haldar vadu dudh pivana fayda
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ગળામાં દુખાવો હોય કે કોઈ ઈજા પહોંચી હોય, આપણે વડીલો તાત્કાલિક રાહત મળે તે માટે હળદરવાળું દૂધ પીવાની સલાહ આપે છે. હળદરવાળું દૂધ આપણા પૂર્વજો દ્વારા આપવામાં આવેલ શ્રેષ્ઠ ઉપાયોમાંથી એક છે. દૂધમાં હળદર ઉમેરવામાં આવતું હોવાથી તેને ‘ગોલ્ડન મિલ્ક’ તરીકે પણ ઓળખવામાં આવે છે.

વધુ સ્વાસ્થ્ય લાભો માટે તેમાં લવિંગ, તજ, ઈલાયચી, કાળા મરી અને આદુ જેવા મસાલાને પણ ઉમેરી શકાય છે. શરદી, ઉધરસ, ફ્લૂ, ઘા, સાંધાનો દુખાવો વગેરે જેવી સમસ્યાઓમાં હળદરવાળું દૂધ શ્રેષ્ઠ છે. આ સિવાય તે બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

હળદરવાળું દૂધ હોર્મોન ચક્રને નિયંત્રિત કરવામાં પણ મદદ કરી શકે છે. તેથી જ આજે અમે તમારા માટે હળદરવાળા દૂધના અસંખ્ય ફાયદાઓ વિશે જણાવીશું. આ મહિલાઓના સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આવો જાણીએ હળદળવાળું દૂધ પીવાના ફાયદા વિશે.

હળદરવાળા દૂધના ફાયદા : હળદર શક્તિશાળી એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર હોય છે. આ તત્વ તમારા શરીરને ફ્રી રેડિકલથી બચાવે છે. વૃદ્ધાવસ્થામાં, સ્ત્રીઓને સાંધામાં દુખાવો અને સોજો આવવા લાગે છે ત્યારે હળદરનું દૂધ તમારી સમસ્યાને ઓછી કરી શકે છે.

દરરોજ હળદરવાળું દૂધ પીવાથી યાદશક્તિ અને મગજની કાર્યક્ષમતા સુધરે છે. હળદરમાં હાજર કર્ક્યુમિન મૂડને સુધારે છે અને ડિપ્રેશનના લક્ષણોને ઘટાડવામાં મદદ કરે છે. ઊંઘ અને ચિંતામાં મદદ કરે છે. બ્લડ સુગર લેવલ ઘટાડવા અને ઇન્સ્યુલિનની સંવેદનશીલતામાં સુધારો કરે છે.

જો તમે બદલાતી મોસમમાં નાની-મોટી બીમારીઓની પકડમાં ઝડપથી આવી જાઓ છો, તો તે રોગપ્રતિકારક શક્તિની નબળાઈને કારણે થાય છે. આ સ્થિતિમાં, તમારા આહારમાં હળદરવાળા દૂધનો સમાવેશ કરીને ઇમ્યુનીટી મજબૂત કરી શકો છો.

એન્ટિબેક્ટેરિયલ, એન્ટિવાયરલ અને એન્ટિફંગલ ગુણ હોય છે. નાની-નાની ઈજા થવા પર હળદર વાળું દૂધ પીવાથી આરામ મળે છે. તમારા શરીરને ઇન્ફેક્શનથી બચાવે છે. વૃદ્ધત્વ વિરોધી અસરો હોવાને કારણે, દરરોજ હળદરનું દૂધ પીવાથી ચહેરા પરની કરચલીઓ દૂર થઈ જાય છે અને તમે લાંબા સમય સુધી યુવાન દેખાશો.

હળદરવાળું દૂધ પેટ માટે રામબાણ ગણાય છે. તે પાચનમાં સુધારો કરે છે અને પેટ સંબંધિત સમસ્યાઓ જેવી કે કબજિયાત, એસિડિટી વગેરેમાં ફાયદાકારક છે. ગ્લુકોમા અને મોતિયાની સારવારમાં મદદરૂપ થાય છે.  ટાઈપ 2 ડાયાબિટીસને જલ્દીથી થતા અટકાવે છે.

હૃદય રોગનું જોખમ ઘટાડે છે અને કેન્સરનું પણ જોખમ ઘટાડે છે. અલ્ઝાઈમર રોગની સારવારમાં મદદ કરે છે. ત્વચા માટે સારું છે. શરીર પર ઇજા થઇ હોય તો તેને પણ મટાડે છે, ખીલ અને બ્રેકઆઉટ્સ અટકાવે છે, ખરજવું અને સૉરાયિસસ સામે લડે છે, ત્વચાના ડાઘ ઘટાડે છે અને કુદરતી ચમક આપે છે.

રોજ હળદરવાળું દૂધ પીવાથી હાડકાં પણ હેલ્દી રહે છે. આ બધા ફાયદા મેળવવા માટે તમે તમારા આહારમાં હળદરવાળા દૂધનો સમાવેશ કરી શકો છો. જો તમને આ જાણકારી ગમી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા