gujarati jokes new 2022
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ચિન્ટુની કાકી કાજુ ખાઈ રહી હતી. ચિન્ટુએ બાજુમાં બેસીને પ્રેમથી કહ્યું – કાકી, મને પણ ટેસ્ટ કરવો ને કે કાજુ કેવા છે. કાકીએ એક કાજુ ચિન્ટુના હાથમાં આપ્યું અને બાકીના કાજુ બધા પોતે ખાવા લાગી. ચિન્ટુ બોલ્યો કે, બસ એક જ કાજુ? કાકીએ ગુસ્સામાં જવાબ આપ્યો – હા, બીજા કાજુનો સ્વાદ પણ સરખો છે.

યમરાજ (મહિલાને ) – મારી સાથે ચાલો, તને લેવા આવ્યો છું. મહિલા – યમરાજ બસ મને ખાલી 2 મિનિટ આપો. યમરાજ કહે, 2 મિનિટમાં એવું તો તું શું કરી લઈશ?. મહિલા બોલી, ફેશબુક અને વોટ્સએપ માં સ્ટેટસ મૂકવું છે ” Travelling to yamlok” !. યમરાજ ત્યાં જ બેહોશ.

પપ્પુ જલેબી વેચી રહ્યો હતો, પરંતુ તે બોલી રહ્યો હતો, બટાકા લઇ લો..બટાકા લઇ લો. ત્યાં જ એક માણસ પાસે આવીને કહે છે કે આ તો જલેબી છે. પપ્પુ કહે, ચૂપ થઇ જા !! નહીં તો માખીઓ ને ખબર પડી જશે.

પપ્પુ એકવાર ભૂલથી ડબલ ડેકર વાળી બસમાં બેસી ગયો. કંડક્ટરે પપ્પુને કીધું, તું ઉપર જઈને બેસી જા. પપ્પુ થોડી વાર પછી દોડતો દોડતો પાછો આવ્યો અને કંડક્ટરને કીધું – અરે ભાઈ મારી નાખીશ કે શું ઉપર તો ડ્રાઈવર જ નથી.

ટીચર પપ્પુને – ઓપરેશન કરતા પહેલા ડોક્ટર દર્દીને કેમ બેભાન કરી નાખે છે ? પપ્પુ – જો તે બેભાન નહીં કરે તો દર્દી ઓપરેશન કરવાનું શીખી જશે, પછી ડોક્ટરોને દવાખાના બંધ કરવા પડે ને.

બાળકને ટીચરે પૂછ્યું, લે આખા વર્ષમાં કેટલી રાત્રી હોય છે ? બાળક – 10. ટીચર – કેવી રીતે ? બાળક – 9 નવરાત્રી અને 1 શિવરાત્રી. થઇ ગાઈને 10.

80 વર્ષની એક મહિલાએ કોર્ટમાં છૂટાછેડા લેવા માટે અરજી કરી. જજને મહિલાને પૂછ્યું – આ ઉંમરમાં છૂટાછેડા કેમ લેવા છે ? મહિલા બોલી, જજ સાહેબ, મારા પતિ મારી ઉપર માનસિક અત્યાચાર કરે છે. જજ – કેવી રીતે?. મહિલા _ તેમની જયારે ઈચ્છા થાય ત્યારે મને આમતેમ બોલે છે અને જયારે હું બોલવાનું શરુ કરું એટલે તે કાનમાંથી મશીન કાઢી નાખે છે !!!