haldar no upyog gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

રસોડામાં દરરોજ ઉપયોગમાં લેવાતા મરી મસાલોઓનો આપણે આયુર્વેદિક રીતે ઘણી બધી સમસ્યામાઓમાં કરીએ છીએ. આ મરી મસાલાઓમાં એક જડીબુટ્ટી કહી શકાય તેવી હળદર નો સમાવેશ થાય છે. રસોડામાં વપરાતી હળદર તમારી સુંદરતામાં વધારો કરે છે અને ઘણા સ્વાસ્થ્ય લાભો પણ આપે છે.

જો તમે નિયમિત રીતે હળદરનું સેવન કરો છો, તો તમે ઘણી ગંભીર બીમારીઓથી બચી શકો છો, સાથે જ તમારી રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો થઇ શકે છે. તો ચાલો જાણીએ હળદરના કેટલાક અદભુત ફાયદાઓ વિષે.

શરીરની રોગપ્રતિકારક શક્તિ કરે: હળદરનું લિપોપોલિસકેરાઇડ તત્વ એન્ટી બેક્ટેરિયલ, એન્ટી વાયરલ અને એન્ટી ફંગલ છે, જેના કારણે આપણી રોગપ્રતિકારક શક્તિ મજબૂત રહે છે. જો તમે નિયમિતપણે દૂધમાં એક નાની ચમચી હળદર નાખીને પીઓ છો, તો તે તમને ઘણી બીમારીઓથી સુરક્ષિત રાખે છે.

સંધિવાના દુખાવામાં રાહત: ખંજવાળમાં રાહત આપતા ઘટકો ધરાવતી હળદર અસ્થિવા અને સંધિવાની સારવારમાં પણ ખૂબ ફાયદાકારક અને એકદમ અસરકારક છે. તેમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ્સ શરીરના ફ્રી રેડિકલને નષ્ટ કરે છે. રોજ હળદરનું સેવન કરવાથી સાંધાના દુખાવા અને બળતરાની સમસ્યામાં રાહત મળે છે. પરંતુ જો પીડા તીવ્ર હોય, તો તબીબી સલાહ જરૂરથી લેવી.

મગજના રક્ષણમાં અસરકારક: એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે એરોમેટિક ટર્મેરોન નામનું તત્વ મગજના સ્ટેમ સેલને રિપેર કરે છે. આ સ્ટેમ સેલ સ્ટ્રોક અને અલ્ઝાઈમર જેવા ન્યુરોડીજનરેટિવ રોગોમાંથી પુનઃપ્રાપ્તિમાં મદદ કરે છે. આ અધ્યયનમાં એમ પણ કહ્યું છે કે કર્ક્યુમિન તત્વ અલ્ઝાઈમરના દર્દીઓની યાદશક્તિને સુધારવામાં મદદ કરે છે.

પાચનક્રિયા સારી બનાવે છે: કાચી હળદર પેટની ઘણી બધી બીમારીમાં ખૂબ જ ફાયદાકારક છે. તેમાં રહેલા તત્વો પિત્તાશયને પિત્ત ઉત્પન્ન કરવા માટે ઉત્તેજિત કરે છે. આની સાથે સાથે તે ઉબકા અને ગેસની સમસ્યામાં રાહત આપવામાં પણ હળદર ખૂબ જ ફાયદાકારક છે.

ઘા થયો હોય ત્યાં ઝડપથી રૂઝ: જો શરીરના કોઈ ભાગમાં ઈજા થઈ હોય, શરીરનો કોઈ ભાગ બળી ગયો હોય અથવા કોઈ પ્રકારનું ઈન્ફેક્શન થયું હોય તો દરેક દાદીમા સૌપ્રથમ હળદર લગાવવાની સલાહ આપે છે. અસરગ્રસ્ત જગ્યા પર હળદર લગાવવાથી જલ્દી આરામ મળે છે.

કેન્સર નિવારણ: હળદરમાં જોવા મળતું કર્ક્યુમિન તત્વ કેન્સર સામે લડવામાં અસરકારક માનવામાં આવે છે. પરંતુ જો હળદરને કાળા મરી સાથે લેવામાં આવે તો તે વધુ અસર કરે છે.

ડાયાબિટીસ: હળદરના તત્વ કર્ક્યુમિનમાં જોવા મળતા ઇન્ફ્લેમેટરી અને એન્ટીઑકિસડન્ટ ગુણધર્મો જોવા મળે છે. પ્રિ-ડાયાબિટીસવાળા લોકોમાં ટાઇપ 2 ડાયાબિટીસની અસરમાં વિલંબ કરી શકે છે. તે ઇન્સ્યુલિનના સ્તરને પણ સુધારે છે અને પ્રી-ડાયાબિટીસના દર્દીઓ દ્વારા લેવામાં આવતી દવાઓને વધુ અસરકારક બનાવે છે.

લીવરને ડિટોક્સિફાય કરે છે: હળદર શરીરમાં મહત્વપૂર્ણ એન્જાઈમ્સ ને વધારે છે, જે આપણા લોહીને ડિટોક્સ કરે છે . હળદર શરીરમાં રહેલા ઝેરી તત્વોનો નાશ કરે છે, જેના કારણે લીવર લાંબા સમય સુધી સ્વસ્થ રહે છે. હળદર લીવરને સારું બનાવવા માટે ખૂબ જ અસરકારક છે.

જો તમને અમારી આ માહિતી સારી લાગી હોય તો તમે તમારા મિત્રોને અવશ્ય જણાવજો સાથે સાથે આવી માહિતી દરરોજ જાણવા અને શીખવા માટે રસોઈ ની દુનિયા સાથે જરૂર થી જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા