શેમ્પુની જગ્યાએ ઉપયોગ કરો આ વસ્તુ અને મેળવો વાળની બધી સમસ્યાઓથી છુટકારો

hair fall control shampoo
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આજની ભાગદોઢ ભરી જીંદગીમાં બધા લોકોને નાની મોટી સમસ્યાઓ જોવા મળે છે. મોટાભાગની આ સમસ્યાઓ થવાનું કારણ આપણી ખોટી આદતો અને આપનો આહાર છે. બધા લોકો જાણતા હશે કે પહેલાના જમાનાના લોકોના માથાના વાળ 50 વર્ષ સુધી કાળા રહેતા હતા અને કોઈને વાળની સમસ્યા રહેતી ન હતી.

પરંતુ અત્યારના લોકોની વાત કરીએ તો મોટા ભાગના લોકો પોતાના વાળની સમસ્યાને લઈને ચિંતિત હોય છે. અત્યારના સમયે નાની ઉંમરના લોકોને વાળ ખરવાની, વાળ  સફેદ થવાની, વાળના બે ભાગ થવા અને વાળ વિકાસ અટકી જવો જેવી સમસ્યાફરિયાદ રહેતી હોય છે.

અત્યારના ઘણા યુવાનોમાં માત્ર ૨૫ થી ૩૦ વર્ષની અંદર જ લોકોને માથામાં ટાલ પડી જવાની સમસ્યા જોવા મળે છે. પરંતુ જો પહેલા ના જમાનાના લોકોની વાત કરીએ તો તે સમયે બધી વસ્તુઓ નેચરલ આવતી હતી અને એટલે બધા લોકો નેચરલ પ્રોડક્ટ વાપરતા હતા.

પરંતુ અત્યારની વાત કરીએ તો માર્કેટમાં ભોટાભાગની બધી વસ્તુઓ કેમિકલ વારી આવે છે અથવા તો દરેક વસ્તુમાં કેમિકલ્સનું પ્રમાણ હોય છે. આવી વસ્તુઓનો ઉપયોગ કરવાથી જ માથાના વાળની સમસ્યા ઉદ્ભવે છે. જો તમે પણ માથાના વાળની સમસ્યાને લઈને ચિંતિત છો તો અહીંયા તમને વાળ ની બધી સમસ્યા માટે એક નેચરલ ઘરેલુ ઉપાય જણાવીશું.

આ ઉપાય એકદમ સરળ છે અને બધા લોકો સરળતાથી કરી શકે છે. આ ઉપાય માટે સૌ પ્રથમ તમારે માર્કેટમાંથી છાશ લાવવાની છે. છાશ માર્કેટમાં સરળતાથી મળી રહે છે. પરંતુ જો તમે ઈચ્છો તો ઘરેજ છાશ બનાવીને તેનો ઉપયોગ કરી શકો છો.

હવે જાણીએ કે છાશ નો ઉપયોગ આ ઉપાય માટે કેવી રીતે કરવો: આ માટે સવારે જયારે તમારો નાહવાનો સમય હોય તેના 1 કલાક પહેલાં હાથના ટેરવાની મદદથી તમારે છાશને વાળના મૂળિયામાં લગાવી દેવાની છે અને ઓછામાં ઓછી 5 થી 10 મિનિટ માટે તેને મસાજ કરવાની છે.

ધ્યાન રાખોને કે છાશ દરેક વાળના મૂળમાં પહોંચે. 5 થી 10 મિનિટ માટે સારી રીતે મસાજ કરી તેને 1 કલાક સુધી રહેવાનું દેવાનું છે અને જયારે તમે નાહવા જાઓ ત્યારે ચોખ્ખા પાણીની મદદથી માથાને ધોઈ નાખવાનું છે.

આ ઉપાય દરેક લોકો કરી શકે છે. આ ઉપાય કરવાથી તમારા વાળને કોઈ પણ પ્રકારનું નુકશાન થતું નથી અને વાળ પહેલા કરતા સારા બને છે પરંતુ જો તમે બજારમાંથી કોઈ પણ વસ્તુ લાવીને ઉપયોગ કરો છો તો તે તમારા વાળને ક્યાંકને ક્યાંક થોડું નુકશાન કરે જ છે.

તમને જણાવીએ કે આપણા વાળ પ્રોટીનના બનેલા હોય છે અને આયુર્વેદની અંદર એટલે કે ચરક સંહિતામા વાળ માટે આ છાશનો ઉલ્લેખ થયેલો છે અને આ ઉપાય કરવાથી વાળ માટે ખુબજ સારું પરિણામ જોવા મળે છે .

જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો તમે આ માહિતી ને બીજા સુધી જરૂરથી પહોંચાડો. આવી જ બીજી જીવન ઉપયોગી માહિતી, કિચનટીપ્સ અને રેસિપી માટે રસોઈ ની દુનિયા સાથે જોડાયેલા રહો.