શરદી મટાડવા માટે તો હળદર વાળું દૂધ સૌ કોઈએ પીધું હશે. એ સિવાય હળદરવાળું દૂધ પીવાથી બીજા કયા ફાયદા થાય છે તેમજ હળદર વાળું દૂધ બનાવવા માટે કઈ હળદર વાપરવી અને કેટલું પ્રમાણ લેવો તે માહિતી વિશે જોઈશું.
સોના જેવો જેવો પીળો રંગ ધરાવતું હળદર વાળું દૂધ ગોલ્ડન મિલ્ક તરીકે પણ ઓળખાય છે. હળદરનો પીળો રંગ તેમાં રહેલા કરક્યુમીન તત્વોને કારણે છે જે ઔષધીય ગુણો ધરાવે છે. હળદરને દૂધ ઉમેરીને લેવાથી તેના ગુણો વધી જાય છે. હવે હળદર વાળું દૂધ કેવી રીતે બનાવવા થી વધુ ફાયદો કરે છે તે જોઈએ.
એક ગ્લાસ દૂધને ઉકળવા મૂકવું. દુધ ગાયનું હોય વધુ સારું પણ ભેંશ નું દૂધ પણ ચાલે. ઉભરો આવે ત્યારે તેમાં અડધી ચમચી હળદર નાખી ગેસ બંધ કરી દેવો. હળદર ઉમેર્યા પછી ઉકાળવાથી તેમાં રહેલા સુગંધી તેનું બાષ્પીભવન થઇ જાય છે જેથી તેની અસરકારકતા ઓછી થઈ જાય છે. ત્યારબાદ દૂધ અને ગાળીને તેમાં થોડું ઠંડુ પડે ત્યારે એક ચમચી મધ ઉમેરવું. ડાયાબિટીસના દર્દીઓએ મધ ન ઉમેરવું.
ઔષધીય પ્રયોગો માટે મસાલામાં વપરાતી હળદરને બદલે આયુર્વેદિક હળદર કે જેને કસ્તુરી હળદર કહેવાય છે તેવા કરવાથી વધુ ફાયદો મળે છે. મસાલાની હળદર ખૂબ જ ઝડપથી ચાલતા મિલમાં દળવાથી ગરમ થાય છે જેથી તેના પોષક તત્વો નાશ પામે છે. ત્યારે આયુર્વેદિક હળદરને ઠંડા મિલમાં દળવામાં આવે છે. માટે તેના પોષક તત્ત્વો જળવાઈ રહે છે.
જેને એસિડિટી ની ફરિયાદ હોય કે જેની તાસીર ગરમ હોય તેમણે હળદર વાળા દૂધ માં અડધી ચમચી ગાયનું ઘી ઉમેરીને લેવાથી આ દૂધ ગરમ પડતું નથી. હવે હળદર વાળું દૂધ પીવાના ફાયદાઓ વિશે જોઈએ. હળદરવાળું દૂધ પીવાથી શું ફાયદો થાય?
ત્વચાની સમસ્યા: ખીલ એ આજની યુવાન પેઢી માટે પહેલી સમસ્યા છે. એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિસેપ્ટિક અને એન્ટી-ફંગલ ગુણો ધરાવતું હળદર વાળું દૂધ ખીલને મટાડે છે અને નવા થતા ખીલ ને અટકાવે છે. તે ખીલના ડાઘા દૂર કરી ત્વચાને નિખારે છે. દૂધ પીવા ઉપરાંત હળદરમાં પાણી ઉમેરી પેસ્ટ બનાવી ખીલ પર લગાવવાથી ઝડપી ફાયદો થાય છે.
હાડકાંને મજબૂત બનાવે: કેલ્શિયમથી ભરપૂર હળદર વાળું દૂધ હાડકાને મજબૂત બનાવે છે. તેમ જ ફ્રેકચર થી ભાંગેલા હાડકાં ને ઝડપથી જોડે છે. આ માટે જ ફ્રેકચર માં હળદર વાળું દૂધ પીવાય છે.
સોજો: પડવાથી વાગી ગયું હોય કે હાથ પગમાં સોજો આવી ગયો હોય તો હળદર વાળું દૂધ ગરમ દૂધ પીવાથી અંદરના ઘા તેમજ સોજો મટે છે. તેમજ બ્લડનું સર્ક્યુલેશન વધવાથી ગંથાયલું લોહી ફરતું થાય છે અને દુઃખાવો મટે છે.
રંગને ગોરો બનાવે: જેમનો રંગ શ્યામ છે, તેવા લોકો જો નિયમિત નરણા કોઠે હળદર વાળું દૂધ પીવે તો લોહીમાં રહેલી અશુદ્ધિઓ અને ઝેરી તત્વો દૂર થઈ લોહી શુદ્ધ થાય છે. તેમ જ ત્વચા ગોરી બને છે.
એલર્જી દૂર કરે: હળદરમાં રહેલું કરક્યુમિન તત્વ શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. જેથી શ્વાસની તેમજ ત્વચાની એલર્જી હળદર વાળું દૂધ પીવા દૂર થાય છે. બ્લડ સુગર ને કંટ્રોલ કરે: ગળપણ ઉમેર્યા વગર જો હળદર વાળું દૂધ નિયમિત રીતે પીવામાં આવે તો તે બ્લડ માં રહેલી શુગરને ઘટાડીને ડાયાબિટીસમાં ફાયદો કરે છે.
લિવરને સ્વસ્થ રાખે: હળદર વાળું દૂધ લિવરનો સોજો તેમજ લીવરને થયેલી ઈજા મટાડે છે અને લીવરમાં જમા થયેલા નકામા ઝેરી દ્રવ્યો દૂર કરી લીવરને સ્વસ્થ રાખે છે. હિમોગ્લોબીન વધારે: હળદર વાળું દૂધ લોહીમાં રહેલ લાલ રક્તકણો ને વધારી હીમોગ્લોબિન લેવલ ઊંચું લઈ જાય છે.
અનિદ્રામાં ફાયદો: રાત્રે સુવાના અડધા કલાક પહેલાં હળદરવાળું ગરમ દૂધ પીવાથી ખૂબ સારી ઉંઘ આવે છે અને વારે વારે ઊંઘ ઊડી જવાની ફરિયાદ રહેતી નથી.
કેન્સરના કોષોને વધતા અટકાવે: લાંબા સમય સુધી હળદરવાળું દૂધ પીવાથી કેન્સર કાબુમાં આવે છે તેમજ કેમોથેરાપી થી થતું નુકસાન પણ ઘટી જાય છે. વજન ઘટાડે: હળદર વાળું દૂધ શરીરનું મેટાબોલિઝમ વધારે છે તેમજ વધારાની ચરબી ઓગાડે છે. જેથી વજન ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે.
તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.