heel pain solution
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

અહીંયા જણાઈશું કે હિલ પેઈન એટલે કે એડીનો દુખાવો શા કારણે થાય છે, કયા એવા મોટા કારણો છે જે પગની એડીનો દુખાવો થાય છે, કયા એવા ઉપાય કરવાથી આ દુખાવામાં રાહત મેળવી શકાય તે વષે સંપૂર્ણ માહિતી મેળવીએ. અહીંયા તમને ત્રણથી ચાર વસ્તુઓ વિષે જણાવીશું જેથી તમારા પગની એડીનો દુખાવો દૂર થઇ જશે.

સૌ પ્રથમ જાણીએ કે પગની એડીમાં દુખાવો શા કારણે થાય છે. જે મહિલાઓ રસોડાની અંદર ઊભા ઊભા રહીને લાંબો સમય સુધી રસોઈ કરે છે જેથી આખા શરીરનું વજન પગની એડીમાં આવે છે જેથી પગની એડીનો દુખાવો થતો હોય છે.

જે લોકોનું વજન વધુ હોય છે, જે સ્ત્રી કે પુરુષનું વજન વધુ હોય તેમને 30 થી 40 વર્ષે પગની એડીનો દુખાવો થવાની શક્યતા હોય છે. જે લોકો વધુ પ્રમાણમાં ચાલે છે, તેમણે વધુ ચાલવાના કારણે પણ પગની એડીનો દુખાવો થઇ શકે છે. આ સિવાય જે મહિલાઓ ઊંચા એડીવાળા ચંપલ પહેરે છે, જે પુરુષો ફેશન વાળા બુટ પહેરે છે, જે પગને અનુકૂળ ન હોય તો પણ પગની એડીનો દુખાવો થઇ શકે છે.

સૌથી મોટું કારણ એ છે કે જે લોકોને શરીરમાં યુરિક એસિડ વધી કે ઘટી જતું હોય એવા લોકોને ઘણી બધી ટ્રીટમેન્ટ કરવા છતાં પણ આ દુખાવાની સમસ્યા રહે છે. હવે જાણીલો તેના ઉપાય વિષે.

સૌથી પહેલા તમારે રોજ એક ચમચી સવાર-સાંજ એક વસ્તુ પીવાની છે જેથી શરીરની અંદર કોઈપણ દુખાવો થતો હોય, શરીરમાંથી એડીનો દુખાવો હોય, ગોઠણ નો દુખાવો હોય કે કોઈ અન્ય ભાગો પર તમને સોજા આવતા હોય કે દુખાવો થતો હોય તો એ દુખાવો છે દૂર થઈ જશે.

આ માટે તમારે તમારા ઘરમાં રહેલી હળદર અને મેથીના દાણા લેવાના છે. મેથીના દાણાને મિક્સરમાં પીસીને તેનો પાઉડર બનાવી લેવાનો છે. હવે અડધી ચમચી હળદર અને અડધી ચમચી મેથીના દાણાનો પાઉડર લઇ સવારે નાસ્તો કર્યાના અડધા કલાક પછી તેનું સેવન કરવાનું છે. રાત્રે પણ આનું સેવન કરવાનું છે.

બીજા ઉપાયની વાત કરીએ તો, સામાન્ય રીતે કોઈપણ પ્રકારના તમને દુખાવો હોય, કમરમાં દુખાવો હોય, ગોઠવણમાં દુખાવો હોય, સાંધાના દુખાવામાં પણ થતા હોય, હાથમાં દુખાવો હોય કે પછી એડીનો દુખાવો હોય તો તમારે તેલ નો ઉપયોગ કરવાનો છે. તમારે લવિંગના તેલ નો ઉપયોગ કરવાનો છે.

લવિંગના તેલ વડે તમારે રોજ સાંજે 10 થી 20 મિનિટ તમારા પગની માલિશ કરવાની છે . આમ કરવાથી તમારી એડીનો દુખાવો છે એ ધીરે ધીરે કંટ્રોલમાં આવશે અને મહત્વની વાત એ છે કે જો તમે આ સાથે સાથે તમે 20 થી 30 દિવસ રેસ્ટ કરશો એટલે કે આરામ કરશો તો વધુ સારું. જો તમે દુખાવાને ઘ્યાનમાં લીધા વગર જ કામ કરતા રહેશો તો તમારો દુખાવો વધી શકે છે.

જો તમે રેસ્ટ સાથે આ માલિશ કરશો તો તમને ઝડપથી ફાયદો થશે. ત્રીજી રીત છે એમાં તમારે એક બરફનો ટુકડો લેવાનો છે. દિવસમાં ત્રણ વખત એક વખતમાં 20 મિનિટ માટે તમારે જે પણ પગની એડીમાં દુખાવો હોય ત્યાં માલિશ કરવાની છે.  માલિશ કરવાથી તમે ત્યાંનું બ્લડ સર્ક્યુલેશન વધારી શકો છો અને દુખાવાને કંટ્રોલમાં લાવી શકો છો.

ચોથા ઉપાયની વાત કરીએ તો તમારે એક મોટું વાસણ કે નાહવા માટે જે બાલ્ટી નો ઉપયોગ કરો છો એમાં ગરમ હૂંફાળું પાણી લઇ તેમાં બે ચમચી સિંધાલુણ મીઠું નાખી સારી રીતે મિક્સ કરીને તમારે તમારા પગને 20 થી 30 મિનિટ માટે પાણીમાં ડુબાવીને રાખવાના છે.

આમ કરવાથી પણ તમે એડીના દુખાવામાં રાહત મેળવી શકો છો. એક વાતનું ધ્યાન રાખવું કે આરામ કરવો એ ખુબજ જરૂરી છે. જો તમને આ લેખ ગમ્યો હોય, તો ચોક્કસપણે આ વિષે તમારા મિત્રોને જણાવજો અને તમારા પોતાના ફેસબુક પેજ પર રસોઈનીદુનિયા સાથે બીજા આવા જ લેખો વાંચવા માટે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા