર્યા વગર આ રીતે સાફ કરો : ઘરના પડદા કાઢીને સાફ કરવા માટે ઘણી મહેનત કરવી પડે છે, જેમ કે તેને ઉતારવા અને ધોવા અને પછી ફરીથી લગાવવા. આ મહેનતવાળું કામ હોવાથી ઘણી સ્ત્રીઓ લાંબા સમય સુધી પડદાને સાફ કરતી નથી, જો તમે પડદા સાફ કરવામાં બહુ આળસુ હોય તો તમે પડદાને ઉતાર્યા વગર પણ સાફ કરી શકો છો.

જી હા, આ સાંભળીને તમને થોડું વિચિત્ર લાગશે પરંતુ તમે વેક્યૂમ ક્લીનરથી પડદાને ઉતાર્યા વગર પણ સાફ કરી શકો છો. આ માટે પડદાને સારી રીતે ફેલાવો અને તેને ઉપરથી નીચે સુધી વેક્યૂમ કરો. આમ કરવાથી તમારા પડદા પરની બધી ગંદકી વેક્યૂમમાં આવી જશે અને પડદા પણ સાફ થઈ જશે.

તે જ સમયે જો પડદા પર કોઈ ડાઘ હોય તો તેને સાફ કરવા માટે, તમે સીધા જ ડાઘવાળી જગ્યા પર બેકિંગ સોડા નાખો અને તેને હળવા હાથથી ઘસો. પછી તેને થોડી વાર માટે સૂકવવા માટે રહેવા દો. જ્યારે તે સુકાઈ જાય ત્યારે ખાવાનો સોડા કાઢી લો. પડદાના ડાઘ સાફ થઈ જશે.

કાચના સામાન સાફ કરવા માટે : તમે કાચ અને અરીસાને સાફ કરવા માટે કપડાનો ઉપયોગ કર્યો જ હશે. આવું કરવાથી ઘણી વખત કાચ ચોખ્ખા થવાને બદલે ગંદા દેખાય છે. કારણ કે કપડાના દોરા કાચ પર ચોંટી જાય છે અને કાચ ગંદા દેખાવા લાગે છે. જેના કારણે મહિલાઓની બધી મહેનત પણ વ્યર્થ જાય છે. તેથી તમે અખબારથી કાચ સાફ કરો.

આ માટે એક ખાલી સ્પ્રે બોટલ લો અને તેમાં 50% સફેદ વિનેગર અને 50% પાણી ભરો. હવે તેને સારી રીતે હલાવો અને પછી કાચ સાફ કરવાનો છે તેના પર સ્પ્રે કરો. પછી અખબારથી તેને સાફ કરી લો. તમારું કામ થઈ ગયું.

ટાઇલ્સ સાફ કરવા માટે ટિપ્સ : આજના સમયમાં દરેક ઘરમાં ટાઇલ્સ લગાવવામાં આવે છે કારણ કે તે ઘરને સુંદર બનાવાનું કામ કરે છે. પરંતુ તેને સાફ કરવા અને કાળજી રાખવી પણ ખૂબ મુશ્કેલ છે. જો તમારા માટે પણ આ મુશ્કેલ કામ લાગે છે તો આ ટ્રિક્સથી તેને ચપટીમાં સાફ કરી શકો છો.

સૌથી પહેલા સ્પ્રે બોટલમાં 1 કપ બેકિંગ સોડા અને 1 કપ વિનેગર નાખીએ મિક્સ કરો. આ પ્રવાહીને ટાઇલ્સ પર સ્પ્રે કરીને તેને ટૂથબ્રશથી સાફ કરી લો. જો આ પ્રવાહીથી ગંદકી નીકળતી નથી તો તમે પ્રવાહીમાં 1/2 કપ લીકવીડ સાબુ પણ ઉમેરી શકો છો.

શાવર હેડ અને નળને સાફ કરો : ઘરની મોટી વસ્તુઓની સફાઈ જલ્દીથી થઈ જાય છે પરંતુ બાથરૂમના નળ, રસોડાના નળ વગેરે નાની વસ્તુઓની સફાઈ કરવામાં આળસ આવે છે. જો તમે તેને સાફ કરવા બેસો તો આખો દિવસ લે છે. તો આજે અમે તમને એક એવી ટ્રિક જણાવીશું જેની મદદથી તમે નળને ચપટીમાં સાફ કરી શકો છો.

