green tea face mask in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

મારો ચહેરો પણ બીજા કરતા ચમકતો અને સુંદર હોય, એવી દરેક મહિલાની ઈચ્છા હોય છે અને આ માટે તેઓ કેટલું બધું કરતી હોય છે. તે સલૂનમાં જઈને સ્કિન ટ્રીટમેન્ટ કરાવે છે. બજારમાં મળતી મોંઘી પ્રોડક્ટ્નો પણ ઉપયોગ કરે છે, પરંતુ આ બધી વસ્તુઓમાં કેમિકલ હોય છે, જેના કારણે ત્વચા ખરાબ થવા લાગે છે.

આવી સ્થિતિમાં તમે તમારા ચહેરા પર કુદરતી નિખાર લાવવા માટે ગ્રીન ટીનો ઉપયોગ કરી શકો છો. તો ચાલો જાણીએ કે ચેહરાને ગ્લોઈંગ કરવા માટે ગ્રીન ટીનો ઉપયોગ કેવી રીતે કરવો અને તેના શું શું ફાયદા છે.

ગ્રીન ટી : ગ્રીન ટીમાં કુદરતી એન્ટી ઓક્સિડેન્ટ હોય છે. આ એન્ટી-ઓક્સીડેન્ટ તમારી ત્વચાને ચમકદાર અને સ્વચ્છ બનાવવામાં ખુબ જ મદદ કરે છે. આ માટે તમારે 3 સામગ્રી ની જરૂર પડશે. 1 ગ્રીન ટી બેગ અથવા 1 ચમચી ગ્રીન ટી, 1 ચમચી ઠંડુ દહીં અને 1 ચમચી મધ.

આ રીતે બનાવો ફેસ પેક : સૌ પ્રથમ, એક બાઉલમાં 1 ગ્રીન ટી બેગ કાપીને કાઢો. હવે તેમાં એક ચમચી ઠંડુ દહીં અને 1 ચમચી મધ ઉમેરો. મધ ત્વચાને ઊંડે સુધી હાઇડ્રેટ રાખે છે. હવે બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરીને પેસ્ટ બનાવો.

ઉપયોગ કરવાની રીત : સૌથી પહેલા ચહેરાને સારી રીતે ધોઈ લો અને સુકવી લો. હવે આ પેસ્ટને ચહેરા પર લગાવો અને પેસ્ટને 20-25 મિનિટ માટે રહેવા દો અને પછી પાણીથી ધોઈ લો. પછી ચહેરા પર મોઈશ્ચરાઈઝર લગાવો

મધ સાથે ગ્રીન ટી : પેસ્ટ બનાવવા માટે, તમે બે ગ્રીન ટી બેગ લો, હવે તેમાં 2 ચમચી મધ ઉમેરો.
તેમાં થોડો લીંબુનો રસ પણ ઉમેરો. હવે બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરો. હવે આ પેસ્ટને તમારા ચહેરા પર લગાવીને 10 મિનિટ રહેવા દો. પછી ચહેરાને હૂંફાળા પાણીથી ધોઈ લો.

ત્વચા માટે ગ્રીન ટી ના ફાયદા : ગ્રીન ટીમાં વૃદ્ધત્વ વિરોધી ગુણો જોવા મળે છે જે તમારી ત્વચા પર ઉંમર કરતા વહેલા ઘરડા દેખાતા અટકાવે છે. ગ્રીન ટી તમારા ચહેરાના ડાઘ અને દલ ત્વચાને દૂર કરે છે. તે પિમ્પલ્સ દૂર કરવામાં મદદ કરે છે અને સૂર્યપ્રકાશથી પણ રક્ષણ આપે છે.

જો તમે પણ મોંઘી પ્રોડક્ટનો ઉપયોગ કરવા નથી માંગતા અને ઘરે કુદરતી ઉપાય શોધી રહ્યા છો તો આ ઉપાય કરી શકો છો. જો તમને આ બ્યુટી ટિપ્સ પસંદ આવી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા