આજે આપણે જોઈશું ગુંદર ના લાડુ બનાવવાની રીત (gundar na ladoo banavavani rit). ઘણા લોકો ગુંદરના લાડુ બનાવે છે પરંતુ તે ખાતાની સાથે જ દાંતમાં ચોંટી જતા હોય છે. પરંતુ અહીંયા આ લાડુ આપણે ઘરમાં રહેલી વસ્તુથી એકદમ સરળ રીતે અને એકદમ માપસર મસાલાથી બનાવીશું.
આ લાડુ બનાવામાં ખુબજ ટેસ્ટી અને સાથે દાંત માં ચોંટશે પણ નહીં. આ લાડું શરીર માં થતાં દુઃખાવા સામે રાહત આપે છે સાથે સાથે શિયાળામાં શરીર માં તાકાત અને પોષક તત્વો થી ભરપુર આ લાડું ઠંડી સામે રક્ષણ આપે છે. તો ચાલો જાણીએ જાણી લઈએ ગુંદરના લાડુ ઘરે કેવી રીતે બનાવી શકાય.
ગુંદરના લાડુ બનાવવા જરૂરી સામગ્રી: ૧૦૦ ગ્રામ ગુંદ, ૩૦૦ ગ્રામ ઘી, ૩૦૦ ગ્રામ દેસી ગોળ, ૧૦૦ ગ્રામ ઘઉં નો લોટ( રોટલી નો લોટ)
૧૦૦ ગ્રામ સૂકા કોપરાનું છીણ, 2-3 ચમચી કાજુ ના ટુકડાં, 2-3 ચમચી બદામ નાં ટુકડાં, 2-3 ચમચી મગસતરી ના બી, ૨ ચમચી દ્રાક્ષ
૨ ચમચી ખસખસ, ગંઠોડા પાઉડર, સૂંઠ પાઉડર, ઇલાયચી પાઉડર
આ પણ વાંચો
ગુંદરના લાડુ બનાવવાની રીત (gundar na ladoo banavavani rit): એક મીડિયમ ગેસ પર જાડા તળીયા વાડું વાસણ રાખી તેમાં ૨ મોટાં ચમચા ઘી એડ કરો. તેમાં ગુંદ એડ કરી તેને સારી રીતે તળી લો. ગુંદ સાઇઝ માં ૩ ગણો થાય ત્યા સુધી તળો. તરાયેલા ગુંદ ને એક પ્લેટ માંં લઈ લો. વાટકી ના તળીયા ની મદદ થી ગુંદને ક્રશ કરી લો .
ફરીથી પેન માં થોડું ઘી એડ કરી તેમાં કાજૂ અને બદામ નાં ટુકડાને ધીમા ગેસ પર રોસ્ટ કરી લો. રોસ્ટ કર્યા પછી તેમાં દ્રાક્ષ અને મગસતરી ના બી એડ કરીને રોસ્ટ કરી લો. બનેલા ડ્રાયફ્રૂટ ને નીચે ઉતારી ગુંદ સાથે એડ કરો. કોપરાના છીણ ને એક પેન માં એડ કરી શેકી દો. તેને એક વાસણમાં એડ કરો.
આજ રીતે ખસખસ ને પણ રોસ્ટ કરી ને વાસણ માં એડ કરો. પેન માં ૩ મોટી ચમચી ઘી એડ કરી ઘઉં નાં લોટ ને શેકી દો. ૪-૫ મિનિટમાં લોટ શેકાઈ જશે. શેકાઈ ગયેલા લોટને વાસણ માં લઇ લો. ગુંદરના લાડુમાં જરૂરી બધી વસ્તુ ઘીમાં રોસ્ટ થઇ ગઈ છે. બધી વસ્તુઓને એક મોટાં વાસણ માં લઈને એક્સાથે મિક્સ કરો.
લાડું માટે ગોળ અને ઘી નાં પાયા માટે: પેન માં વધેલું ઘી અને ગોળ ને એડ કરો. ગોળ સારી રીતે ઘી માં મિક્સ થઈ ગયાં પછી ગેસ બંધ કરી તેમાં ગંઠોડા પાઉડર, સૂંઠ પાઉડર, અને એલચી પાઉડર એડ કરી ગરમ ગોળમાં એકદમ સારી રીતે મિક્સ કરી દો. મેલ્ટ થયેલા ગોળ ને વાસણમાં રાખેલા લાડું ના મિક્સર માં મિક્સ કરી દો.
ગોળ સાથે લાડુની બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગયા પછી હાથની મદદથી થી બધા લાડૂ ને સારી રીતે ગોળ- ગોળ બનાવી લો. તો અહીંયા તૈયાર છે તમારા ગુંદર ના લાડું.
જો તમને અમારી રેસિપી પસંદ આવી હોય તો રસોઈ ની દુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી, રેસિપી, કિચન ટિપ્સ, ટ્રિક અને હેલ્થ વિશેની માહિતી મળતી રહેશે.