hath ni charbi ochhi karva
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આજકાલ મહિલાઓમાં શરીરની ચરબી સાથે સાથે હાથનું વજન અને હાથની લટકતી ચામડી વધવું ખૂબ જ સામાન્ય સમસ્યા બની ગઈ છે. આ કારણે સ્ત્રીઓ ઘણીવાર સ્લીવલેસ ડ્રેસ પણ પહેરવામાં શરમ અનુભવે છે. આ ચરબી ઘટાડવામાં ઘણો સમય લાગે છે અને આ માટે મહિલાઓ પણ ઘણી કસરત અને ઉપાયો કરે છે.

પરંતુ તેમ છતાં પણ કોઈ ખાસ લાભ મળતો નથી. જેના કારણે તેઓ નિરાશ થઈને પ્રયત્નો કરવાનું છોડી દે છે. પરંતુ ઘણીવાર આપણે ભૂલી જઈએ છીએ કે આપણો ખોરાક એવી વસ્તુ છે જે આપણા શરીરના વજનથી લઈને આપણા મૂડ પર અસર કરે છે.

આ લટકતી હાથની ચામડીમાંથી છુટકારો મેળવવા માટે તમે તમારા આહારમાં ફેરફાર કરીને બાજુઓ પરની ચરબી ઘટાડી શકો છો. તો ચાલો જાણીએ એવા કેટલાક ખોરાક વિશે જે આ સમસ્યાથી છુટકારો અપાવી શકે છે.

હાથની ચરબી ઘટાડવા માટે પ્રોટીનયુક્ત ખોરાક : લટકતા હાથને ઘટાડવા માટે તમારે ભૂખને નિયંત્રણમાં રાખવા માટે પ્રોટીનનું સેવન કરવું ખૂબ જરૂરી છે. આનાથી હાથની સાથે શરીરનું વજન પણ ઓછું કરી શકાય છે. એટલે કે તમે આહારમાં ચિકન, માછલી અને દૂધ અને દૂધની પ્રોડક્ટનો સમાવેશ કરો. દરરોજ સવારે દૂધ પીવો.

ફાઇબરયુક્ત ખોરાકથી થશે ફાયદા : ફાયબર ખોરાક પણ હાથની ચરબી ઘટાડી શકે છે. આ માટે ફળો, શાકભાજી, આખા અનાજ, નટ્સ, બીજ ફાઇબરના સારા સ્ત્રોત છે. ફાયબર ખોરાક ધીમે ધીમે પચે છે જેના કારણે ભૂખ ઓછી લાગે છે અને શરીરમાં ચરબી વધતી નથી .

હાથની ચરબી ઘટાડવા માટે ફળો : જો કે ફળો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ફળોમાં આવશ્યક વિટામિન અને મિનરલ્સ હોય છે. આ જ કારણ છે કે ડૉક્ટરો પણ દરરોજ એક ફળ ખાવાની સલાહ આપતા હોય છે. ખાસ કરીને જો તમારા હાથ ખૂબ જાડા હોય તો તમારે સફરજન ખાવું જ જોઈએ.

સફરજનમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે જે હાથની ચરબી ઘટાડવામાં મદદ કરે છે. જો તમે ઈચ્છો તો ફળોનો રસ કાઢીને પણ પી શકો છો અથવા તેને સલાડમાં પણ ખાઈ શકો છો.

પાણી પીવો : પાણી શરીરને એનર્જી આપવાનું કામ કરે છે. તેથી, દરરોજ પુષ્કળ પાણી પીવું જોઈએ. ખાસ કરીને જો તમારે શરીરની ચરબી ઓછી કરવી હોય તો તમારે ખુબ પાણી પીવું જોઈએ. ઘણા અભ્યાસો મુજબ જો તમે જમતી વખતે પાણી પીઓ છો તો વપરાશમાં લેવાતી કેલરી ઓછી થાય છે.

આ વસ્તુઓનું સેવન ના કરો : જો તમે લટકતા હાથની ચરબી ઓછી કરવા માંગતા હોય તો ખાંડનું સેવન ઓછું કરો અથવા બંધ કરો. રીફાઇન્ડ અનાજથી પણ સમસ્યા વધે છે. તેથી તેને ડાઇટનો ભાગ ના બનાવો. જંક ફૂડથી આખા શરીરનું વજન વધે છે, એટલે તે ના ખાવું જોઈએ.

આશા છે કે તમને અમારો આ લેખ ગમ્યો હશે અને તમે પણ હાથની ચરબી ઓછી કરવા માટે આ કેટલીક ટિપ્સનો ઉપયોગ કરીને ઘટાડી શકો છો. જો તમને આવી માહિતી જણાવી ગમતી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.