શુ કરવુ તો, એક સેન્ડવીચ બેગ લો અને તેમાં વિનેગર અને બેકિંગ સોડાને ભરો. પછી શાવર હેડ અથવા નળના હેન્ડલને સેન્ડવીચ બેગમાં મૂકો. ધ્યાન રાખો કે તે મિશ્રણમાં સંપૂર્ણપણે ડૂબી જવો જોઈએ. હવે રબર બેન્ડથી અથવા ટાઈનો ઉપયોગ કરીને બેગને બાંધીને એકથી બે કલાક માટે રહેવા દો અને પછી સેન્ડવીચ બેગ કાઢી લો.ફુવારો અથવા નળ ચાલુ કરો અને પાણીને જવા દો. તમારો નળ સાફ થઇ ગયો છે.

આ રીતે ડાઘ સાફ કરો : તમે ઘરના કોઈપણ પ્રકારના ડાઘને સાફ કરવા માટે ડીશ સોપ અને બેકિંગ સોડાનો ઉપયોગ કરી શકો છો. આ માટે એક બાઉલમાં ડીશ સોપ અને બેકિંગ સોડા નાખીને એક સોલ્યુશન બનાવો. પછી આ લિક્વિડમાં સ્પોન્જ બોળીને ડાઘ સાફ કરો અથવા થોડા સમય માટે ડાઘ પર લગાલીને રહેવા દો. પછી તેને ગરમ પાણીથી ધોઈ લો.

બેકિંગ સોડાથી કાટ દૂર કરો : બેકિંગ સોડા ઘરની સફાઈમાં ખૂબ જ કામ આવે છે. તેમાં એક્સ્ફોલિએટિંગ પ્રોપર્ટીઝ હોય છે જે વસ્તુઓને સ્વચ્છ કરે છે. જો લીંબુને ખાવાના સોડા સાથે મિક્સ કરવામાં આવે તો તેનું સારું પરિણામ મળે છે. આ માટે પહેલા પાણીને ગરમ કરો અને તેમાં લીંબુનો રસ મિક્સ કરો અને પછી ખાવાનો સોડા ઉમેરો.

આ પછી આ સોલ્યુશનની મદદથી કાટ લાગેલી જગ્યા પર લગાવો અને ટૂથબ્રશથી તે જગ્યાને સ્ક્રબ કરો અને છેલ્લે સ્વચ્છ પાણીથી ધોઈ લો. તમારી જગ્યાનો કાટ દૂર થઇ સારી રીતે સાફ થઈ જશે અને તે નવીની જેમ ચમકશે.

Eno થી ઘરની વસ્તુઓ સાફ કરો : ઇનોનો ઉપયોગ તમે ઘણી બધી વાનગીઓ બનાવવા માટે કરતા હશો, પરંતુ તમને જણાવી દઈએ કે ઘરની વસ્તુઓને સાફ કરવા માટે પણ તે સારો વિકલ્પ છે. તે તમને માર્કેટમાં માત્ર 8 થી 10 રૂપિયામાં મળી જશે.

શુ કરવુ તો, સૌથી પહેલા તમે એક બાઉલમાં ગરમ ​​પાણી લો. પાણીમાં લીંબુનો રસ અને ઈનો ઉમેરો. આ મિશ્રણમાં ધીમે ધીમે વસ્તુઓ નાખો અને બાઉલને 15 મિનિટ માટે ઢાંકીને રાખો. હવે જ્યારે તમે 15 મિનિટ પછી વસ્તુને જોશો તો તે લગભગ સાફ થઇ ગઈ હશે. જો થોડા ડાઘ રહી ગયા છે તો ટૂથબ્રશ પર લિક્વિડ ડિટર્જન્ટ લગાવીને સાફ કરી શકો છો.

બીજી સફાઈ ટીપ્સ : જો તમને લાગે છે ઘરની સફાઈના કામનો બોજ તમારા પર વધારે ના આવે તો તેના માટે તમે ઘરના બીજા સભ્યોને પણ સફાઈની જવાબદારી આપી શકો છો. આ તમારા કામને સરળ અને ઝડપી બનાવશે.

જો તમને સફાઈ દરમિયાન ખુબ જ કંટાળો આવે છે તો તમે સફાઈની સાથે આનંદ માટે મોબાઈલમાંથી ગીતો સાંભળી શકો છો અથવા તમે મ્યુઝિક સિસ્ટમ પણ વગાડી શકો છો. સફાઈ માટે હંમેશા એક સમય નક્કી કરો કે મારે આટલા લાંબા સમયમાં ઘર સાફ કરવાનું છે. આમ કરવાથી તમે ઝડપથી કામ કરી શકશો.

જો તમને આ સફાઈ ટિપ્સ પસંદ આવી હોય તો, તો તેને આગળ મોકલાઓ. આવી જ બીજી કિચન ટિપ્સ જાણવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા