hair fall solution in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

અત્યારના સંયમ સૌથી મોટી સમસ્યા ખરતા વાળ છે. નાનાથી લઈને મોટા સુધી બધા ચિંતિત છે. ઘણા લોકો તમામ પ્રકારના ઉપાય કરીને પણ થાકી ગયા હોય છે પરંતુ વાળ ખરવાના ચાલુ જ રહે છે. આ સમસ્યા સાંભળવામાં ખુબ નાની લાગે છે પરંતુ તે જેને પણ થઇ છે તેમની તો ઊંઘ જ હરામ થઇ ગઈ છે.

શરીરના બીજા અંગોની જેમ વૅલ પણ આપણા શરીરનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. જો માથામાં વાળ ઓછા થઇ જાય અથવા ટાલ પડી જાય તો આપણી સુંદરતા, સ્ટાઈલ પર વિપરીત અસર પડે છે.

આજના સમયમાં આપણી યુવા પેઢીમાં પણ વાળ ખરવાની સમસ્યા વધારે છે કારણ કે કેમિકલ પ્રોડક્ટનો વધારે ઉપયોગ, પ્રદૂષણ, ખરાબ ખાણી પીણી, હોર્મોનમાં ફેરફાર જેવા ઘણા કારણો છે. વાળની આ સમસ્યાનો ઉપાય આ બાલયામ યોગમાં રહેલો છે. આ યોગ કરવાથી તમારા વાળ ખરતા અટકે છે અને વધવા લાગે છે.

બાલયામ યોગ શું છે : યામ શબ્દ વ્યાયામ પરથી પડેલો છે. એટલે કે બાલયામ યોગ વાળ માટેની કસરત છે. તમારામાંથી ઘણા લોકોને આ વાતની જાણ હશે, આ બંને હાથના નખને એકસાથે ઘસવાની કસરત હોય છે. જો કસરત ને સારી રીતે સમજવી હોય તો આ બાલયામ યોગ અને એક્યુપ્રેશર વચ્ચેની ટેકનિક છે, જેમાં વ્યક્તિ બંને હાથના નખને એકસાથે ઘસે છે.

બલયમ યોગ રીફ્લેક્સોલોજીના સિદ્ધાંત પર કામ કરે છે કે તમારા વાળના ફોલિકલ્સ ફોલિકલ નેઇલ બેડની નસો સાથે જોડાયેલા હોય છે. જ્યારે કોઈ વ્યક્તિ આ નસોને ઉત્તેજિત કરે છે ત્યારે તે ખોપરી ઉપરની ચામડીમાં રક્ત પરિભ્રમણને વધે છે અને તે વાળના વિકાસમાં વધારો કરે છે.

બાલયામ યોગના ફાયદા : યોગ ઘણા બધા છે પરંતુ બીજા કોઈપણ યોગની જેમ, બાલયામ યોગ તરત જ ઠીક કરવાની બદલે રોગને જડમૂળથી દૂર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. બાલયમ યોગ ધીમે ધીમે અસર દેખાવાનું શરુ કરે છે અને તે વાળ સંબંધિત બધી જ સમસ્યાઓને ઠીક કરે છે.

સ્ટ્રેસ ઓછો કરીને વાળનો ગ્રોથ વધે છે : વાળ ખરવાનું એક કારણ તણાવ પણ છે, જે સૌથી પહેલા તમારી રોગપ્રતિકારક શક્તિને પ્રભાવિત કરે છે અને વાળનો વિકાસ ધીમો પડી જાય છે. આવી સ્થિતિમાં બંને હાથના નખને એકસાથે ઘસવાથી સ્ટ્રેસ ઓછો થાય છે, જે કોર્ટિસોલના ઉત્પાદનમાં ઘટાડો થવાને કારણે થાય છે. બાલયામ યોગ નિયમિત કરવાથી તણાવ ઓછો થવાની સાથે વાળ ખરવાનું પણ બંધ થાય છે અને વાળનો ઝડપથી વધે છે.

વાળના ફોલિકલને ઉત્તેજિત કરે છે : યોગ કરવાથી તે, તે નસોને ઉત્તેજિત કરે છે જે સીધા વાળના ફોલિકલ સાથે જોડાયેલ હોય છે. આ ફોલિકલ્સને પુનર્જીવિત કરે છે અને વાળનો વિકાસ ફરીથી શરૂ થઇ જાય છે.

રક્ત પરિભ્રમણ સુધારે છે : જો તમે નિયમિતપણે બાલાયમ કરો છો તો મહત્વનો ફાયદો એ છે કે તે તમારા રક્ત પરિભ્રમણને સુધારે છે. આ સારો ઓક્સિજનનો સપ્લાય કરવામાં મદદ કરે છે, જેથી વાળના ફોલિકલ્સ હેલ્દી રહે છે.

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેમના વાળ ચમકદાર અને મજબૂત હોવા જોઈએ અને સાથે ભરાવેદાર હોવા જોઈએ. બાલાયમ યોગ તમારું આ સપનું પૂરું કરી શકે છે. ઉંમર પહેલા થતા સફેદ વાળને અટકાવે છે, આ સાથે બંને હાથના નખને એકસાથે ઘસવાથી વાળનો વિકાસ થાય છે અને વાળ સંબંધિત સમસ્યાઓ જેમ કે ડેન્ડ્રફ, ઓઇલી સ્કૅલ્પ અને બળતરા પણ દૂર થાય છે. પુરૂષમાં ટાલ પાડવાની સમસ્યા પણ મટી જાય છે.

બાલયામ યોગ કરવાની રીત : બંને હાથના નખને એકસાથે ઘસવા એ એક તમને સરળ કસરત લગતી હશે પરંતુ તેની કરવાની પણ એક અલગ ટેકનિક છે અને એ રીતે કરશો તો ફાયદો થાય છે. આ માટે સૌથી પહેલા તમારા મનને શાંત કરવું જરૂરી છે અને આ માટે તમે ઊંડા શ્વાસ પણ લઈ શકો છો.

હવે તમારા બંને હાથની આંગળીઓને છાતી સુધી લાવો અને બધી આંગળીઓને અંદરની તરફ વાળો. આ સ્થતિમાં અંગૂઠો સીધો અને બહારની તરફ રહેવો જોઈએ. હવે બાલાયમ કસરત શરૂ કરતા પહેલા બંને હથેળીઓને સામસામે લાવીને ઉપર અને નીચેની ગતિમાં બંને હાથના નખને ઘસો.

અંગૂઠાને ના ઘસો તેનું ધ્યાન રાખો. આ ઘસવાની ક્રિયા ઝડપી થવી જોઈએ જેથી કરીને તમારી નસોને સારી રીતે ઘર્ષણ મળી શકે. બાલયામ યોગ કરતી વખતે તમારે કેટલીક મહત્વની બાબતોને પણ ધ્યાનમાં રાખવાની છે. વાળના વિકાસ માટે કરતા હોય તો જ્યારે તમે હળવા મૂડમાં હોવ અને પેટ ખાલી હોવ ત્યારે સવારે નખને ઘસવાથી સારું પરિણામ મળે છે.

બાલયામ યોગ નિયમિત રીતે કરવાથી જ તમે ઇચ્છતા હોય તે લાભ મળે છે, પરંતુ જો તમે વચ્ચે લાંબા સમય કરતા નથી તો ફાયદો થતો નથી. વાળના વિકાસ માટે બાલયામ યોગની સાથે બીજા યોગ પણ કરી શકાય છે, જેમ કે હસ્તપદાસન, અધો મુખ સ્વાનાસન અને હલાસન.

ખાસ નોંધ : બાલાયમ યોગ એક અસરકારક કસરત છે પરંતુ તેના ફાયદા ત્યારે જ મળે છે જ્યારે તમે તમારા વાળની ​​સ્વચ્છતા પણ જાળવી રાખો અને જીવનમાં તણાવને દૂર રાખવો અને હેલ્ધી ફૂડનું સેવન કરવું જરૂરી છે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા